સ્માર્ટવોચ પહેરતા યુવાનો થઇ જજો સાવધાન, નહિ તો સાબિત થઈ શકે છે જીવલેણ… જાણીને ખુલી જશે તમારી આંખો…

મિત્રો આજના ડિજિટલ સમયમાં દરરોજ નવા નવા પ્રોડક્ટ લોન્ચ થતા રહે છે. જે જીવનને સરળ બનાવી રહ્યા છે. જીવન તો સરળ બને છે પરંતુ ક્યારેક મુસીબતને પણ નોતરે છે. વળી, ભારતમાં પાછલા કેટલાક વર્ષોમાં સ્માર્ટવોચનું ચલણ પણ ખુબ જ વધારે વધી ગયું છે. એક રિસર્ચ પ્રમાણે જૂન ત્રિમાસમાં પહેલીવાર ભારત ચીનને પછાડીને દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટવોચ બજાર બની ગયું હતું. સંશોધનના આંકડા પ્રમાણે વૈશ્વિક સ્માર્ટવોચ બજારમાં ભારતની ભાગીદારી જુલાઈથી સપ્ટેમ્બર 2022 ના ત્રિમાસમાં વધીને 30% થઈ ગઈ હતી જે ઉત્તરી અમેરિકાના 25% અને ચીનના 16% થી વધુ છે.

સ્માર્ટવોચ એક ડિજિટલ ઘડિયાળ છે. જે તમારી એક્ટિવિટી અને હેલ્થને ટ્રેક કરે છે અને તમે તે ડેટાનું વિશ્લેષણ કરી શકો છો. આજના સમયમાં લોકો સ્માર્ટવોચનો પ્રયોગ ફિટનેસ ગોલ્સ સુધી પહોંચવા, બર્ન થયેલી કેલેરીને જોવા, ચાલવાના પગલાં ગણવા, બ્લડ પ્રેશર તપાસવા, ઊંઘની પ્રવૃત્તિ માપવા, હૃદયના ધબકારા જાણવા વગેરે માટે કરી રહ્યા છે.

મોટાભાગે સ્માર્ટવોચમાં સ્વાસ્થ્યથી જોડાયેલા કોઈને કોઈ ફિચર્સ જરૂર હોય છે. જેમાં પ્રાપ્ત થતા ડેટાને લોકો આંખો બંધ કરીને વિશ્વાસ કરી લે છે કે તે એકદમ સટિક અને સાચી જાણકારી છે. આમ કરવું કેટલીક વાર સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક પણ બની શકે છે. સ્માર્ટવોચના ઉપયોગ અને તેના ડેટા પર વિશ્વાસ કરવો કેટલો યોગ્ય છે ? શું સ્માર્ટવોચને આપણે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ઉપયોગ કરી શકીએ ? આ વિશે ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે સ્માર્ટવોચથી મળેલા હેલ્થ ડેટા પર વિશ્વાસ કરવો કેટલો યોગ્ય છે.

👉 સો ટકા વિશ્વાસ કરવો ખોટું છે : એસએલરહેજા હોસ્પિટલમાં માહિમ -ફોર્ટિસના કન્સલ્ટેન્ટ – ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર હરેશ મહેતાએ જણાવ્યું કે “સ્માર્ટવોચ એક નાનુ કોમ્પ્યુટર કહી શકાય છે. જેમાં ઘણા બધા ફંકશન હોય છે. આજે ઘણા લોકો સ્માર્ટવોચનો ઉપયોગ કરી રહ્યા છે અને તેને પ્રાઇમરી મેડિકલ ઇક્યુપમેન્ટ ( પ્રાથમિક તબીબી સાધન)ની જેમ ઉપયોગમાં લઈ રહ્યા છે. તેનાથી પ્રાપ્ત થતા ડેટા પ્રમાણે પોતાની જાતે જ પોતાના સ્વાસ્થ્યનો અંદાજો લગાવી રહ્યા છે. સ્માર્ટવોચથી હૃદયના ધબકારા અને ઇસીજી રીધમની જાણકારી મળી શકે છે પરંતુ સ્માર્ટવોચ 100%  હાર્ટ એટેક શોધી કાઢશે, તે દાવો કરી શકાતો નથી. સ્માર્ટવોચ ફક્ત તમારી અનિયમિત હૃદયની લયને શોધી શકે છે.

ડોક્ટર આગળ જણાવે છે કે, જો તમારી સ્માર્ટવોચ સારી કંપનીની હોય અને ઈન્ડિયન રેગ્યુલેટરી ઓથોરિટી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા માન્ય હોય, તો તે ECGના 12 લીડ્સમાંથી કોઈ એકને યોગ્ય રીતે કહી શકે છે, પરંતુ તેમ છતાં તમે હાર્ટ એટેકના જોખમને શોધી શકશો નહીં. તે વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા એટલે કે હૃદયના ધબકારા જણાવી શકે છે, પરંતુ તેનાથી વધુ કંઈ જણાવી શકતી નથી.”

ડોક્ટર હરેશ જણાવે છે કે, “કોરોના સમય પર અનેક લોકોએ સ્માર્ટવોચને બ્લડ ઓક્સિજન માપવા માટે પણ ઉપયોગ કર્યો હતો. કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સ્માર્ટવોચ બ્લડ ઓક્સિજન મશીનની અપેક્ષાએ ખોટું રીઝલ્ટ આપી રહી હતી. સ્માર્ટવોચ ફોલ ડિટેકશન સિક્યુરિટી માટે ઉપયોગ કરી શકાય છે. તેમાં એવું હોય છે કે, જો તમે પડો છો કે પછી તમારો એક્સિડન્ટ થયો હોય તો તે તમને ઇમર્જન્સી કોન્ટેક્ટને એલર્ટની સાથે નોટિફિકેશન મોકલી દેશે. પરંતુ દરેક વોચમાં આ સુવિધા પણ હોય તેવું પણ જરૂરી નથી. ”

ડોક્ટર હરેશ આગળ જણાવે છે કે, “જો તમને સ્માર્ટવોચનો ઉપયોગ કરવો જ હોય તો કોઈ ડોક્ટરના સુપર વિઝનમાં રહીને કરો. બની શકે કે તમારી સ્માર્ટવોચના ડેટાથી તમને ડોક્ટરને કંઈક મદદ મળી શકે. જો તમે ડોક્ટર વગર તે ડેટાને યોગ્ય માનતા રહેશો. તો તમારા માટે ટેન્શન ઊભું કરશે. કારણ કે એવું બની શકે કે તમારી હેલ્થ સારી હોય પરંતુ તમારી સ્માર્ટવોચ તમારા સ્વાસ્થ્યનો ખોટો ડેટા આપે. હું એવું પણ કહીશ કે જે લોકો સ્માર્ટવોચના ડેટાને સંપૂર્ણ રીતે સાચું માની રહ્યા છે તેઓ પોતાના જીવન સાથે રમત રમી રહ્યા છે. સ્માર્ટવોચ પહેરો, પરંતુ તેને પ્રાઇમરી મેડિકલ ઇક્યુપમેન્ટની જેમ ન જુઓ. જો તમને કોઈપણ અનકન્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું હોય તો તુરંત જ તમારા નજીકના હોસ્પિટલ જઈને ડોક્ટર થી મળો. જો હૃદયના ધબકારા અચાનક વધી ગયા હોય તો એક જગ્યાએ બેસી રહો અને લાંબા શ્વાસ લો. ત્યારબાદ તુરંત જ મેડિકલ સહાયતા લો.”

👉 માન્ય ઘડિયાળ પહેરવી યોગ્ય છે : શાલીમાર બાગ સ્થિત મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના એસોસિયેટ ડાયરેક્ટર કાર્ડિયર ઇલેક્ટ્રો ફિઝિયોલોજી-પેસમેકર અને કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર ચંદ્રશેખરનું કહેવું છે કે, સ્માર્ટવોચથી હૃદયના ધબકારાની જાણકારી મળી શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં એ પણ જોવામાં આવ્યું છે કે સ્માર્ટવોચ હાર્ટ રીધમ અને હાર્ટ રેટની વચ્ચે અંતર નથી કરી શકતું. ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં લોકો કેલેરી બર્ન થયેલી જોવા માટે પણ સ્માર્ટવોચ પહેરે છે, જે ખોટું છે.

સ્માર્ટવોચ તમને અનુમાનિત કેલેરી બર્ન થયેલી જણાવે છે. ઉદાહરણ માટે જો તમે બેઠા બેઠા પણ હાથ હલાવો છો તો કેટલાક સ્માર્ટવોચ તેને ચાલવાના સ્ટેપ્સ કાઉન્ટ કરી લેશે. એવા અનેક એરર છે જે સ્માર્ટવોચના ડેટાને સંપૂર્ણ રીતે સાચા સાબિત નથી કરતા. જે સ્માર્ટવોચને હેલ્થ મોનિટરિંગની માન્યતા મળી ચૂકી હોય તેવી ઘડિયાળ પર કેટલીક હદે વિશ્વાસ કરી શકાય છે.” માટે સ્વાસ્થ્ય સાથે જોડીને સ્માર્ટવોચ લઈ રહ્યા છો તો તમને નુકશાન આપી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment