આ રીતે ઓળખો છાતીમાં થઈ રહેલો દુઃખાવો ગેસના કારણે છે કે પછી હાર્ટએટેકની શરૂઆતના કારણે !!

મોટાભાગે લોકો એ ઓળખવામાં ભૂલ કરી દેતા હોય છે કે, છાતીનો દુઃખાવો હાર્ટએટેક છે કે ગેસ. જો કે એવું મોટાભાગે જોવામાં આવ્યું છે કે, છાતીમાં દુઃખાવો અથવા જલનને લોકો ગેસનો દુઃખાવો સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે. તેવામાં હૃદય સંબંધી પરેશાનીઓ વધવાની સંભાવના વધી જાય છે.

જાણકારી અનુસાર કોઈ દર્દીને જો છાતીમાં 15 થી 20 મિનીટ સતત દુઃખાવો રહે છે તો તેણે તરત જ કાર્ડિયોલોજીસ્ટ પાસે જવું જોઈએ. દર વખતે છાતીમાં દુઃખાવાને નજરઅંદાજ ન કરો. છાતીમાં દુઃખાવો હાર્ટએટેકનું લક્ષણ છે કે ગેસનું ? તેને કંઈ રીતે ઓળખશો ? તો આજે આ લેખમાં તેના લક્ષણો વિશે જણાવશું માટે આ ઉપયોગી માહિતી ખાસ જાણો.

છાતીમાં દુઃખાવાના પ્રકાર : છાતીમાં દુઃખાવાને ટીપીકલ ચેસ્ટ પેઈન અને એટીપીક્લ ચેસ્ટ પેઈન બે પ્રકારમાં જોઈ શકાય છે. આ બંને પ્રકારના દર્દના લક્ષણોને આ રીતે સમજી શકાય છે.ટીપીકલ ચેસ્ટ પેઈન : આ ચેસ્ટ પેઈનને એન્જાઈના નામથી પણ ઓળખવામાં આવે છે. હૃદયની માંસપેશીઓ સુધી જ્યારે સંપૂર્ણ રીતે ઓક્સીજનયુક્ત રક્ત નથી પહોંચતું ત્યારે છાતીમાં અસહજતાનો અનુભવ થાય છે અને છાતીમાં દુઃખાવો થાય છે. આવી જ અસહજતા તમને ખંભા, ગળું, જડબું, વગેરેમાં પણ થઈ શકે છે. એન્જાઈના કોરોનરી આર્ટરી ડિસીઝ ત્યારે થાય છે, જ્યારે કોઈ એક અથવા તેનાથી વધુ ધમનીઓમાં બ્લોકેઝ થઈ જાય છે. કોરોનરી માઈક્રોવાસ્ક્યુંલર ડિસીઝમાં પણ ચેસ્ટ પેઈન થાય છે. સામાન્ય રીતે છાતીમાં દુઃખાવાને હૃદયની બીમારીનું લક્ષણ માનવામાં આવે છે. આથી છાતીના દુઃખાવાને નજરઅંદાજ ન કરવું જોઈએ.

ટીપીકલ ચેસ્ટ પેઈનના લક્ષણ : છાતીની બરાબર વચ્ચે સખ્ત દુઃખાવો થાય છે,  દુઃખાવા સાથે પરસેવો પણ આવે છે,  દર્દીને એવું લાગે છે કે તેનો જીવ જઈ રહ્યો છે, દુઃખાવાનું જમણા હાથ, આંગળી અને જડબા તરફ રેડીએટ હોય છે, હાલવા ચાલવામાં ખુબ જ દુઃખાવો થાય છે, આરામ કરીએ તો જ આરામ મળે છે, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી,  મતલી, ઉલટી થવી, ચક્કર આવવા અને થાક લાગવો.એટીપીકલ ચેસ્ટ પેઈન : એટીપીકલ ચેસ્ટ પેઈન ટીપીકલ ચેસ્ટ પેઈન કરતા બિલકુલ અલગ છે. એટીપીકલ ચેસ્ટ પેઈનને સાઈલેન્ટ હાર્ટએટેક કહી શકાય છે. આવા દર્દી છાતીના દુઃખાવાને ગેસ અથવા કમજોરી સમજીને નજરઅંદાજ કરી દે છે. ધીમે ધીમે જ્યારે આ તકલીફ વધી જાય છે ત્યારે તે ડોક્ટર પાસે જાય છે. જ્યારે ડોક્ટર ઈસીજી કરીને જોવે છે કે તેને ગેસની તકલીફ છે કે હાર્ટએટેકની.

એટીપીકલ ચેસ્ટ પેઈનના લક્ષણ : સામાન્ય રીતે એટીપીકલ ચેસ્ટ પેઈનને ઓળખવો ખુબ જ મુશ્કેલ છે. છાતીમાં દુઃખાવો એવો નથી થતો જેવો ટીપીકલમાં થાય છે. તેને સાઈલેન્ટ હાર્ટએટેક પણ કહેવાય છે. એટીપીકલ ચેસ્ટ પેઈનમાં દર્દીને દુઃખાવો નથી થતો પણ તેને એટેક જરૂર આવી જાય છે. એટીપીકલના લક્ષણ ખુબ જ ખતરનાક હોય છે. સામાન્ય રીતે તેના નીચેના લક્ષણ જોવા મળે છે.

ગેસ થવો : આવા દર્દીને છાતીમાં દુઃખાવો નહિ થાય પણ ગેસ બને છે. તેને પેટ ભારે થવાનો અનુભવ થશે. ખાટા ઓડકાર આવે છે, અપચો થશે, પેટમાં અજીબ પ્રકારની સેસેન્શેન થશે. પેટના ઉપરના ભાગમાં બેચેની થશે અને જલન થશે. નાભીની ઉપર રીબ્સની વચ્ચે આ લક્ષણ દેખાય છે.ખુબ જ થાક લાગવો : ઘણા દર્દીઓને ખુબ જ થાકનો અનુભવ થાય છે.
શ્વાસ લેવામાં તકલીફ થવી : ઘણા દર્દી એવા હોય છે જેને માત્ર શ્વાસ લેવામાં જ તકલીફ પડે છે. અને તેની શ્વાસ ફૂલે છે.
ખુબ જ પરસેવો આવવો : ઘણી વખત આવા દર્દીઓને છાતીમાં દુઃખાવો પણ નથી, થતો પણ તેમણે પરસેવો ખુબ જ આવે છે અને બેચેની થાય છે.
ચક્કર આવવા : ઘણા દર્દીઓને કારણ વગર ચક્કર આવે છે.

ઉપર આપેલ લક્ષણ કોઈ પણ સમયે દેખાય છે અને 15 થી 20 મિનીટથી વધુ આવું રહે તો તે ગેર હૃદય સંબંધી પરેશાની હોય શકે છે. આથી જો તમે આવા લક્ષણોને અનુભવો છો તો ડોક્ટર પાસે જરૂર જાવ. દરરોજ ગેસ થવો અને અને દવા લેવાથી સારું થઈ જતું હોય તો ઠીક છે. પણ હાર્ટએટેકના લક્ષણોમાં પેટમાં જલન, એઠન અને અપચો થાય છે. તે ગેસની દવા લેવાથી ઠીક નથી થતી. જ્યારે વ્યક્તિ કામ કરશે તો આ પરેશાની વધી જશે. ધુમ્રપાન કરતા લોકો માટે આ ખતરનાક છે. આવા લક્ષણ દેખાતા તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

અસામાન્ય છાતીનો દુઃખાવો નીચેના કારણોથી થાય છે : ગેસની સમસ્યા, ફેફસા સંબંધી સમસ્યાઓ, એસિડ રીફલકસ, તણાવ, મસ્કુંલેસ્કેલેટલ બીમારી, કોસ્ટોકોન્ડ્રાઈટીસ.એટીપીકલ ચેસ્ટ પેઈન ના લક્ષણ કેવા લોકોમાં વધુ જોવા મળે : નબળી ઇમ્યુનિટી – જે લોકોની ઇમ્યુનિટી કમજોર હોય છે તે લોકો એટીપીકલ ચેસ્ટ પેઈનની વધુ નજીક હોય છે. કમજોર ઇમ્યુનિટીમાં ચેસ્ટ પેઈન વધુ જોવા મળે છે.

અનિયંત્રિત ડાયાબિટીસ : એવા દર્દી જેમણે ડાયાબિટીસ અથવા અનિયંત્રિત ડાયાબિટીસ છે, તે લોકો પર એટીપીકલ ચેસ્ટ પેઈનનું વધુ જોખમ રહે છે. જ્યારે કેન્સર જેવી બીમારીઓમાં પણ એટીપીકલ ચેસ્ટ પેઈન થાય છે. આ બધી જ ગંભીર બીમારીઓ છે, જેમાં વ્યક્તિની ઇમ્યુનિટી કમજોર હોય છે.

વડીલો અને મહિલાઓ : વડીલોની ઉંમર વધવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે. સાથે જ તેમાં બીમારી પણ વધે છે. આ જ કારણ છે કે આ લોકોમાં હાર્ટની બીમારી વધે છે. આ ઉંમરે હૃદયની માંસપેશીઓ પણ સંકોચવા લાગે છે. આથી રક્ત પ્રવાહ પણ પ્રભાવિત થાય છે. જ્યારે મહિલાઓ કે જેનો મેનોપોજ સમય ચાલી રહ્યો હોય અથવા પૂરો થઈ ગયો છે તો તેઓ પણ હૃદય રોગની વધુ નજીક હોય છે.શું છે બચવાના ઉપાય ? : ડોક્ટરના જણાવ્યા અનુસાર જ્યારે તમને આ લક્ષણ જોવા મળે છે, તો ડોક્ટરને મળો. ડોક્ટર કારણો અનુસાર આ પરેશાનીનું સમાધાન શોધે છે. આ સિવાય હેલ્દી લાઈફસ્ટાઈલ અપનાવીને હાર્ટને સ્વસ્થ રાખી શકાય છે. હૃદયની બીમારી મોટાભાગે કસરતની કમી, ખરાબ ખાનપાન, વગેરેને કારણે થાય છે. જો તમે નિયમિત કસરત અને હેલ્દી ડાયટને અનુસરો છો તો હાર્ટની બીમારીથી બચી શકો છો.

ઘણા કેસોમાં છાતીમાં દુઃખાવો થવો સામાન્ય છે, પણ આ દુઃખાવો સતત શરૂ રહે છે અને સાથે પરસેવો પણ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખુબ જ થાક લાગે છે, ઉલટી અને ઉધરસ આવે છે, આવા લક્ષણ દેખાય છે તો ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ. આમ છાતીમાં દુઃખાવાને નજરઅંદાજ કરીને અન્ય બીમારીને આમંત્રણ ન આપો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment