ઘરે જ બની જતું આ આયુર્વેદિક તમારા ગમે તેવા સફેદ વાળને કરી દેશે કાળા, વાળ રહેશે આજીવન સ્ટ્રેટ, મુલાયમ અને મજબુત…

ચારોળીનું તેલ વાળ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. જો વાળ સફેદ હોય કે, પછી બેજાન બની ગયા હોય તો તમે તેના માટે ચારોળીનું તેલ લગાવી શકો છો. ચારોળીના તેલમાં પ્રોટીનની સારી માત્રા હોય છે, તેનાથી વાળને સારું પોષણ મળે છે.

બજારમાં મળતા તેલમાં કેમિકલ હોય છે, જે તમારા વાળ અને સ્કેલ્પને ડેમેઝ કરી શકે છે. જ્યારે ચારોળીનું તેલ તમે ઘરે પોતે જ બનાવી શકો છો. ચારોળીનું તેલ વાળને મજબુત કરવાનું કામ કરે છે. તે વાળને નેચરલ રીતે મુલાયમ બનાવે છે. ચાલો તો આ વિશે વધુ વિસ્તારથી જાણી લઈએ.

ચારોળીનું તેલ કેવી રીતે બનાવવું ? : પહેલા ચારોળીને મિક્સરમાં પીસી નાખો, પીસેલી ચારોળીના પાવડરને એક વાસણમાં નાખો. હવે આ વાસણમાં નાળીયેર તેલ અથવા તો બદામનું તેલ નાખો. હવે ધીમા તાપે તેલને ગરમ થવા દો. જ્યારે તેલનો રંગ બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેલને ગરણીથી ગાળી લો અને એક બાઉલમાં કાઢી લો. તેમાં ટી ટ્રી ઓઇલના થોડા ટીપા નાખો, આમ ચારોળીનું તેલ તૈયાર થઈ જશે.

ચારોળીના તેલનો ઉપયોગ કરી રીતે કરવો ? : ચારોળી તેલને તમે કોઈ પણ સમયે માથામાં નાખી શકો છો. તમે સ્નાન કર્યા પછી તેલને માથામાં લગાવો તેનાથી વાળમાં થોડી નમી હોય છે. તમે સ્નાન પહેલા પણ આ તેલ માથામાં લગાવી શકો છો. સ્નાન પહેલા 15 મિનીટ અગાઉ તેલ નાખો અને પછી ધોઈ નાખો. તમે તેલને થોડું ગરમ કરીને પણ માથામાં નાખી શકો છો.

ચારોળીનું તેલ વાળ માટે કેમ ફાયદાકારક ? : ચારોળીના તેલમાં પ્રોટીનની સારી માત્રા હોય છે અને પ્રોટીન વાળ માટે ફાયદાકારક છે. તમારે હેલ્દી વાળ માટે ચારોળીને પોતાની ડાયટમાં સામેલ કરવી જોઈએ. ચારોળીમાં વિટામીન બી-1, બી-2, અને વિટામીન સીની સારી માત્રા હોય છે. ચારોળીમાં મિનરલ્સ જેવા કે આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ રહેલા છે. આમ તમારા વાળને જરૂરી પોષણની આપૂર્તિ થાય છે અને વાળ મજબુત બને છે.

સફેદ વાળને કાળા કરે : ચારોળીનું તેલ પણ વાળ માટે ફાયદાકારક હોય છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે ચારોળીના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે વાળને કાળા કરવા  માટે ચારોળીના તેલથી માથામાં માલીશ કરો તેનાથી વાળ સફેદ નહિ થાય.

નેચરલ સ્ટ્રેટ વાળ માટે : વાળને સ્ટ્રેટ કરવા માટે તમે ચારોળીનું તેલ લગાવો. ચારોળીના તેલથી વાળમાં શાઈન રહે છે. વાળ સીધા દેખાય છે અને વાળમાં વોલ્યુમ પણ દેખાય છે. તમે પોતાના શેમ્પુ અથવા તો કંડીશનર સાથે પણ ચારોળીનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો.

નેચરલ મૌઈશ્ચરાઈઝર : ચારોળીના તેલથી વાળને પોષણ મળે છે. ચારોળીમાં લગભગ 59% ફેટ હોય છે, તેનાથી રફ વાળ દુર થાય છે અને ટેક્શર સારું બને છે. ચારોળીનું તેલ વાળ માટે કંડીશનરનું કામ પણ કરે છે. તેનાથી વાળમાં પોષણ આવે છે અને વાળ મુલાયમ બને છે.

જો તમે આ તેલનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારની એલર્જી થાય છે તો તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. અથવા તો ડોક્ટરની સલાહ અનુસાર તેનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment