જાણો તીખું, ગળ્યું અને નમકીન ખાવાનો સમય અને રીત, એક સાથે ખાતા હોવ તો જાણો આ માહિતી… નહિ તો પડી જશે મોંઘુ…

આપણા સ્વાસ્થ્યનો આધાર આપણે કેવું ભોજન અને કેવા પ્રકારની જીવનશૈલીને અપનાવીએ છે તેના પર છે. ભારતીય જમણમાં વિશેષ કરીને ગુજરાતી થાળીમાં ગળી વાનગીનું એક વિશેષ મહત્વ છે. ભારતના લગભગ દરેક ભાગમાં જમવાની સાથે કંઈક ને કંઈક મીઠાઈ ખાવાની પરંપરા છે. પરંતુ શું ખાવાની સાથે ગળ્યું ખાવાનું યોગ્ય છે? કેટલાક લોકો ખાવાની સાથે ગળી વસ્તુ ખોટી રીતે થાય છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય અને પાચન પર ખરાબ અસર પડે છે. જી હા, આયુર્વેદ પ્રમાણે ભોજનમાં મીઠાઈ, મસાલેદાર અને ખારી વસ્તુઓને ખાવાના કેટલાક નિયમો છે, જેને અવગણવામાં આવે તો લાંબા ગાળે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

આયુર્વેદ ભોજનની તાસીર અને સ્વાદ પ્રમાણે ખાવા ને એક ખાસ ક્રમમાં ખાવાની વાત કરે છે. આ વિશે વધુ પ્રકાશ પાડતાં આયુર્વેદાચાર્ય જણાવે છે કે મીઠાઈ અને તીખું ખાવા પર જઠરાગ્નિ પ્રભાવિત થાય છે અને પાચન પર અસર પડે છે. તો આવો જાણીએ મીઠાઈ ખાવાના કયા સાચા નિયમ છે.ભોજનમાં મીઠાઈ અને તીખું એકસાથે કેમ ન ખાવું જોઈએ?:- આયુર્વેદ પ્રમાણે ગળ્યું અને તીખું એકસાથે ન ખાવું જોઈએ કારણ કે તેનાથી પાચન ધીમું થઇ જાય છે અને શરીર ભોજનમાં પોષક તત્વોને આવશોષિત નથી કરી શકતું. વિજ્ઞાન પણ એ જ માને છે કે મીઠી વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ ઉપલબ્ધ હોય છે જેને તોડવામાં પાચનતંત્રને વધુ સમય લાગે છે. તેથી મીઠાઈ અને તીખું એક સાથે ખાવા પર અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે તેનાથી ભોજનને પચાવવામાં સમય લાગે છે અને વ્યક્તિને આળસ આવે છે.

આયુર્વેદ પ્રમાણે મીઠાઈ, તીખું અને નમકીન ખાવાનો કયો સમય યોગ્ય છે?:- જો આયુર્વેદની વાત માનીએ તો ખાવામાં સૌથી પહેલાં કાચા સલાડ ખાવા જોઈએ જેનો સ્વાદ તેના ગુણ પ્રમાણે તીક્ષ્ણ, મીઠો અથવા એસિડિક હોઈ શકે છે. ત્યાર બાદ તમે ખાટી વસ્તુ ત્યારબાદ નમકીન વસ્તુ અને અંતમાં તીખી વસ્તુઓ ખાઈ શકો છો. પરંતુ મીઠાઈ ખાવા ના થોડા સમય પહેલા કે બાદમાં ખાવું જોઈએ. જમ્યા બાદ મીઠાઈ ખાવાથી શુગર વધે છે અને તે જઠરાગ્નિને ધીમુ કરી શકે છે જેનાથી ખાવાનું પચતું નથી આ કારણે વ્યક્તિને છાતીમાં બળતરા, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. જો તમે ખાતા પહેલા કે બાદમાં પણ ગળ્યું ખાવ છો તો ધ્યાન રાખવું કે ગળી વાનગીઓની માત્રા ભોજનનો 1/8મો ભાગ જ હોવો જોઈએ એટલે કે એ યોગ્ય નથી કે તમે નમકીન વસ્તુ ઓછી ખાવ અને ગળી વાનગીઓ વધુ ખાઈ લો. તે યોગ્ય નથી.

નમકીન અને તીખી વસ્તુઓ પહેલા કેમ ખાવી જોઈએ?:- આયુર્વેદમાં 6 રસ જણાવ્યા છે. આ રસ છે – ખારું, મધુર, તેજાબી, તીખું, કડવું અને તીખું. મધુર રસ નો મતલબ મીઠી વસ્તુઓથી છે. અહીંયા એ જરૂરી નથી કે સ્વાદમાં મીઠી વસ્તુઓમાં જ મધુર રસ હોય કારણ કે દૂધ, ઘી, બદામ, અખરોટ જેવી વસ્તુઓ આંતરિક રીતે જ મધુર હોય છે. આમાંથી ઘી ને છોડીને અન્ય વસ્તુઓનું સેવન મુખ્ય ભોજન સાથે ન કરવું જોઈએ.તીખી અને ખારી વાનગી તમારા પાચનતંત્રને સક્રિય કરે છે. આના સેવનથી શરીર તૈયારીમાં જ પાચક રસ ઉત્પાદિત કરવા લાગે છે અને ભોજનને પચાવવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. તેની વચ્ચે શરીરનું તાપમાન વધી જાય છે તેથી તીખું ખાધાના બાદ કેટલાક લોકોને પરસેવો આવે છે અને ગરમી લાગવા માંડે છે. પરંતુ અહીંયા પણ લોકો ભૂલ કરે છે કે તીખું ખાધા ના તુરંત બાદ પાણી પી લે છે. આમ કરવાથી પાચન પર ખરાબ અસર પડે છે તેથી ભોજન એટલું જ તીખું ખાવું જેટલું તમે પાણી પીધા વગર પૂરું કરી શકો. ભોજન કરતા સમયે વચ્ચે પાણી પીવું યોગ્ય નથી.  

કુદરતી અને સ્વાસ્થ્યવર્ધક ગળી વસ્તુઓનું સેવન કરો:- આયુર્વેદાચાર્ય કહે છે કે પહેલાના સમયમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ ન હતી, જેટલી આજે છે અને તેને બનાવવામાં સફેદ ખાંડનો ઉપયોગ પણ નતો થતો. ત્યારે મીઠાઈ બનાવવા માટે ડ્રાયફ્રુટ ફળનો રસ, મધ, ગોળ, મહુઆ, દૂધના ખોયા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો.  પરંતુ આજકાલ મીઠી વાનગીઓ જેવી કે પેસ્ટ્રી, ડોનટ્સ, બ્રાઉની, ખાંડ ઓગાળીને બનાવેલી મીઠાઈઓ વગેરે ખાવાનું ચલણ વધ્યું છે. આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જો તમને જમ્યા બાદ મીઠું ખાવાની તીવ્ર ઇચ્છા થતી હોય તો થોડો ગોળનો ટુકડો ખાવો કે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ લેવા. ક્યારેક-ક્યારેક ખીર, હલવો, લસ્સી, ગોળ-દહીં વગેરે ખાઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment