કેવા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ, જાણો તેનાથી શરીરને થતા ગંભીર નુકશાન વિશે…..

પપૈયું એક પૌષ્ટિક ફળ છે. તેમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે તેથી શરીર માટે ફાયદાકારક છે. પરંતુ તેનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઘણા ગેરફાયદા પણ થાય છે. બાળકોને ખવડાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી પછી જ આપવું. તેમજ સગર્ભા સ્ત્રીને તો બિલકુલ પપૈયું ન ખાવું જોઈએ. ડાયાબિટીસ જે લોકોને હોય તેને પણ ડોક્ટરની સલાહ લીધા પછી પપૈયું ખાવું. ચાલો તેના ગેરફાયદા વિશે જાણીએ.

પપૈયા એક આરોગ્યપ્રદ ફળ છે. તેને ખાવાથી અનેક રોગો મટે છે. પરંતુ પપૈયાના વધુ પડતા સેવનથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, તમારે પપૈયાથી થતા નુકસાનથી પણ વાકેફ રહેવું જોઈએ.રસદાર અને સુવર્ણ દેખાતા ફળ પપૈયુ એ પોષકતત્વોથી ભરપુર છે. તે ફાયબરનો સારો એવો સ્ત્રોત હોવાના લીધે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ પપૈયાનું વધારે પડતું સેવન તમને નુકસાન પહોંચાડે છે. આમ તો, દરેકને પપૈયુ પસંદ હોતું નથી. કેટલાકને તેનો સ્વાદ ગમતો નથી, તો કેટલાક લોકોને પપૈયાને કાપવામાં આળસ આવે  છે અને તો કોઈકને તે ખાવું ગમતું નથી. તમને જણાવી દઈએ કે, પપૈયાના લેટેક્સ અને ઉચ્ચ ફાઇબર સામગ્રીને જોતા, તેનું વધુ સેવન તમારા માટે જોખમ પેદા કરી શકે છે.

જોકે ફળોની આડઅસર સંપૂર્ણ રીતે સાબિત થઈ નથી, પરંતુ તે મહત્વનું છે કે તમે તેનાથી વાકેફ થાવ. આ સ્થિતિમાં, તમે પપૈયાથી થતા નુકસાનને ટાળી શકો છો. તેથી, આ લેખમાં, અમે પપૈયા ખાવાના ગેરફાયદાઓ વિશે જણાવીશું.બાળકો માટે અસુરક્ષિત : ડોક્ટરો વારંવાર કહે છે કે, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકને પપૈયા ન આપવા જોઈએ. ખરેખર, નાના બાળકો ખૂબ ઓછું પાણી પીતા હોય છે. આવી સ્થિતિમાં, પૂરતા પાણીનો વપરાશ કર્યા વિના, ઉચ્ચ ફાઇબર વાળું આ ફળ સ્ટૂલ(મલ)ને સખત બનાવે છે, જેના કારણે બાળકોને કબજિયાતની ફરિયાદ થઈ શકે છે. તેથી, કાચુ અથવા પાકેલુ કોઈ પણ સ્વરૂપમાં આ ફળ બાળકોને આપશો નહીં.

સગર્ભા સ્ત્રી માટે હાનિકારક :  પપૈયુ ખુબ પૌષ્ટિક ફળ છે, પરંતુ તે સગર્ભા સ્ત્રીઓ માટે ખુબ નુકશાનકારક છે. ડોક્ટર સગર્ભાવસ્થામાં મહિલાઓને પપૈયુ ખાવાનું ટાળવાની સલાહ આપે છે. ખરેખર, પપૈયાના બીજ, મૂળ અને પાંદડા ગર્ભને નુકસાન પહોંચાડે છે. કાચા પપૈયામાં લેટેક્સની ભારે હાજરી, ગર્ભાશયના નોંધપાત્ર સંકોચનનું કારણ બની શકે છે. આ ઉપરાંત, પપૈયામાં હાજર પપેઇન શરીરની પટલને નુકસાન પહોંચાડે છે, જે ગર્ભના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવી જોઈએ.શ્વસન સંબંધી વિકારનું કારણ બને છે : પપૈયામાં હાજર એક એન્ઝાઈમ, જેને એલર્જન કહેવામાં આવે છે. તેથી તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી અસ્થમા અને ગભરાહટ જેવા શ્વસન રોગો થઈ શકે છે. આ સ્વાસ્થ્યની સ્થિતિને રોકવા માટે, પપૈયાનું સેવન વધારે કરવું ટાળવું જોઈએ. જો તમને કોઈ રોગ છે, તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ ફળ ખાઓ. તેઓ તમને કહેશે કે, તમારા માટે ક્યા ફળનું કેટલું પ્રમાણ સારું છે.

બ્લડ શુગર ઘટાડે છે : વધારે પડતું પપૈયું ખાવાથી લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ પણ ઓછું થઈ શકે છે, જે ડાયાબિટીઝના દર્દીઓ માટે જોખમી છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ પપૈયા ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂર જોઈએ.પાચનની સમસ્યામાં વધારો : કબજિયાતથી પીડાતા લોકોને સામાન્ય રીતે પપૈયા ખાવાનું કહેવામાં આવે છે. પરંતુ તેમાં હાજર અતિશય ફાઈબરના સેવનથી કબજિયાત થઈ શકે છે. ખરેખર, ફળમાં લેટેક્સની હાજરીથી પેટમાં બળતરા અને પીડા થઈ શકે છે. તેમાં હાજર ફાઇબરની વધુ માત્રા પાચનતંત્રમાં ખલેલ પહોંચાડે છે. સંશોધન સૂચવે છે કે, પપૈયાના વધુ પડતા સેવનથી પેટમાં ખેંચાણ, સોજો, પેટનું ફૂલવું અને ઉબકા પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment