રાત્રીના ભોજનમાં ખાવા લાગો આ દેશી વસ્તુઓ, આજીવન નહિ થાય પેટ, પાચન અને કબજિયાતની સમસ્યા… આંતરડાને સાફ રાખી બ્લડ શુગર રાખશે કંટ્રોલ…

મિત્રો આપણું રાત્રિનું ભોજન એ ખુબ જ અગત્યનું હોય છે. પણ રાત્રે સુવાનો સમય હોવાથી તમારે એવું ભોજન લેવું જોઈએ જેનાથી તમને કોઈ પરેશાની ન થાય. આ માટે તમારે રાત્રિ ભોજન કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ચાલો આજે આપણે આ લેખમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ. 

રાતના સમયે તમારા પેટની સફાઈ થતી હોય છે. આ એ સમય હોય છે જયારે પેટની સમસ્યા ઠીક થતી હોય છે. આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય ની સંભાળ માટે પેટનું સ્વસ્થ રહેવું ખુબ જરૂરી હોય છે. સાથે જ શરીરમાં હાર્મોન્સ ના સંતુલન માટે પણ પેટનું સ્વસ્થ રહેવું જરૂરી છે.જો તમારું પેટ સ્વસ્થ છે તો બધા રોગ દુર થઇ જાય છે. પણ આપણા માંથી મોટાભાગના લોકો એ નથી જાણતા હોતા કે આપણા પેટને સ્વસ્થ રાખવામાં આપણે રાતના ભોજન માં શું ખાઈએ છીએ તેની મહત્વની ભૂમિકા હોય છે. રાત્રે ભોજન સમયે ફૂડસ નું ચયન ખુબ જ સમજદારી કરવાની જરૂર હોય છે. જો તમે રાત્રે પેટ માટે સ્વસ્થ ફૂડનું સેવન નથી કરતા તો આ તમારા પેટ મારે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. સવારે પેટ સંબંધી સમસ્યા થઇ શકે છે. એટલે સુધી કે કોઈ વ્યક્તિ પહેલેથી જ પેટની સમસ્યાથી પરેશાન છે તો ખોટા ફૂડના સેવનથી તેની સમસ્યા વધી શકે છે. 

હવે સવાલ એ છે કે પેટને સ્વસ્થ રાખવા અને પેટની સમસ્યા દુર કરવા અને પાચન સારું કરવા માટે શું ખાવું જોઈએ. ડાયટીશન જણાવે છે કે ઘણા ફૂડનું મિશ્રણ તમારા આંતરડા અને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ તમારા પાચન તંત્રને મજબુત બનાવવાનું કામ કરે છે. સાથે પેટની સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે.પેટને સ્વસ્થ રાખવા માટે ડીનરમાં લો આ 10 વસ્તુઓ, ડાઈજેશન સારું થશે:- ફર્મેટેડ લીલી મગની દાળ, ઢોસા, અને ફુદીનાની ચટણી, રાગીના લોટની રોટલી નીસ સાથે સ્પ્રાઉટસ અને વેજીટેબલ, બેસનના લોટના ઢોકળા, અને ફુદીનાની ચટણી, ચિયા બીજની પુડિંગ, વેજીટેબલ સૂપ ની સાથે એક મોટી ચમચી ચણા અને સ્પ્રાઉટસ, ફર્મેટેડ ઓટ્સ, બેસનના ઢોકળા, અને ગ્રેટેડ બીટ, કાચા પપૈયાની સટફિંગ ની સાથે રાગી ના લોટ ના પરોઠા, સાથે ઘરે બનેલ અથાણું, ઓટ્સની ઈડલી, લીમડો અને સરસવ ના તડકાની સાથે, દહીં સમક રાઈસ ની સાથે દાડમ, સમક રાઈસ અને મગ દાળની ખીચડી સાથે અન્ય શાકભાજી.

પેટને કઈ રીતે સ્વસ્થ રાખે અને ડાઈજેશન ને સારું બનાવવામાં માટે કેવી રીતે ફાયદાકારક છે આ ફૂડસ:- આ બધા ફૂડસ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. આ તમારા આંતરડા માટે સારું પ્રોબાયોટીક ના રૂપમાં કામ કરે છે. જે આંતરડા ના સારા બેક્ટેરિયા ને વધારે છે. સાથે જ આમાં એન્ટી બાયોટીક ગુણ પણ રહેલા હોય છે.

જે આંતરડા અને પેટ ના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. સાથે જ તેમાં ડાઈટ્રી ફાઈબર પણ રહેલ છે. જે પાચનને સારું બનાવવામાં મદદરૂપ થાય છે. અને સોજા સામે લડવામાં મદદ કરે છે. આ બ્લોટિંગ, પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

શરીરમાં બ્લડ શુગર લેવલને રેગુલેટ રાખે છે અને આંતરડા સ્વાસ્થ્યને સુધારે છે. જયારે ઓટ્સ ઘુલનશીલ ફાઈબરનો સારો સ્ત્રોત છે. આ તમારા પેટ માટે ખુબ જ ફાયદાકારક છે અને તૃપ્તિ ને વધારે છે. તે આંતરડા ના બેક્ટેરિયા ને પોષણ પ્રદાન કરવાની સાથે તેને સારું કરવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment