પુરુષો માટે વરદાનરૂપ આનું સેવન આંતરડાને સાફ કરી પેટ અને લોહી કરી દેશે સાફ, પાચન અને હાડકાની સમસ્યા મફતમાં જ થઈ જશે દુર…

મિત્રો તમે કદાચ અનેક સુકા મેવાના ફાયદાઓ વિશે જાણતા હશો. આથી જ થોડા ઘણા પ્રમાણમાં પોતાની ડાયેટમાં ડ્રાયફ્રુટ્સને જરૂર સામેલ કરતા હશો. આવું જ એક ફળ છે અંજીર જેના અનેક ફાયદાઓ છે અને તેને પોતાની ડાયેટમાં સામેલ કરવાથી અનેક લાભ મળે છે. 

અંજીરએ અનેક પોષક તત્વોથી ભરપુર છે, જેનો ઉપયોગ લોકો સુકા મેવાના રૂપે વધુ કરે છે. તેમાં કેલેરી ઓછી હોવાના કારણે કેલેરી કંટ્રોલ કરતા આહારમાં તેને સામેલ કરી શકો છો. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે અંજીરનો ઉપયોગ ઔષધી બનાવવામાં પણ થાય છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

1) ડાઈજેશનની સમસ્યાથી છુટકારો અપાવે છે : અંજીરએ આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ આપે છે. તેમાં રહેલ પોષકતત્વ આપણા પાચન તંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. વાસ્તવમાં અંજીરમાં એક ફીકીન નામનું એન્જાઈમ હોય છે જે પાચન ક્રિયાને વ્યવસ્થિત બનાવવામાં તમારી મદદ કરે છે. આથી અંજીરને પોતાની ડાયેટમાં સામેલ કરવા જોઈએ. 

આ સિવાય જે લોકોને પેટની તકલીફ હોય જેવી કે કબજિયાતની સમસ્યા હોય તેમાં રાહત આપે છે. અંજીરએ ફાઈબરથી ભરપુર હોવાના કારણે કબજિયાતમાં રાહત અપાવવા સિવાય આંતરડાની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આથી તમે અંજીરનું સેવન કરીને કબજિયાતની તકલીફ દુર કરી શકો છો. 

2) પુરુષો માટે ફાયદાકારક છે : ડોકટર જણાવે છે કે, અંજીર શ્વસન સંબંધી સમસ્યાઓ દુર કરવામાં પણ મદદ કરે છે એટલે કે શ્વસન માર્ગમાં જો કફ જામી જાય તો અંજીર ખાવાથી તે કફ તરત જ બહાર નીકળી જાય છે. આ સિવાય તે પુરુષો માટે પણ ફાયદાકારક છે. કારણ કે તે પુરુષોની શુક્રાણુની દુર્બળતાને દુર કરે છે અને શુક્રાણુઓની માત્રામાં વધારો કરે છે.

3) હાડકાઓને મજબુત બનાવે છે : અંજીરની અંદર ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલ છે. આથી જ તે હાડકાઓને મજબુત કરવાનું કામ કરે છે. સ્વસ્થ હાડકાઓ માટે કેલ્શિયમનું પ્રમાણ હોવું જરૂરી છે આથી અંજીરમાં આ કેલ્શિયમ કુદરતી રીતે મળે છે. 

4) કેલેરી બર્ન કરે છે : જો તમે વ્યાયામ કરો છો તો અંજીર વ્યાયામ કરતી વખતે માંસપેશીઓની વધુ કેલેરીને બર્ન કરવામાં મદદ કરે છે. કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે વજન ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે હૃદય રોગથી પણ બચાવે છે. અંજીરમાં કેલેરી પણ ઓછી હોય છે, આથી અંજીરને ડાયેટમાં સામેલ કરવાથી કેલેરી બર્ન થાય છે. જો કે અન્જીરનું વધુ સેવન ન કરવું જોઈએ કારણ કે ગરમ પડી શકે છે.

5) વજન ઓછુ કરવામાં મદદ કરે છે : અંજીરની અંદર ભરપુર પ્રમાણમાં ફાઈબર રહેલ હોવાથી તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આથી તમે આડું અવળું કશું ખાવાથી બચી શકો છો. આ સિવાય આ ફાઈબર આંતરડાની કાર્ય પ્રણાલીને વધારવામાં પણ મદદ કરે છે, જે પાચન તંત્રને મજબુત બનાવે છે.

6) મેટાબોલીઝ્મ રેટને બુસ્ટ કરે છે : આ સિવાય તમને જણાવી દઈએ કે અંજીરની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નીજ, મેગ્નેશિયમ, તાંબુ, વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. આ સિવાય વિટામીન બી અને એ મેટાબોલીજ્મ રેટ ને વધારવાનું કામ કરે છે. 

7) સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે : અંજીરનો ઉપયોગ દવાઓના રૂપમાં પણ કરવામાં આવે છે. અંજીર તાવ દુર કરવાથી લઈને શરીરની ઉષ્મા એટલે કે ગરમીનો નાશ કરે છે. આ સિવાય તે લીવરની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. તે લોહીની પણ શુદ્ધિ કરે છે. તેમજ સ્કીનની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment