ઉનાળાનું અમૃત પીતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો શરીર માટે સાબિત થશે ઝેર સમાન… અને થઈ જશે આવી 5 બીમારીઓ…

શેરડીના રસને ધરતીનું અમૃત કહેવાય છે. ઉનાળામાં શેરડીનો રસ દરેક ને પીવાનો ગમે છે. આની ઠંડક અને મીઠો સ્વાદ દરેકને પોતાના ફેન બનાવી લે છે. શેરડીમાં બિલકુલ કોલેસ્ટ્રોલ, ફાઇબર અને પ્રોટીન નથી હોતું. પરંતુ આમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કેલેરી પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી ની ઋતુ માં શરીરને હાઈડ્રેટ રાખવા માટે શેરડીનો રસ અત્યંત અસરકારક હોય છે. એટલું જ નહીં સાથે કિડની, પાચન, ખીલ માટે પણ ફાયદાકારક છે. પરંતુ આના કેટલાક નુકશાન પણ છે.

જેને ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. જો તમે ગરમીથી ત્રસ્ત થઈને એક સાથે બે ગ્લાસ શેરડીનો રસ પીવો છો તો આ તમારી તબિયત બગાડી શકે છે. શેરડીમાં અનેક પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો આમાં ઉપસ્થિત પોલીકોસેનોલ તમારી તબિયત બગાડી શકે છે. તેના કારણે તમને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે જેમ કે – કૈવિટી, ઝાડા, અનિદ્રા, માથાનો દુખાવો, સ્થૂળતા, કબજીયાત ના સિવાય ડાયાબિટીસનું પણ કારણ બની શકે છે. ડોક્ટર પણ આનુ વધુ માત્રામાં સેવન કરવાની ના પાડે છે.પેટ સંબંધી સમસ્યા:-  20 મિનિટથી વધુ સમય સુધી રાખવામાં આવેલો શેરડીનો રસ ઓક્સિકરણ થઈ જાય છે, જે શરીર માટે અત્યંત હાનિકારક બની શકે છે. એવામાં પેટ ખરાબ થવાના સિવાય ઉલટી, ચક્કર આવવા લાગે છે. તેથી સેવન કરવા માટે તાજો બનેલો શેરડીનો રસ પીવાની જ સલાહ આપવામાં આવે છે.

અનિંદ્રા:- શરીરમાં પોલીકોસેનોલનું પ્રમાણ વધુ હોવાના કારણે અનિદ્રાની સમસ્યા શરૂ થઈ શકે છે. જે આગળ જઈને બીજી માનસિક બીમારીઓનું કારણ બની શકે છે.સ્થૂળતા:- શેરડી માં વધારે માત્રામાં કેલરી અને શુગર ઉપલબ્ધ હોય છે જેનાથી સરળતાથી વજન વધી જાય છે. એવામાં જો તમે વજન કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી રહ્યા હોવ તો શેરડીનો રસ તમારા માટે અડચણરૂપ સાબિત થઈ શકે છે. તેથી ડોક્ટર પણ દિવસમાં માત્ર એક જ ગ્લાસ શેરડીનો રસ સેવન કરવાની સલાહ આપે છે. જેથી શરીરમાં કેલેરીની માત્રા જરૂર કરતાં વધી ન જાય.

લોહીને કરે પાતળું:- શેરડી માં ઉપલબ્ધ પોલીકોસેનોલ લોહીને પાતળું કરવાનું કામ કરે છે જેનાથી લોહી જામતું નથી. એવામાં આનું સેવન કરવાથી વધારે લોહી વહેવાનું જોખમ રહે છે.

સંક્રમણનું જોખમ:- ઉનાળામાં સડક ના કિનારા પર શેરડીના રસ ની લારી પરથી રસ પીવાથી સંક્રમણનું જોખમ વધી શકે છે. શેરડીનો રસ વેચનારા શેરડીને ધોયા વગર જ તેને મશીનમાં નીચોવીને તમને ગ્લાસ રસ આપી દે છે જેના કારણે અનેક પ્રકારના પરોપજીવી અને બેક્ટેરિયા સરળતાથી તમારા પેટમાં પહોંચી જાય છે અને તમારી તબિયત બગાડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment