શરીરની તમામ કમજોરી ને દૂર કરતુ કઠોળ… જાણો ચોંકાવનારા ફાયદા… અને શેર પણ જરૂર કરો

શરીરની તમામ કમજોરી ને દૂર કરતુ કઠોળ… જાણો ચોંકાવનારા ફાયદા… અને શેર પણ જરૂર કરો

👉 સોયાબીન પ્રોટીનથી ભરપુર હોય છે. કદાચ આપણે જાણતા નહિ હોઈએ કે સોયાબીનમાં દૂધ,  ઈંડા અને માંસ કરતા પણ વધારેમાં વધારે  માત્રામાં પ્રોટીન રહેલું છે.
👉 આ ઉપરાંત વિટામીન, ખનીજ, વિટામીન બી, કોમ્પ્લેક્સ વિટામીન એ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. સીયાબીનના સેવનથી અનેક ફાયદાઓ થાય છે.

👉 સોયાબીનને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે. જેમકે સોયાબીનના બીજનું શાક બનાવીને, તેનું તેલ બનાવીને, તેની વડી બનાવીને. આમ અનેક રીતે ઉપયોગમાં લઇ શકીએ છીએ. વધારે પડતું સોયાબીનનું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે. તે શરીરમાં લાલ રક્ત કોશીકાની ઉણપ હોય તેના લીધે એનેમિયા જેવી બીમારી થાય છે. તે કોશિકાની વૃદ્ધિ કરે છે. આ ઉપરાંત ઓસ્ટીયોપોરોસીસ એટલે કે જે બીમારીમાં હાડકા નબળા પડી જાય છે. તે બીમારીથી દુર રાખે છે.👉 સોયાબીન હૃદય સંબંધી સમસ્યાઓ નિવારવા માટે મદદરૂપ છે. સોયાબીન આપણા શરીરમાં જરૂરી LDLની માત્ર વધારે હોય છે. તેમજ નુકશાનકારક LDLની માત્રા ઘટાડે છે. જેનાથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે. આ સાથે તેમાં રહેલ લેસિથીન નામના પદાર્થ હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ ભેગો થતો અટકાવે છે.

👉 મહિલાઓમાં માસિક ધર્મ બંધ થતા શરીરમાં એસ્ટ્રોજનની ઉણપ થાય છે. જેના કારણ તે સ્ત્રીઓના હાડકાને લગતી બીમારીઓ જક્ડવા લાગે છે. તેમજ ગોઠણનો દુઃખાવો શરૂ થાય છે. આ સ્થિતિમાં સોયાબીન ખુબ જ ફાયદાકારક નીવડે છે. માટે ૩ થી 4 મહિના સુધી સોયાબીનનો ઉપયોગ કરવાથી સ્ત્રીઓની માસિકની સમસ્યા દુર થાય છે.

👉 આ ઉપરાંત સ્ત્રીઓને પુરતું પ્રોટીન આપે છે. સાથે સાથે માસિક ધર્મ સમયે થતી પીડા જેવી કે, શરીરમાં સોજા ચડવા, થાક, કમરનો દુઃખાવો વગેરેમાં પણ સોયાબીનથી રાહત મળે છે.
👉 સોયાબીનમાં રહેલ કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે. સોયાબીનનું સેવન હાડકા સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

👉 ડાયાબીટીસથી પીડિત વ્યક્તિઓ માટે પણ સોયાબીન ખુબ જ લાભદાયી છે. ડાયાબીટીસ માટે સોયાબીનની રોટલીનો ઉપયોગ ફાયદાકારક  નીવડે છે. તેમજ સોયાબીનનું રોજ સેવન કરવાથી ડાયાબીટીસના દર્દીઓને મુત્ર સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.

👉 સોયાબીનમાં રહેલ ફોસ્ફરસ આપણા મગજ સંબંધિત સમસ્યાઓને દુર કરે છે. સોયાબીનના લોટની રોટલી ખાવાથી નબળી યાદશક્તિ તેમજ અન્ય બીમારીઓ માટે લાભદાયી છે.

👉 સોયાબીનનો ઉપયોગ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આના સેવન માટે ઓછામાં ઓછા મીઠા સાથે સેકેલા સોયાબીન  8 અઠવાડિયા સુધી સેવન કરવું. તેનાથી હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ ઉપરાંત સોયાબીન અનેક રીતે ઉપયોગી છે.

👉 પેટના કૃમિ અને હાનીકારક બેક્ટેરિયાને ખતમ કરવા સોયાબીનનું સેવન કરવું. 👉 તેમાં રહેલ ફાયબર પેટના રોગ મટાડે છે તેમજ ખાધેલું પચાવવામાં  મદદ કરે છે.
👉 સંધિવાના રોગ માટે સોયાબીનની રોટલી તેમજ સોયાબીનનું દૂધ ખુબ જ લાભદાયી છે. 👉 સોયાબીનમાં રક્ત વધારનાર આર્યનની ખુબ સારી માત્રા હોય છે. આ કારણે તે શરીરમાં રક્તની ઉણપ દુર કરે છે.

👉 સોયાબીનનું સેવન વજન વધારવા માટે પણ ઉપયોગી છે. તેના માટે રોજ 15 થી 20 સોયા, ૨ થી ૩ મહિના સુધી સેવન કરવું.

સોયાબીનના સેવન વખતે ધ્યાનમાં લેવાતી બાબતો:

👉 સોયાબીનનું વધારે માત્રામાં સેવન કરવાથી સેક્સ સંબંધી સમસ્યા થઇ શકે છે. વધારે માત્રામાં સેવન કરવાથી હોર્મોન્સ, લીબીડો પાવર, સ્પર્મ અને પ્રજનન પવારનું સ્તરને નુકશાન પહોંચી શકે છે.👉 ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓએ સોયાબીન તેમજ સોયાબીનના દૂધનું સેવન વધારે માત્રામાં ન કરવા. કારણ કે, તેનાથી ચક્કર જેવી સમસ્યા તેમજ અન્ય સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
👉 જો તમે ફેમેલી પ્લાનિંગ કરી રહ્યા છો તો સોયાબીનના વધારે સેવનથી બચવું જોઈએ કારણ કે, તેનાથી સ્પર્મની સંખ્યા ઓછી થઇ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!