વગર દુખાવે પથરી ભાંગી ને નીકળી જશે બહાર । જાણીલો આ પાંદડા ઉપયોગ કરવાની રીત.

🤷‍♀️ આ પાંદડાનું સેવન પથરી માટે વરદાન સ્વરૂપ છે….. 🤷‍♀️

🤷‍♀️ પાણાફાડ કે પથ્થર ફાડ (હિન્દીમાં “પથ્થર ચટ્ટા” કહેવાય )  એક પ્રકારનો છોડ છે. જે કિડનીમાં પથરીની સમસ્યાને દૂર કરે છે. આયુર્વેદમાં ભસ્મપથ્થરી, પાશાણ ભેદી અને પુટ્ટીના નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ છોડને પર્ણબીજના નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સામન્ય રીતે આપણે કંઈ વસ્તુ જમીનમાં ઉગાડવી હોય તો તમારે બીજ જોઈએ અથવા તો તમારે કોઈ નાનો મૂળ વાળો છોડ જોઈએ. પરંતુ આ છોડનું પાંદડું જો જમીન પર વાવો તો સરળતાથી તે ઉગી જશે. તેનો સ્વાદ પણ ખાવામાં ખાટો અને નમકીન હોય છે. સ્વાદમાં પણ અન્ય છોડની તુલનામાં સ્વાદિષ્ટ હોય છે. કુદરતી રીતે આ છોડ પથ્થરમાંથી પણ ઉગતો હોય તેમ કહેવાય છે. એટલે જ તે પથ્થર ફાડવાની ક્ષમતા ધરાવે છે.🤷‍♀️ ખાસ કરીને આ છોડ પથરી દૂર કરવા માટે વપરાય છે. જે લોકોને કીડનીમાં તથા પિત્તાશયમાં પથરી હોય તેમણે આ છોડના પાંદડાનું સેવન કરવું જોઈએ. પથરીને તોડીને જળમૂળમાંથી બહાર કાઢે છે. માટે જ આ છોડને પથરી નાશક પણ કહી શકાય. પથરી સિવાય અન્ય સમસ્યામાં પણ લાભદાયી છે. પરંતુ મિત્રો આ છોડનું એક યોગ્ય માત્રામાં સેવન કરવું ખુબ જ જરૂરી છે. જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો તે એક પ્રકારની આદત બની જાય છે. આપણા શરીર માટે તેથી યોગ્ય રીતે સેવન કરવું ખુબ જ આવશ્યક બની જાય છે. તો આજના અમારા આર્ટીકલમાં અમે તમને જણાવશું કે  કેટલી માત્રામાં, ક્યારે અને કેવી રીતે આ છોડના પાંદડાનું સેવન કરવું જોઈએ.

🤷‍♀️ પાણાફાડના ઉપચાર અને ફાયદાઓ : 🤷‍♀️ મિત્રો કોઈને કિડનીમાં પાથરી હોય તો તેણે નીચે જણાવેલી રીત પ્રમાણે સવારે અને સાંજે ખાલી પેટ આ પાંદડાનું સેવન કરવું જોઈએ :-🤷‍♀️ બે પાંદડાને તોડી પાણીની મદદથી સારી રીતે સાફ કરી લો. સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે તેનું સેવન કરી શકો છો.
🤷‍♀️ બે પાંદડા સાફ કરી તેને એક ગ્લાસ પાણીમાં નાખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં
¼ પાણી રહે. જયારે પાણી ¼ રહી જાય ત્યારે ગેસ બંધ કરી. તેને થોડું ઠંડુ થવા દો અને ત્યાર બાદ તેનું સેવન કરવું. એકદમ ઠંડુ નથી કરવાનું થોડું ગરમ રહેવા દેવાનું છે.

🤷‍♀️ તમે તેને પીસીને તેની ચટણી બનાવીને પણ સેવન કરી શકો છો. તેના માટે તમે બે તાજા પાંદડા લો અને તેને તેને દસ્તા વડે પીસી લો તેમજ તેમાં બે ચમચી પાણી નાખી તેને ફરી પીસી લો અને આ રીતે તમે તેની ચટણી બનાવીને પણ સેવન કરી શકો છો.

🤷‍♀️ આ ઉપરાંત જો તમારી પાસે તેને ગરમ કરી ઉકાળો બનાવવાનો કે તેની ચટણી બનાવવાનો સમય ન હોય તો તમે તેનો સીધો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે બે પાંદડા લઇ તેને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લો. ત્યાર બાદ તેને સવારે ખાલી પેટ ચાવી જવા.🤷‍♀️ તમારે પીસીને ચટણી બનાવી ને ન ખાવા હોય તો તમે તેને પીસીને હાથ વડે દબાવીને તેનો જે રસ નીકળે તેનું પણ સેવન કરી શકો છો. 🤷‍♀️
તો કિડનીની પથરી માટે ઉપર જણાવેલ કોઈ પણ રીતે જો સવાર સાંજ તેનું સેવન કરવામાં આવે તો પંદર દિવસ કે મહિનામાં પથરી તૂટી જાય છે અને બહાર નીકળી જાય છે.

🤷‍♀️ પિત્તાશયની પથરી હોય તો ઉપર જણાવ્યા મૂજબ જ કોઈ પણ રીત પ્રયોગ કરી શકો છો. પરંતુ તમારે તેમાં બે વસ્તુ ઉમેરીને ત્યાર બાદ તેનું સેવન કરવાનું છે. કોઈ પણ રીતે તમે  પ્રયોગ કરો મતલબ કે ઉકાળો, રસ કે ચટણી બનાવો તેમાં તમારે અડધી ચમચી મધ અને એક ટીપા જેટલું શિલાજીત (શિલાજીત પણ એક પ્રકારની વનસ્પતિ છે જેનો ઉપયોગ ઔષધી બનાવામાં લેવાય છે )ઉમેરવાનું છે. હવે તેને તેમાં મિક્સ કરી ત્યાર બાદ તેનું સેવન કરવું. કારણ કે પિત્તાશયની પથરીને બહાર નીકળવામાં વાર લાગે છે. જેમ જેમ પિત્તાશય નીકળે તેમ તેમ પથરી પણ ડીસોલ્વ થતી જાય છે અને બે થી ત્રણ મહિના નિયમિત સેવન કરવામાં આવે તો પથરી નીકળી જાય છે.🤷‍♀️ અન્ય ફાયદાઓ:- 🤷‍♀️ આ ઉપરાંત આ પાંદડાનું સેવન કરવાથી પેટમાં થતા અલ્સર મટી જાય છે. 🤷‍♀️ ત્રણ ચમચી આ પાંદડાના રસમાં અડધી ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરી તેનું સેવન કરવાથી પેટનો દુઃખાવો  દૂર થાય છે.
🤷‍♀️ આ ઉપરાંત તમને કંઈ વાગ્યું હોય અથવા તો કોઈ જીવજંતુ કરડી ગયું હોય તો તેના માટે પણ ખુબ જ સારો ઉપાય છે. તેના ઉપચાર માટે તાજા પાંદડા ચાવીને તેને પ્રભાવિત જગ્યાએ લગાવો. આ ઉપરાંત પાંદડાને થોડા ગરમ કરી લો ત્યાર બાદ તેને પીસીને પ્રભાવિત જગ્યા પર લગાવો. જો કોઈ ઘાવ પડી ગયો હોય તો અઠવાડિયામાં ઠીક થશે તેમજ અન્ય બાબતોમાં ત્રણથી ચાર દિવસના ઉપચારમાં ઠીક થઇ જશે.

🤷‍♀️ જ્યારે પણ તમે આ પાંદડાનો કોઈ પણ ઉપચાર કરો તો તમારે તાજા પાંદડા લેવાના છે. કારણ કે તે વધારે અસરકારક હોય છે. તેમજ જો તાજા ન મળી શકતા હોય તો તે પાંદડાને ભીના કપડામાં વીટીને ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
🤷‍♀️ આ ઉપરાંત હોમીયોપેથીમાં પણ આ પાંદડાનો ઉપયોગ કરીને એક દવા બનાવાય છે. જે ખાસ પથરીના ઉપચાર માટે અપાય છે તેનું નામ છે બર્બરીશ વલ્ગેરીશ 🤷‍♀️ આ રીતે અલગ અલગ ઉપચારોથી પથરીથી છૂટકારો મેળવી શકાય છે તેમજ અન્ય સમસ્યામાં પણ લાભ મેળવી શકાય છે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.
(૧) વેરી  હેલ્પફુલ   (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .

1 thought on “વગર દુખાવે પથરી ભાંગી ને નીકળી જશે બહાર । જાણીલો આ પાંદડા ઉપયોગ કરવાની રીત.”

Leave a Comment