ઘરે જ બેઠા જ પીવો આ એક વસ્તુ, ઓપરેશન વગર જ કિડનીની પથરી નીકળી જશે બહાર. પેટનો દુખાવો અને પાચનની સમસ્યા પર કરી દેશે દુર…

મિત્રો આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને પથરીની સમસ્યા થતી હોય છે. જો કે પથરી થવા માટે આપણી ખાણીપીણી ખુબ જ મોટો ભાગ ભજવે છે. આથી તમારે આ સ્થિતિમાં પોતાના ખાનપાન વિશે ખુબ જ સાવધાન થવાની જરૂર પડે છે.

પથરીની સમસ્યાએ ખુબ જ પીડાદાયક હોય છે. ખાસ કરીને જો આ પથરી કિડનીમાં હોય તો ખુબ જ મુશ્કેલી થાય છે. પછી તેને ઓપરેશન કરીને કાઢવી પડે છે. જો કે આ વિશે એક્સપર્ટ કહે છે કે જયારે કિડનીમાં સ્ટોન હોય તો ખુબ જ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જેથી કરીને સ્ટોનના કારણે આવતી પરેશાનીને દૂર કરી શકાય. આ માટે તમે કીડની સ્ટોનમાં ગરમ પાણી પીવાની સલાહ અપનાવી શકો છો અને ગરમ પાણી એ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. તે કીડની સ્ટોનની પરેશાની પણ ઓછી કરે છે. આજે આપણે આ લેખમાં ગરમ પાણીના ફાયદાઓ વિશે જાણીશું.

પથરીમાં ગરમ પાણી પીવાથી થતા ફાયદાઓ : ઘણા લોકોના મનમાં એવો સવાલ હોય છે કે શું સાચે જ કીડની સ્ટોનમાં ગરમ પાણીથી ફાયદો થઇ શકે છે. આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે કીડની સ્ટોનને ઓછુ કરવામાં ગરમ પાણી લાભકારી નીવડી શકે છે. જો કે ગરમ પાણી એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. ખાસ કરીને જો તમે શિયાળામાં થોડા નવશેકા ગરમ પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણા ફાયદાઓ થાય છે. સાથે જ ગરમ પાણીથી કીડની સ્ટોનની પરેશાની દુર થઇ શકે છે. પથરીના દર્દીએ આખા દિવસમાં 3 થી 4 લીટર પાણીનું સેવન કરવું જોઈએ. ચાલો તો જાણી લઈએ ગરમ પાણીથી પથરી કઈ રીતે દુર કરી શકાય છે.

1) ગરમ પાણી પથરીને કમજોર કરી શકે છે : જયારે કીડનીમાં પથરી થાય છે ત્યારે શરીરમાં પાણીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. આ સમયે જો તમે પોતાના શરીરમાં પાણીના પ્રવાહને સારો કરીને પથરીને કમજોર કરવા માંગો છો તો, સાધારણ પાણીની જગ્યાએ નવશેકા ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં પાણીનો પ્રવાહ સારો થશે. જેના કારણે પથરી પેશાબ મારફતે બહાર નીકળી જાય છે.

2) ધીમે ધીમે પથરી ખત્મ થવાની સંભાવના વધી જાય છે : નવશેકું ગરમ પાણી શરીર માટે ખુબ જ સારું માનવામાં આવે છે. જો તમને પથરીની સમસ્યા છે તો નવશેકા ગરમ પાણીનું સેવન કરો. ખાસ કરીને તમને કીડની સ્ટોનમાં દુખાવો છે તો ગરમ પાણી ખુબ જ ફાયદાકારક છે. તેનાથી પથરીની સમસ્યા ધીમે ધીમે ખત્મ થઇ શકે છે.

3) શરીરને સક્રિય રાખે છે : જયારે તમને પથરીની સમસ્યા થાય છે ત્યારે તમને ખુબ જ થાક લાગે છે. આ સમયે ગરમ પાણી ખુબ જ લાભકારી માનવામાં આવે છે. નવશેકા ગરમ પાણીથી તમારા સેલ્સમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ સક્રિય થાય છે. જે શરીરની અંદરની પરેશાની દુર કરે છે અને તમારું શરીર સક્રિય રહે છે. 

4) પેટના દુખાવાને દુર કરે છે : પથરીની સમસ્યા થવા પર ઘણા લોકોને પેટમાં દુખાવો અને કબજીયાતની પરેશાની ખુબ જ રહે છે. આવા લોકોએ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવું જોઈએ. આમ પથરીની સમસ્યામાં ગરમ પાણી ખુબ જ પ્રભાવી રૂપે કામ કરે છે.

5) પથરીમાં પાચનને લગતી પરેશાની ઓછી કરે છે : પેટમાં પથરી થવા પર તમને અપચાની સમસ્યા રહે છે. આ સમયે ગરમ પાણીનું સેવન ખુબ જ પ્રભાવી સાબિત થઇ શકે છે. તેમજ નિયમિત ગરમ પાણીના સેવનથી અપચો અને ગેસની પરેશાની નથી રહેતી. તેમજ ઘણા લોકોને પથરીની સમસ્યામાં પેટ ફૂલવાની સમસ્યા પણ રહે છે. આમાં પણ ગરમ પાણીનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે.

આમ ગરમ પાણી પથરી અને પેટના દુખાવામાં ખુબ જ લાભકારી છે. પણ વધુ ગરમ પાણીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. તેમજ પથરીની સમસ્યામાં તમારે નિયમિત ચેકઅપ જરૂર કરાવવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment