વજન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ તમામને કંટ્રોલ કરશે આ કાળા દાણા… જાણો સેવનની રીત આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ…

આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડિત છે. ખરાબ જીવનશૈલી, ડાયટ અને તણાવ ડાયાબિટીસના મુખ્ય કારણો માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીને શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા ઓછી બને છે, બ્લડ શુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને સુગર લેવલને નિયંત્રિત રાખવા માટે એક ખાસ ડાયટ ફોલો કરવાની જરૂરત હોય છે. ડાયાબિટીસના દર્દીઓને વઘારે ખાંડ અને ઉચ્ચ GI સ્કોર ધરાવતા ખોરાકને ટાળવાની સલાહ આપવામાં આવે છે. એવામાં લગભગ ડાયાબિટીસના દર્દીને મનમાં પ્રશ્ન થાય છે કે તેઓ શું ખાઈ શકે છે અને શું નહીં? તો તેના જવાબમાં ડાયાબિટીસના દર્દીઓ કાળા ચણાનું સેવન કરી શકે છે. કાળા ચણા અત્યંત ગુણકારી છે.

ડાયાબિટીસ માં ચણા ખાઈ શકાય છે?:- કાળા ચણામાં પ્રોટીન ભરપૂર હોય છે તેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ચણા ફાયદાકારક છે. બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે તેથી તમે ડાયાબિટીસના રોગી હોવ તો કાળા ચણાને તમારા આહારમાં અવશ્ય સામેલ કરો.ડાયાબિટીસમાં ચણા ખાવાના ફાયદા:- કાળા ચણા માં ફાઇબર વધુ હોય છે. સો ગ્રામ ચણા માં લગભગ 17 ગ્રામ ડાઇટરી ફાઇબર હોય છે. વધુ ફાઇબર વાળા ખોરાક સુગર લેવલને નિયંત્રિત કરે છે. ચણામાં દ્રવ્યશીલ અને અદ્રાવ્યશીલ બંને પ્રકારના ફાઇબર ઉપલબ્ધ હોય છે. આ બંને ફાઇબર મળીને સુગર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ચણામાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ માત્ર 28 હોય છે. તેથી પણ આ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક માનવામાં આવે છે. આ બ્લડપ્રેશરને વધતું અટકાવે છે. ચણાના માત્ર ડાયાબિટીસ જ નહિ પરંતુ તેનાથી થતી સમસ્યાઓ જેવી કે કોલેસ્ટ્રોલ,હૃદયરોગના જોખમને પણ દૂર કરે છે. સ્થૂળતા ડાયાબિટીસના દર્દીઓની સમસ્યાને વધારી શકે છે. પરંતુ તમે નિયમિત રૂપે અંકુરિત ચણા ખાઈને ને તમારું વજન નિયંત્રિત રાખી શકો છો.ડાયાબિટીસમાં ચણા ખાવાની રીત:- 

1) ચણાની ચાટ:- ડાયાબિટીસના દર્દીઓ ચણાની ચાટ ખાઈ શકે છે. તેના માટે તમે ટામેટા, ડુંગળી, કાકડી અને મરચા ને ઝીણા ઝીણા કાપી લો અને બાફેલા ચણામાં મેળવો. ત્યારબાદ તેમાં લીંબૂ અને મીઠું નાખીને ખાઓ.

2) શેકેલા ચણા:- તમે ઈચ્છો તો શેકેલા ચણા પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તમે ચણાને પેનમાં રોસ્ટ કરી શકો છો. ત્યારબાદ તેમાં મીઠું લીંબુનો રસ નાખીને ખાઈ લો.3) ફણગાવેલા ચણા:- ડાયાબિટીસમાં તમે ફણગાવેલા ચણા પણ ખાઈ શકો છો તેના માટે તમે થોડા ચણાને આખી રાત પલાળીને રાખી દો. ત્યારબાદ તેને એક કપડામાં ફણગાવવા માટે બાંધી લો. ત્યારબાદ તમે આનુ સેવન કરી શકો છો.

ડાયાબિટીસમાં ચણા ખાવા નો યોગ્ય સમય:- ડાયાબિટીસના દર્દીઓ માટે ચણા ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવાર નો હોય છે. સુગર ના દર્દી નાસ્તામાં ચણાનું સેવન કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તા ને ક્યારેય સ્કિપ ન કરવો જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો તમે ચણાને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. આનાથી તમને પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળશે. સાથે જ બ્લડ શુગર લેવલ અને વજન પણ નિયંત્રિત રહેશે. તમે ચણા ને નાસ્તામાં કોઈપણ રીતે ખાઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment