પેટની ગડબડીના કારણે થતો દુખાવો, ઉલ્ટી, ઉબકા અને સોજો મટાડવા ખાવા લાગો આ વસ્તુ, પેટ, આંતરડાને સાફ કરી કબજિયાત કરી દેશે દુર….

આજનું ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે પેટની સમસ્યાઓ વધવા લાગી છે. પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા થાય તો તેની અસર આપણાં સંપૂર્ણ શરીર પર થાય છે. પેટની ગરબડના કારણે દુખાવો,સોજો, ઊબકા, ઊલટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. એવામાં પેટને સ્વસ્થ રાખવું અત્યંત જરૂરી છે. જો તમે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખવા ઇચ્છતા હોવ તો હેલ્ધી આહારની પસંદગી કરવી જોઈએ. આજે અમે તમને આ લેખમાં કેટલાક એવા હેલ્દી ફળ વિશે જણાવીશું જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

પેટ માટે કયું ફળ સારું હોય છે?:- પાચન કે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમે કેળા, સફરજન અને કેરી જેવા ફળોનું સેવન કરી શકો છો આવો વિસ્તારપૂર્વક જાણીએ આ ફળો ના ફાયદા.1) સફરજન:- સફરજન સ્વાસ્થ્ય માટે ઘણું હેલ્ધી હોય છે. આનું સેવન તમે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરી શકો છો. સફરજનમાં પેક્ટિન ફાઇબર હોય છે, જે કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. સાથે જ આ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડવામાં સહાયક  છે. 

2) જરદાળુ:- પાચન ને સ્વસ્થ રાખવા માટે જરદાળુનું પણ સેવન કરી શકો છો. આ વિટામિન સી થી ભરપૂર આહાર છે, જે ઈમ્યુનિટી પાવરને બુસ્ટ કરવાની સાથે-સાથે સ્કિનની સમસ્યાઓને પણ દૂર કરે છે. તેની સાથે જરદાળુમાં ફાઈબરની ઉચ્ચ માત્રા હોય છે. તેના સેવનથી પાચનશક્તિ મજબૂત કરી શકાય છે.3) કેળા:- કેળા પાચન શક્તિને સુધારવામાં અસરકારક હોય છે. આ પેટમાં અલ્સર, કબજીયાત, ઝાડા અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓને દૂર કરે છે. જો તમે ઝાડા જેવી સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હોવ તો કેળાનું સેવન કરી શકો છો. તેનાથી પેટ ને ઘણો આરામ મળે છે.

4) કીવી:- કીવી પેટને સ્વસ્થ રાખવા માટે ઘણું હેલ્ધી માનવામાં આવે છે. કીવીમાં એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચન માટે ઘણું ફાયદાકારક હોય છે. કીવી આપણને લગભગ 20 ટકા ફાઈબર પ્રદાન કરે છે. પાચન ને સ્વસ્થ રાખવાની સાથે સાથે કોલન ના સ્વાસ્થ્ય માટે પણ અસરકારક છે.5) કેરી:- કેરીમાં અનેક પ્રકારના હેલ્ધી એન્જાઈમ હોય છે, જે પ્રોટીનને તોડવામાં અસરકારક છે. આના સેવનથી તમે પાચન ને તંદુરસ્ત રાખી શકો છો. સાથે જ આ શરીરમાં હાજર વિષાક્ત પદાર્થોને મળ દ્વારા બહાર કાઢવામાં અસરકારક છે. જો તમે પાચન સંબંધિત સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા હોવ તો નિયમિત રૂપથી સીમિત માત્રામાં કેરીનું સેવન કરી શકો છો.

પાચન કે પેટને સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે તમે ચોક્કસપણે આ ફળોનું સેવન કરી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાચન સંબંધી સમસ્યાઓનો સંપૂર્ણ ઇલાજ નથી. આનાથી માત્ર પાચનની સમસ્યાઓને દૂર કરી શકાય કે બચાવ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment