વગર દુઃખાવે પથરી ભાંગીને નીકળી જશે પેશાબ વાટે બહાર, જાણી લો આ દાણાનો ઉપયોગ…

વગર દુઃખાવે પથરી ભાંગીને નીકળી જશે પેશાબ વાટે બહાર, જાણી લો આ દાણાનો ઉપયોગ…

કિડનીની સમસ્યા એ એક સામાન્ય સમસ્યા છે, જે હંમેશા ખોટું ખાન-પાન અને ખુબ જ ઓછું પાણી પીવાના કારણે થાય છે. આ સમસ્યાથી કિડનીની અંદર નાના-નાના પથ્થર જેવા સ્ટોન બની જાય છે. જેથી દર્દીને અચાનક જ દુઃખાવો થવા લાગે છે અને પથરી જ્યારે મૂત્રનળીમાં આવી જાય છે, ત્યારે દર્દીને વધારે દુઃખાવો થાય છે. આ દુઃખાવો અસહનીય થઈ જાય છે.

પથરીની સમસ્યામાં ઉલ્ટી, પેશાબનું અટકી-અટકીને આવવું, પેશાબમાં લોહી આવવા, પેશાબમાર્ગમાં વધારે દુઃખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. આ સમસ્યાની સારવાર તમે કળથીની દાળથી કરી શકો છો. આવો જાણીએ પથરી દૂર કરવા માટે કળથીની દાળ કેવી રીતે મદદ કરે છે.

પથરી માટે કળથી : પથરીમાં કળથીની દાળ ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર કળથીની દાળમાં વિટામિન-એ હોય છે, આ શરીરમાં વિટામિન-એની પૂર્તિ કરીને, પથરીને રોકવામાં મદદ મળે છે. આ દાળ અડદની દાળ જેવી જ અને લાલ રંગની હોય છે. તેની દાળ બનાવીને દર્દીને દેવામાં આવે છે. આ તમને કરિયાણાની દુકાનેથી સહેલાઈથી મળી જાય છે.

કળથીની દાળના ફાયદા : કળથીની દાળનું સેવન કરવાથી પથરી ટૂટીને નાની થઈ જાય છે, જેથી પથરી સરળતાથી મૂત્રાશયના માર્ગ દ્વારા યુરીનના રસ્તાથી બહાર નીકળી જાય છે. કળથીમાં મૂત્રવર્ધક ગુણ હોવાના કારણે તેના સેવનથી યુરીનની માત્રા અને ગતિ વધી જાય છે, જેથી પથરીના રૂકેલા કણ પર વધારે દબાણ પડે છે અને દબાણ વધારે પડવાના કારણે તે નીચેની તરફ ખેંચાઈને બહાર નીકળી જાય છે. તો હવે જાણીએ કે કેવી રીતે કળથીનું સેવન કરવું જોઈએ…

કળથીની દાળ બનાવો : કળથીની દાળને 250 ગ્રામની માત્રામાં લો અને તેને સારી રીતે સાફ કરો અને રાત્રે 3 લિટર પાણીની અંદર પલાળીને રાખી દો. સવાર થતાં જ પલાળેલી દાળને પાણી સહિત ધીમી આંચ સાથે 4 કલાક સુધી બાફો. જ્યારે પાણી 1 લિટર રહી જાય ત્યારે તેમાં દેશી ઘીનો વઘાર કરી લો. તમે તેમાં કાળા મરી, સિંધાલુણ મીઠું, જીરું અને હળદર નાખી શકો છો. આ 1 સેન્ટિમીટરથી નાની પથરી માટે આ સફળ ઉપાય છે.

કળથીનું પાણી : 250 ગ્રામ પાણીની અંદર 20 ગ્રામ કળથીની દાળને નાખો અને રાત્રે તેને ઢાંકીને રાખી દો. સવારે તેને સારી રીતે મિક્સ કરીને ખાલી પેટે પીય લો. જે વ્યક્તિને એકવાર પથરી થાય છે, તેને બીજીવાર પથરી થવાનું જોખમ રહે છે. તેથી જ પથરી નીકળી ગયા પછી પણ વ્યક્તિને કળથીની દાળનું સેવન કરવું જ જોઈએ. કળથી પથરી માટે એક ઔષધિની સમાન છે.પથરીમાં કળથી સિવાય ટેટીના બીજ, મૂળો, આમળા, જવ, મગની દાળ અને ચોળાની શાકભાજી પણ તમે ખાય શકો છો. સાથે જ 7 થી 8 ગ્લાસ દરરોજ સાદું પાણી પણ પીવું જોઈએ. પથરીના દર્દીએ અડદની દાળ, મેવો, ચોકલેટ, માંસાહાર, ચા, રીંગણાં, ટામેટાં અને ચોખા ન ખાવા જોઈએ.

આમ તમે પથરીના ઈલાજ માટે કળથીની દાળનું સેવન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જે લોકોને પથરીની તકલીફ છે તેમણે પોતાના ખોરાકમાં કળથીને જરૂર સામેલ કરવી જોઈએ. તેનાથી તમને જરૂર ફાયદો થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!