જમ્યા પછી તરત એસિડીટી, ગેસ કે અપચો થાય તો હોય છે આ મુખ્ય કારણ, તરત કરો આ કામ પેટમાં રહેશે આજીવન ઠંડક અને નહિ થાય ક્યારેય ગેસ, એસિડીટી…

મિત્રો હાલનું વાતાવરણ તમે જાણો છો, જેમાં વધુને વધુ લોકો કોઈને કોઈ બીમારીની ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને શરદી, તાવ, ઉધરસ જેવા રોગો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. આથી તમારે ખાસ તો તમારા ખોરાકનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારા ખોરાકમાં કોઈ ફેરફાર થાય તો તમને પેટને લગતી સમસ્યા પણ થઈ શકે છે. આથી ખોરાકને કારણે અક્સર લોકોને એસિડિટી, ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. જો તમને જમ્યા પછી તરત જ એસિડિટીની સમસ્યા થતી હોય તમારે પોતાના ડેઈલી રૂટીનમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. જેનાથી એસિડિટીની સમસ્યા સરળતાથી દુર થઈ જશે.

ખાણીપીણીમાં બદલાવ અને ખોટી જીવનશૈલીના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે, જેમાંથી એક છે એસિડિટી. એસિડિટી થવાથી તમને પેટમાં બળતરા અનુભવ થઈ શકે છે. આ બળતરા પેટ સિવાય છાતી અને ગળામાં પણ થઈ શકે છે. એસિડિટીની સમસ્યા વધવાની સાથે તમને ખાટા ઓડકાર, પેટ ફૂલવું અને સૂકી ઉધરસ વગેરે જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એસિડિટીની સમસ્યાથી બચવા માટે તમારે ડેઈલી રૂટિનમાં 5 જરૂરી ફેરફારો અપનાવવા જોઈએ. આ લેખમાં આપણે તે જરૂરી ફેરફારો વિશે વાત કરીશું.

1 ) આખો દિવસ બેસીને કામ ન કરવું : જો તમારું જીવન એકધારું બેસી રહેવા વાળું છે, તો તમને એસિડિટીની સમસ્યા જલ્દી થાય છે. જો તમે ઓફિસમાં આખો દિવસ બેઠા-બેઠા કામ કરતાં હોય તો, તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. એસિડિટીથી પરેશાન રહેતા હોય તો, દરેક કલાકે ઓછામાં ઓછું 5 થી 10 મિનિટનું વોક કરવું. તે સિવાય જમ્યા પછી તરત બેસવાથી બચવું. તમારે થોડી વાર ટહેલવું જોઈએ.

2 ) હેલ્થી ફેટ્સ જ ખાવું : એસિડિટી થવાનું મુખ્ય કારણ તીખું, તળેલું અને ગરમ મસાલાઓ હોય છે. આથી તેનું સેવન ઓછું કરવું જોઈએ. તમારે તમારા ડાયટમાં મરચું અને વધારે તળેલા વ્યંજનો સમાવિષ્ટ કરવા જોઈએ નહીં. તમારા ડાયટમાં હેલ્થી ફેટ્સ સમાવિષ્ટ કરવા જોઈએ. તમે ઓમેગા 3 ફૈટી એસિડનું સેવન કરો. તમારા ડાયટમાં ચિયા સીડ્સ, અળસિના બીજ વગેરે સમાવિષ્ટ કરવું. તે સિવાય ઘરનું બનેલું ઘી ખાવું.

3 ) થાળીમાં 60% ફાઈબર રાખવું : તમારે પોતાના ભોજનમાં ફાઈબરનું પ્રમાણ વધારવું જોઈએ. આથી ફાઈબર યુક્ત ખોરાકનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમને સામાન્ય રીતે એસિડિટીની સમસ્યા રહેતી હોય, તો તમારી થાળીના 60% ભાગમાં તાજા ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો. એવા ફળોને ડાયટમાં સમાવિષ્ટ કરો જેમાં પાણીની માત્રા વધુ હોય, જેમ કે તરબૂચ, સાકરટેટી વગેરે. ઓટ્સ અને ડ્રાય ફ્રૂટ્સમાં પણ ફાઈબર હોય છે. તેને પણ થાળીમાં સમાવિષ્ટ કરી શકો છો.

4 ) ભોજનની માત્રા ઘટાડવી : એસિડિટી વાળા લોકોએ પોતાના ભોજનમાં ઘટાડો કરવો જોઈએ. જેથી એસિડિટી પર કાબુ મેળવી શકાય. તમે દિવસમાં 5 નાના મિલ્સનું સેવન કરી શકો છો. પરંતુ એક સાથે પ્લેટ ભરીને ખાવાથી બચવું. તમારે તમારા ડાયટ ઓછી કરવા માટે પોર્શન સાઈઝના વિષય પર ડાયેટિશિયન સાથે વાત કરવી જોઈએ. ઘણા લોકો ભોજન સાથે અથાણાંનું સેવન કરતાં હોય છે. તમે પણ અથાણું પસંદ કરતાં હોય, તો તેની માત્રા ઘટાડવી. દરેક ભોજન સાથે અથાણાંનું સેવન ન કરવું.

5 ) જમ્યા પછી વોક કરવું : જમ્યા પછી ચાલવું એ દરેક લોકો માટે ખુબ જ લાભકારી છે. આથી જમ્યા પછી થોડું ચાલવું એસિડિટી ઓછી કરી શકે છે. જમ્યા પછી ચાલવું જરૂરી છે. જો તમને સામાન્ય રીતે એસિડિટી, અપચો અને કબજિયાત વગેરે ફરિયાદ રહેતી હોય, તો તમારે જમ્યા પછી ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ વોક કરવું જોઈએ.

આ ફેરફારો અજમાવીને તમે એસિડિટી, પેટમાં ગેસ અને અપચા વગેરે પેટની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment