આ 6 શારીરિક કારણોના લીધે ઉપસી આવે છે હાથની નસો… 6 નંબરનું કારણ છે વધુ ભયાનક… જાણો હાથની નસો દેખાવના મૂળ કારણો…

આજની જીવનશૈલી અને ખાણીપીણીને જોતા સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. આવા પરિવર્તનોમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધુ જોવા મળે છે. આવી સમસ્યાઓમાં એક છે નસોનું અતિશય ફૂલી જવું. શું તમારા હાથમાં પણ આ પ્રકારની નસો જોવાય છે? જો તેનો જવાબ હા હોય તો આ સામાન્ય હોઈ શકે છે. મોટાભાગના લોકોના હાથ પર ઉપસેલી નસો સામાન્ય હોઈ શકે છે. એવામાં હાથ પર નસો જોવાયા બાદ પણ વ્યક્તિ રોજિંદા કામો કરી શકે છે.

પરંતુ કેટલાક લોકોમાં હાથ પર નસો દેખાય તે મોટી સમસ્યા પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હાથની નસોમાં દુખાવો થાય છે લોકોને કામગીરી કરવામાં મુશ્કેલી આવી શકે છે. પરંતુ આખરે હાથની નસો કેમ દેખાય છે? કે પછી હાથની નસો કેમ ફૂલે છે? હાથમાં નસો બહાર કેમ નીકળે છે? આ પ્રશ્નોના જવાબ આપતા ડોક્ટર 6 કારણ જણાવે છે. તો આવો આપણે વિસ્તારપૂર્વક જાણીએ તે કયા કારણો છે.

હાથની નસો કેમ દેખાય છે?  

1) વજન ઓછું હોવું:- જે લોકોનું વજન ઓછું હોય છે તેમના હાથ પર નસો દેખાઈ શકે છે. હાથમાં ઓછી ફેટ હોય તો નસ દેખાઈ શકે છે. આમ તો આ સામાન્ય હોય છે પરંતુ કેટલાક લોકોના હાથમાં ઉપસેલી નસો સમસ્યા પણ ઉભી કરી શકે છે. 

2) એક્સરસાઇઝ કરવી કે શરીરનું તાપમાન વધવું:- એક્સરસાઇઝ કરવાથી શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. ગરમીના કારણે  હાથ પર નસો દેખાઈ આવે છે. એક્સરસાઇઝ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે જે હાથની નસો દેખાવાનું એક કારણ છે. જ્યારે એક્સરસાઇઝ કરતા વધારે વજન ઉઠાવવામાં આવે તો લોહીના પ્રવાહમાં વૃદ્ધિ થાય છે તેનાથી માસ પેશીઓ સખત બને છે અને નસો ફૂલેલી હોય તેવું દેખાવા લાગે છે.તેના સિવાય એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશર પણ વધે છે તેનાથી તમારી નસો ત્વચાની નજીક આવી જાય છે અને નસો ઉપસેલી હોય તેવી દેખાય છે. પરંતુ જ્યારે એ બ્લડ પ્રેશર સામાન્ય થાય છે તો આ હાથની નસો પણ સામાન્ય બની જાય છે.

3) વારસાગત:- જો તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિના હાથમાં ઉપસેલી નસો હોય તો શક્યતા છે કે તમારા હાથ પર પણ નસો દેખાય શકે છે એટલે કે વારસાગત કારણ પણ હાથ પર નસો દેખાવાનું એક કારણ હોઈ શકે છે. 

4) વધતી ઉંમર:- જેમ જેમ ઉંમર વધે છે ત્વચા પાતળી થતી જાય છે. ત્વચા સ્થિતિસ્થાપકતા ગુમાવવા લાગે છે અને હાથ પરની નસો વધુ દેખાય છે. ઉંમર વધવાથી નસોમાં વાલ નબળો પડતો જાય છે. તેનાથી નસોમાં લોહી જમા થાય છે અને નસ ઉપસેલી દેખાય છે.5) ફ્લેબિટિસ:- ફ્લેબિટિસ એ અંતર્ગત તબીબી સ્થિતિ છે. જેના કારણે હાથ પર સોજો આવી શકે છે. હાથ પર નસો દેખાવા લાગે છે. તેના સિવાય હાથમાં સંક્રમણ અને ઓટો ઇમ્યુન બીમારીના કારણે પણ હાથની નસોમાં સોજો આવી શકે છે. હાથમાં નસો દેખાવાનું એક કારણ લોહી ગંઠાવવું પણ હોઈ શકે છે.

6) વેરીકોજ વેન્સ:- આમ તો વેરીકોજ વેન્સ પગમાં વધારે દેખાય છે. પરંતુ કેટલાક લોકોમાં હાથ પર પણ વેરીકોજ વેન્સ નજર આવી શકે છે. વેરીકોજ વેન્સ ત્યારે થાય છે જ્યારે નસોમાં લોહી જમા થાય છે. નસો ફુલેલી અને ઉપસેલી નજર આવે છે. તેથી કહેવાય છે કે હાથમાં વેરીકોજ વેન્સના કારણે જ નસો દેખાઈ શકે છે. આ સ્થિતિ દુઃખદાયક અને કષ્ટદાયક હોય છે. આનો ઈલાજ કરવો અનિવાર્ય હોય છે. આ પ્રકારની સ્થિતિ એટલે કે નસો વધુ ઉપસેલી કે ફૂલેલી જોવામાં આવે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment