કાનમાં આવતી ખંજવાળ કે અન્ય કોઈ સમસ્યા હોય તો આ એક ચેકઅપ જરૂર કરાવો, બધી જ સમસ્યાનું હોય છે મૂળ…

મિત્રો ઘણા લોકોને કાનની તકલીફ હોય છે. જેમ કે કાનમાં અવાજ આવવો, વારંવાર ખંજવાળ આવવી, કાનમાંથી પાણી નીકળવા, અથવા તો રસી નીકળવું વગેરે. પણ મોટાભાગના લોકોની ફરિયાદ એ હોય છે કે, તેને અવારનવાર કાનમાં ખંજવાળ આવે છે. આ માટે તેઓ ઘણા ઉપચાર કરે છે. પણ કોઈ ફેર નથી પડતો. તેથી તમારે કોઈ ડોક્ટરને બતાવવું પડે છે. ચાલો તો ડોક્ટર પાસે તમે જાવ છો તો તમને ક્યું ચેકઅપ કરવાનું કહે છે. તે જાણી લઈએ.

જો તમને કાનમાં ખંજવાળ આવતી હોય તો તેના માટે તમને ફંગલ અથવા તો બેક્ટેરીયલ ઇન્ફેકશન હોય શકે છે. તેથી આ સમસ્યા તમને ક્યાં કારણોથી થઈ શકે, તેમજ તેનો ઈલાજ ક્યોં છે, તેના વિશે આજે અમે તમને વિગતે માહિતી જણાવશું. ઘણા લોકોને કાનમાં ખંજવાળની સમસ્યા અવારનવાર બનતી હોય છે. એવા સમયે તે વારંવાર ઈયરબડનો ઉપયોગ કરતા હોય છે. જે આ સમસ્યાનો પાક્કો ઈલાજ નથી. છેવટે ક્યાં કારણોથી કાનમાં ખંજવાળ આવે છે તે જાણી લઈએ.

બેક્ટેરીયલ ઇન્ફેકશન : કાનમાં ઘણા કારણોથી બેક્ટેરીયલ ઇન્ફેકશન થઈ શકે છે. જેમાંથી સંક્રમિત રૂ માંથી બનેલ ઈયરબડ પણ તેનું કારણ હોય શકે છે. ગળા કે નાકમાં થયેલ કોઈ બેક્ટેરીયલ ઇન્ફેકશનના કારણે પણ કાનમાં ઇન્ફેકશન થઈ શકે છે. સ્નાન કરતી વખતે જો કાનમાં પાણી જાય તો તેના કારણે અથવા કાનની સફાઈમાં ધ્યાન ન દેવાથી પણ બેક્ટેરીયલ ઇન્ફેકશન થઈ શકે છે.ફંગલ ઇન્ફેકશન : કાનમાં ફંગલ ઇન્ફેકશનનું એક મોટું કારણ છે તમારા માથામાં જો એક ધારો ખોડો (ડેન્ડ્રફ) રહેતો હોય. આમ માથાનો ખોડો પણ તમારા કાનમાં ખંજવાળ કરે છે. તેથી જરૂરી છે કે, તમે પોતાના વાળનું બરાબર ધ્યાન રાખો. આ સિવાય કાનમાં ખંજવાળનું એક કારણ કાનની સાફ-સફાઈ ન કરવી તે પણ હોઈ શકે છે. આથી સ્નાન કરતી વખતે કાનને બરાબર સાફ કરવા અને સ્નાન પછી કોટનના કપડા વડે કાન બરાબર સાફ કરવા.

નાકનું વાકું હોવું : ઘણા લોકોની કાનની ખંજવાળનું કારણ તેની નાકનું વાકું હોવું તે પણ હોય શકે છે. કારણ કે નાકની અંદરના ભાગમાં કાર્ટીલેજ જો વાંકી હોય તો સુતી વખતે કફ ગળામાં જમા થઈ જાય છે. જ્યારે આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે ત્યારે કાનની અંદર નમીના કારણે ફંગલ ઇન્ફેકશન થઈ શકે છે અને આ જ ઇન્ફેકશન ખંજવાળનું કારણ બને છે.શું છે કાનની ખંજવાળનો ઈલાજ : કાનની ખંજવાળનો ઈલાજ એ વાત પર આધાર રાખે છે કે, કાનની ખંજવાળનું કારણ શું છે ? દરેક દર્દીની સ્થિતિ અલગ હોય છે. આવા સમયે દર્દીની તપાસ કર્યા પછી જ ડોક્ટર તેનો ઈલાજ કરે છે. જો કે ફંગલ અને બેક્ટેરીયલ ઇન્ફેકશનનો ઈલાજ કરીને કાનની ખંજવાળથી છુટકારો મેળવી શકાય છે. પણ એ વાત યાદ રાખો કે, ઈયરબડનો વધુ ઉપયોગ તમારા કાનને નુકસાન કરે છે. તેનાથી તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. અથવા કાનનો આઉટર ફેઝ પહોળું થઈ શકે છે. જેનાથી ઇન્ફેકશન વધવાની સંભાવના વધી જાય છે. જે લોકોની કાનનું હાડકું વાકું હોય છે, તેનો ઈલાજ બે રીતે થઈ શકે છે. ઘણા લોકોને માત્ર દવાથી ફેર પડી જાય છે, જ્યારે ઘણા લોકોનું માઈનર ઓપરેશન કરવું પડે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment