માર્કેટમાં મળતા આ પીણાનું સેવન કરતા પહેલા વાંચી લેજો આ માહિતી, નહિ ખરી જશે માથાના એકેએક વાળ… પુરુષો માટે છે લાલબત્તી સમાન..

મિત્રો આપણે જાણીએ છીએ કે આજના સમયમાં દરેક લોકો સોફ્ટ ડ્રીંક પીવાનું પસંદ કરતા હોય છે. અને લોકો માટે આ પીવું એક ફેશન બની ગઈ છે. પણ શું તમે જાણો છો કે વધુ પડતા સોફ્ટ ડ્રીંક તમારા શરીરને નુકશાન કરી શકે છે. એટલે સુધી કે તમારા માથામાં ટાલ થવાનું કારણ પણ આ સોફ્ટ ડ્રીંક બની શકે છે. આથી તમારે કોઈપણ ડ્રીંક પીતા પહેલા તેના ફાયદા અને ગેર ફાયદાઓ વિશે જરૂરથી જાણી લેવું જોઈએ. 

યુવાનોને તમે દરેક ઋતુમાં સોડા અને કોલ્ડ ડ્રિંક્સ પિતા જોયા હશે. વર્તમાન સમયમાં શુગરી ડ્રિંક્સ પીવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે અને બધી જ ઉંમરના લોકો આ ડ્રિંક્સનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, શુગરી ડ્રિંક્સનું વધારે સેવન કરવાથી ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધી જાય છે. પરંતુ એક નવી રિસર્ચમાં ખૂબ જ ચોકાવનારો ખુલાસો થયો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રિંક્સનું સેવન કરવાથી પુરુષોને જીવનભર માટે સમસ્યા થઈ શકે છે, જેનો કોઈ સટીક ઈલાજ પણ નથી. આ વિશે નવી રિસર્ચ તમારા હોશ ઉડાવી દેશે.એક રિપોર્ટ મુજબ, ચીની વૈજ્ઞાનિકોની રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, દરરોજ સોડા પીવાથી પુરુષોમાં ટાલ પાડવાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. સોડા જ નહીં, પરંતુ કોલ્ડ ડ્રિંક્સ, સ્પોર્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંકનું વધારે સેવન પુરુષોને હંમેશાને માટે ટકલા બનાવી શકે છે. શોધકર્તાઓ મુજબ, જે લોકો દરરોજ સોડા કે અન્ય શુગરી ડ્રિંક્સ પિતા હોય, તે પુરુષોમાં અન્ય લોકોની તુલનાએ ટકલા થવાનું જોખમ 57 ટકા સુધી વધી જાય છે. સામાન્ય રીતે પુરુષોમાં ટકલા થવાની સંભાવના 50 વર્ષની ઉંમર પછી થાય છે પરંતુ 25 ટકા લોકોને 21 વર્ષની ઉંમરમાં જ ટાલ પડવા લાગે છે. 

વધારે મીઠી ચા અને કોફી પણ ખતરનાક:- રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે, શુગરી ડ્રિંક્સ સિવાય વધારે મીઠી ચા અને કોફી પીવાથી પણ પુરુષના માથામાં ટાલ પડી શકે છે. આ રિસર્ચ ચીનમાં બેઝિંગ સ્થિત શિંઘૂઆ યુનિવર્સિટીના રિસર્ચર્સે કરી હતી. તેમાં 1000થી વધારે લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી મળેલા ડેટાના આધારે રિસર્ચનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું. શોધકર્તાઓ મુજબ નાની ઉંમરના લોકોને થતી ટાલ પાડવાની સમસ્યાથી બચવા માટે લોકોએ શુગરી ડ્રિંક્સના સેવનથી બચવું જોઈએ.જાણો ટાલ પાડવાની સમસ્યાથી બચવાના સરળ ઉપાયો:- દરરોજ ફિઝિકલ એક્ટિવિટી કરવી, પોષકતત્વોથી ભરપૂર ભોજન લેવું, જંક ફૂડ અને શુગરી ડ્રિંક્સ ન પીવા જોઈએ, વિકમાં એક વખત સ્કેલ્પની મસાજ કરવી જોઈએ, વાળમાં નારિયેળ તેલ લગાડી શકાય છે, સમસ્યા થાય તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment