બગલમાં ગાંઠ થવાનું આ કારણ જાણી લો નહિ, તો ગાંઠ થતા વાર નહીં લાગે. જાણી લો મટાડવાના આ ઘરેલુ ઉપચાર…

બગલમાં ગાંઠ થવાનું આ કારણ જાણી લો નહિ, તો ગાંઠ થતા વાર નહીં લાગે. જાણી લો મટાડવાના આ ઘરેલુ ઉપચાર…

બગલમાં અથવા આર્મપીટમાં ગાંઠ થવી આમ જોઈએ તો સામાન્ય સમસ્યા છે પર આ સામાન્ય સમસ્યા ગંભીર ઇન્ફેકશનનું રૂપ પણ લઈ શકે છે. ઘણી વખત ફંગલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેકશનનું કારણ બગલમાં ગાંઠ થઈ જાય છે અથવા અથવા લેઝરના ઉપયોગથી ગાંઠ નીકળી જાય છે. આ ગાંઠમાં પસ ભરાઈ જાય છે જેના કારણે તમને હાથમાં દુઃખાવો થઈ શકે છે. આ ગાંઠ થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે પર જો તમને ફરી બગલમાં ગાંઠ થાય તો તમારે ડોક્ટરને દેખાડવું જોઈએ. આ કોઈ બીમારીનું લક્ષણ હોય શકે છે. આ સમસ્યાને દુર કરવા માટે ડોક્ટર તમને એન્ટી બેક્ટેરિયલ દવા આપી શકે છે.

બગલમાં ગાંઠ અથવા આર્મપીટ શા માટે થાય છે ? : આર્મપીટ લમ્પનો અર્થ છે બગલ અથવા કાંખમાં ગાંઠ. નસ, બ્લડ વેસલ અને નાના સ્કીન સેલ્સને મળીને ગાંઠ બને છે. જો કે આ કોઈ પણ સ્થાને થઈ શકે છે પણ બગલમાં થતી ગાંઠને આર્મપીટ લમ્પ કહે છે. આર્મપીટ લમ્પ થવાથી સોજાને કારણે ત્વચા લાલ થઈ જાય છે અને સ્કીન અંદરથી ફૂલેલી દેખાઈ છે.

આર્મપીટના લક્ષણ : જો તમને ક્યારેય કોઈ ગાંઠ નથી થઈ તો આ એક સારું ખબર છે. તેનો અર્થ કે તમે સ્વસ્થ છો અને પોતાના શરીરની સાફ સફાઈ રાખો છો. પણ જો તમને બગલમાં કંઈક મહેસુસ થઈ રહ્યું છે તો થોડા લક્ષણોથી તમે જાણી શકો છો કે આ આર્મપીટ લમ્પ કે ગાંઠ છે કે નહિ.

જેમાં બગલ અથવા આર્મપીટ વાળા ભાગે સોજો થવો, આર્મપીટ અથવા બગલમાં દુઃખાવો થવો, બગલની સ્કીનની અંદર ગોલ, બહાર ઉભરેલું માંસ હોય એવું મહેસુસ થવું, આર્મપીટમાં ગાંઠ થવાથી ઘણા લોકોને તાવ આવે છે.  બગલમાં ગાંઠ થવાથી ગોળ ગાંઠ ઉભરી આવે છે, આ ગાંઠ નાની થવા મોટી હોય શકે છે. આર્મપીટમાં ગાંઠ થવાથી તમને દુઃખાવા સાથે જલનનો અનુભવ પણ થાય છે.

આર્મપીટ લમ્પ અથવા બગલમાં ગાંઠ કેમ થાય છે : બગલમાં ગાંઠ થવાના ઘણા ગંભીર કારણો હોય શકે છે. જેમ જે બ્રેસ્ટ કેન્સર, લ્યુકેમિયા, લીન્ફોમાં, વગેરે. જો કે મોટેભાગે આ ગાંઠ નુકશાનકારક નથી હોતી, આ બસ સ્કીન ટીશુંના ખોટી રીતે વધવાના કારણે થઈ જાય છે. જ્યારે બીજા કારણોને લીધે પણ ગાંઠ થાય છે.

બેક્ટેરિયલ ઇન્ફેકશનને કારણે પણ બગલમાં ગાંઠ થઈ જાય છે. સાફ-સફાઈનું ધ્યાન ન રાખવાથી પણ બગલમાં ગાંઠ થઈ જાય છે,  રેજરથી વેક્સ કરવાથી પણ બગલમાં ગાંઠ થઈ જાય છે, સીસ્ટ થઈ જવાના કારણે, પસ બને છે જે પછી ગાંઠનું રૂપ લે છે. ડિયો, સાબુ વગેરેથી એલર્જીના કારણે પણ ગાંઠ થાય છે. વાયરલ અથવા ફંગલ ઇન્ફેકશનના કારણે આર્મપીટમાં ગાંઠ થવાની સંભાવના વધી જાય છે.આર્મપીટ લમ્પ અથવા બગલની ગાંઠનો ઈલાજ શું છે ? : બગલમાં ગાંઠ થવા પર શું કરવું ? આ ગાંઠ થાય ત્યારે તમે બરફથી તેનો શેક કરી શકો છો અથવા એલોવેરા જેલ લગાવી શકો છો.
આયુર્વેદિક ડોક્ટર ગાંઠ થવા પર હળદર લગાવવાની સલાહ આપે છે. નવશેકા ગરમ પાણીમાં હળદરનો લેપ બનાવીને બગલમાં લગાવો તેનાથી આરામ મળશે.
જો કે બગલમાં ગાંઠ જાતે જ થઈ જાય છે પણ આ વધુ પસ ભરેલી છે તો તમને ડોકટર એન્ટી બેક્ટેરિયલ દવા આપે છે.
બગલમાં ગાંઠ થવા પર ડોક્ટર તમને પેનકીલર, ક્રીમ અથવા કન્પ્રેસર અથવા હીટ પેકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

જો ગાંઠ સતત વધી રહી છે તો તમારે ડોક્ટર પાસે તરત જ જવું જોઈએ. આ કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. તમે ડોક્ટરના કહ્યા અનુસાર દવાઓ લો.
બગલમાં ગાંઠ થવા પર ડોક્ટર એન્ટી એલર્જીક દવાઓ આપે છે અને થોડા ટેસ્ટ જેમ કે સીબીસી ટેસ્ટ, બાયોપ્સી ટેસ્ટ, મેમોગ્રામ વગેરે કરવા પડે છે.
ઘણી ગાંઠ કેન્સરના કારણે થાય છે. તેમાં ડોક્ટર સર્જરી અથવા કિંમોથેરાપી કરીને ગાંઠ અથવા કેન્સરનો ઈલાજ કરે છે.
બગલમાં ગાંઠ થવા પર તમે લીમડાની પેસ્ટ લગાવી શકો છો. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.આર્મપીટ લમ્પ અથવા ગાંઠથી કેવી રીતે બચશો ? : બગલમાં ગાંઠ ન થાય તે માટે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો.
ઉનાળામાં બગલમાં વધુ પરસેવો આવે છે તો તમે દિવસમાં બે વખત સ્નાન કરો.
પરસેવો વધુ થવાના કારણે પણ ઇન્ફેકશનથી ગાંઠ બની જાય છે. આથી તમારે આ સમયે પણ દિવસમાં બે થી ત્રણ વખત કપડા બદલવા જોઈએ.

બગલમાં વધુ પરફ્યુમ કે ડિયો ન લગાવો. તેમાં રહેલ કેમિકલ પણ ગાંઠનું કારણ થઈ શકે છે.
સ્નાન કરતી વખતે માઈલ્ડ સાબુથી આર્મપીટને સાફ કરો, ગંદકીને કારણે બગલમાં બેક્ટેરિયા થાય છે.
જો તમને ગાંઠની સમસ્યા થઈ રહી છે તો સાબુ બદલીને જુઓ. સાબુની એલર્જીને કારણે પણ ગાંઠ થઈ શકે છે.

આર્મપીટમાં વાળ આવવા કોઈ સમસ્યા નથી આથી વારંવાર વેક્સ કે શેવ ન કરો. આ કારણે પણ ગાંઠ થઈ શકે છે.
જો તમારે બગલમાં વાળ કાઢવા છે તો વેક્સ શેવ કરતા વાળને ટ્રીમ કરો, અને કાતરથી સાફ કરો.
આર્મપીટ લમ્પ જ્યારે ઠીક ન થાય ત્યારે ઢીલા અને કોટનના કપડા પહેરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!