શરીર પર આ સંકેતો દેખાય તો સમજી જજો કે નસોમાં જામી ગયા છે લોહીના ગઠ્ઠા, જાણો ક્યાં છે એ સંકેતો અને થવાના મૂળ કારણો…

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં લોહીનું સતત વહેતું રહેવું જરૂરી છે. પણ જયારે આ લોહી નસમાં જામવા લાગે ત્યારે તમને ખુબ જ નુકશાન થઇ શકે છે. આથીત અમારે અગાઉ સાવધાન થવાની જરૂર છે. જયારે તમારા શરીરમાં નસમાં લોહી જામવા લાગે છે ત્યારે અમુક લક્ષણ તમારા શરીર પર દેખાઈ છે. જેને અવગણવા ન જોઈએ.  

શરીરમાં લોહો જામી જવું ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. બ્લડ ક્લોટિંગ એટલે કે, લોહીની ગાંઠો થવાથી લોહી તરાલ પદાર્થ થી એક જેલમાં બદલાવા લાગે છે. તેને થ્રોમ્બોસિસ પણ કહે છે. ઘા પડવાથી કે કટ પડે ત્યારે એવી સ્થિતિમાં બ્લડ ક્લોટિંગ જરૂરી હોય છે કારણ કે તે શરીરમાં વધારે લોહી નીકળવાથી અટકાવે છે. પરંતુ જ્યારે આ ક્લોટિંગ શરીરની અંદર નસોમાં થવા લાગે છે તો ખતરનાક બની જાય છે. નસોની બ્લડ ક્લોટિંગ ખતરનાક હોય છે. તેના કારણે હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોક થઈ શકે છે.બ્લડ ક્લોટ ઘણા પ્રકારના હોય છે. મોટાભાગે પગની નીચેના ભાગમાં બ્લડ ક્લોટિંગ જોવા મળે છે, પરંતુ હાથ, હ્રદય, ફેફસા, બ્રેન, પેટ અને શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે. તે સિવાય નસો અને ધમનીઓમાં પણ બ્લડ ક્લોટ થઈ શકે છે.

કોવિડ-19ના દુષ્પ્રાભાવોમાંથી એક બ્લડ ક્લોટિંગ છે, જેનાથી ધમનીઓમાં ગાંઠો થવાનું જોખમ પણ વધી જાય છે. કોવિડ-19 પછીની અસરો પર કરવામાં આવેલા અધ્યયનો મુજબ, જે લોકો વાઇરસથી સંક્રમિત થયા તેમાં લગભગ એક વર્ષ બાદ લોહી જામવાનું જોખમ ઘણું વધારે જોવા મળ્યું. ત્યાર બાદ કરવામાં આવેલી અન્ય સ્ટડીઝમાં પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી કે, કોરોના વાઇરસના કારણે લોહી જામવાનું જોખમ ઘણું વધારે હોય છે જેના કારણે હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે.નસો અને ધમનીઓ દ્વારા શરીરમાં રક્તનો સંચાર થાય છે. ધમનીઓમાં બનતી લોહીની ગાંથોને આર્ટેરિયલ ક્લોટ કહે છે. આર્ટેરિયલ ક્લોટના કારણે દુખાવો અને લકવા થઈ શકે છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ થઈ શકે છે. નસોમાં થતાં બ્લડ ક્લોટને વેનસ ક્લોટ કહેવામા આવે છે. આ પ્રકારની ક્લોટિંગ ધીરે ધીરે વધે છે જે જીવલેણ પણ થઈ શકે છે.

મસ્તિષ્કમાં લોહીની ગાંઠ થવાથી લોહીનો પ્રવાહ અટકી જાય છે જેના કારણે બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શરીરમાં લોહી જામી જાય ત્યારે ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. એવામાં જરૂરી છે કે તમે શરીરમાં દેખાતા લક્ષણોને નજરઅંદાજ ન કરો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. 

બ્લડ ક્લોટિંગના લક્ષણો:-  

1) સ્કીનનો કલર બદલાવો:- જો કોઈ ગાંઠ તમારા હાથ કે પગની નસોને બંધ કરી દે છે તો તે નીલા અથવા લાલ રંગના દેખાય છે. નસો ડેમેજ થવાને કારણે તમારી સ્કીન ફિકિ પડી શકે છે.2) સોજા:- જ્યારે પણ લોહીની ગાંઠ તમારા શરીરમાં બ્લડ ફ્લો અટકાવે છે તો તે કોશિકાઓમાં જમા થાય છે જેના કારણે તેમાં સોજો આવવા લાગે છે. તમારા હાથ કે પેટમાં પણ લોહીની ગાંઠ થઈ શકે છે.3) છાતીમાં દુખાવો:- જો તમને અચાનક છાતીમાં દુખાવો થતો હોય તો તેનો મતલબ છે કે તમારા શરીરમાં બનનારી લોહીની ગાંઠ તૂટી ગઈ છે. તે એ વાતનું પણ સંકેત આપે છે કે, તમારી ધમનીઓમાં રહેલ લોહીની ગાંઠને કારણે તમને હાર્ટ એટેક આવી શકે છે.

4) શ્વાસ લેવામાં સમસ્યા:- જો તમને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તો તે ફેફસા અને હ્રદયમાં ક્લોટિંગનું સંકેત હોય શકે છે. તેને ખૂબ જ ગંભીર લક્ષણ ગણવામાં આવે છે. 

5) સતત ઉધરસ આવવી:- સતત આવતી ઉધરસ પણ શરીરમાં લોહીની ગાંઠ બનવાનું એક લક્ષણ છે. જો છાતીમાં દુખાવાની સાથે જ તમને સૂકી ઉધરસ આવતી હોય કે ઘણી વખત કફ સાથે લોહી આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો જરૂરી છે કે તમે જલ્દી જ ડોક્ટરનો સંપર્ક કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment