રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…

મિત્રો આપણે ત્યાં દેશી ગરમ મસાલાનું વિશેષ મહત્વ રહેલું છે. મરી એ એક ગરમ એવો ગરમ મસાલો છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરવામાં આવે છે. તેમજ આ ગરમ મસાલાઓમાં રહેલા ગુણ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. શિયાળામાં ગરમ મસાલાનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. મરીનું સેવન પણ ખુબ જ સારું છે. તેના સેવનથી તમને અનેક ફાયદાઓ મળે છે.  

મરીનો ઉપયોગ મોટાભાગે ભારતીય ઘરોમાં કરવામાં આવે છે. કોઈ મરીને સલાડ, શિકંજીમાં, તો કોઈ ખાવાની સ્વાદ વધારવા માટે ઉપયોગ કરે છે. મરીનો ઉપયોગ ચાનો ઉકાળો વગેરેમાં પણ કરવામાં આવે છે. મરી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી પરંતુ, મરી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને શિયાળામાં મરી ખાવા ખૂબ જ લાભદાયી હોય છે. વાસ્તવમાં, મરીની તાસીર ગરમ હોય છે. એવામાં શિયાળામાં મરી ખાવાથી શરીરને ગરમી મળે છે અને શરીરમાં જામેલ ટોક્સિંસ પણ બહાર નીકળે છે. તમને જણાવી દઈએ કે, મરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. મરીમાં એન્ટિ-ફ્લૈટુલેંસ, ડ્યુરેટીક, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી, ડાયઝેસ્ટિવ જેવા ગુણ જોવા મળે છે. આ બધા જ ગુણ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ કરવામાં અસરકારક ગણવામાં આવે છે. તો ચાલો, જાણીએ શિયાળામાં મરી ખાવાના ફાયાદાઓ શું છે? કે પછી મરી ખાવાથી શું ફાયદાઓ મળે છે? 

શિયાળામાં મરી ખાવાના ફાયદા:- 

1) પાચન માટે ફાયદાકારક:- મરી પાચન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મરી પાચનથી જોડાયેલી સમસ્યાઓ સરખી કરવામાં મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, મરીમાં પાઇપરીન નામનો પદાર્થ જોવા મળે છે. તે પેટના પાચન એંઝાઇમોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે, તેનાથી પાચન ક્ષમતાને વધારવામાં મદદ મળે છે. મરીનું સેવન તમે કોઈ પણ પ્રકારે કરી શકો છો.2) તાવ-શરદીમાં રાહત:- મરીની તાસીર ગરમ હોય છે સાથે જ મરીમાં ઘણા પોષકતત્વો પણ જોવા મળે છે. મરીમાં રહેલ પાઇપરીન નામનું કંપાઉંડર શરદી, ઉધરસ અને ટાવને સરખું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેની સાથે જ મરીના સેવનથી ગળાની ખરાશમાં પણ આરામ મળી શકે છે. માટે જો તમને સામાન્ય રીતે તાવ, શરદી, ઉધરસ રહેતી હોય તો આવી સ્થિતિમાં મરીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. 

3) વજન ઘટાડે છે:- શિયાળામાં એક બાજુ જ્યાં વજન ઝડપથી વધવા લાગે છે, મરી તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. મરીનું સેવન કરવાથી તમે વજનને કંટ્રોલમાં રાખી શકો છો. વાસ્તવમાં, મરીમાં ફૈટ ઓછી હોય છે. એવામાં જો તમે મરીની ચા કે ઉકાળો કે પછી સેન્ડવિચ ખાઓ છો તો વજન કંટ્રોલમાં રહે છે.4) સાંધાના દુખાવામાં રાહત અપાવે છે:- શિયાળામાં સામાન્ય રીતે માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી પરેશાન થવું પડે છે. જો તમને પણ સાંધામાં દુખાવો રહેતો હોય તો, તમે શિયાળામાં મરીને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો. શિયાળામાં દરરોજ મરીનું સેવન કરવાથી તમને સાંધાનો દુખાવો અને સોજામાં આરામ મળે છે. મરીમાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિઅર્થરાઈટિસ અસર જોવા મળે છે. એવામાં તે દુખાવા અને સોજાને મટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. 

5) ઇન્ફેક્શનથી બચાવે છે:- મરીમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. એવામાં જો તમે દરરોજ મરીનું સેવન કરો છો તો તેનાથી તમે ઇન્ફેક્શનની સમસ્યાથી બચી શકો છો. મરીને ખાવાથી તમે બેક્ટેરિયા, વાઇરસ વગેરેથી બચી શકો છો. શિયાળામાં મરી ખાવાથી શરદી-ઉધરસ, સાંધાનો દુખાવો અને ઇન્ફેક્શનથી બચાવ થઈ શકે છે. તેની સાથે જ મરી પાચન માટે પણ ખૂબ જ સારી હોય છે, તે સિવાય તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આમ શિયાળામાં ગરમ મસાલા તરીકે ઓળખાતા મરીનું સેવન ખુબ જ લાભકારી છે.

કાળા મરીનું સેવન કરવાની રીત:- કાળા મરીનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો. જેમાં મરીને ઝીણો ભુક્કો કરીને શાક બનાવવામાં પણ નાખી શકો છો. તેમજ સલાડમાં પણ એ ભુક્કો નાખીને સેવન કરી શકો છો. તેમજ લીંબુ સરબતમાં પણ નાખીને તેનું સેવન કરવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment