આ છે જૂનામાં જુનો ગોઠણનો દુખાવો મટાડવાનો દેશી નુસ્ખો, મોંઘી દવાઓ કરતા પણ છે વધુ અસરકારક…. કોઈ પણ આડઅસર જ મળશે ઈન્સ્ટન્ટ ફાયદો…

આજે આપણે જોઈએ છીએ કે, નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના લોકોને અક્સર ગોઠણના દુખાવાની તકલીફ રહેતી હોય છે. આ સમયે તમે કેટલાક દેશી ઉપાય અપનાવીને આ દુખાવાથી રાહત મેળવો છો. પરંતુ કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમારા શરીરને અંદરથી ફિટ રહેવામાં મદદ મળે છે. આથી આજે અમે તમને આ લેખમાં અખરોટ ખાવાથી તમારા ગોઠણનો દુખાવો કંઈ રીતે દુર થાય તેના વિશે વાત કરીશું.

આજકાલની ખરાબ અને વ્યસ્ત જીવનશૈલી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. તેમાં જ ગોઠણનો દુખાવો પણ સમાવિષ્ટ છે. પહેલા 40 ની ઉંમર પછી સામાન્ય રીતે લોકોમાં ગોઠણનો દુખાવો જોવા મળતો હતો. પરંતુ હવે બાળકો અને યુવાનો પણ ગોઠણના દુખાવાની ફરિયાદ કરે છે. તેવામાં તેઓ દુખાવાથી રાહત મેળવવા માટે દર્દનીવારક દવાઓનું સેવન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. તમે ઈચ્છો તો પ્રાકૃતિક રીતે પણ ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. અખરોટ ગોઠણના દુખાવાથી રાહત મેળવવા માટેનો અસરકારક ઉપાય છે. અખરોટના નિયમિત સેવનથી ગોઠણનો દુખાવો દૂર કરી શકાય છે. ચાલો જાણીએ ગોઠણના દુખાવામાં અખરોટનું સેવન કંઈ રીતે કરવું જોઈએ ?

અખરોટમાં ઓમેગા-3 ફૈટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. માટે જ ગોઠણના દુખાવામાં અખરોટ ખાવા ફાયદાકારક છે. ડોક્ટર આ વિશે જણાવે છે કે, ગોઠણમાં દુખાવો થાય ત્યારે તમે સવારે અખરોટનું સેવન કરી શકો છો. તે માટે રાત્રે અખરોટ પલાળીને રાખો અને સવારે ખાલી પેટ ચાવીને ખાઈ લો. ગોઠણમાં દુખાવો થાય ત્યારે સવારે ખાલી પેટ 1 થી 2 અખરોટનું સેવન કરી શકાય છે. દરરોજ અખરોટ ખાવાથી તમને ગોઠણના દુખાવામાં આરામ મળી શકે છે.

ગોઠણના દુખાવા માટે અખરોટના ફાયદા : 1 ) અખરોટ પોષકતત્વોથી ભરપૂર હોય છે. અખરોટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન બી-6, ઓમેગા 3, કેલ્શિયમ અને મિનરલ્સ વધારે માત્રામાં હોય છે. જે ગોઠણને મજબૂત બનાવે છે.
2 ) અખરોટમાં એન્ટીઓક્સિડેન્ટ વધારે માત્રામાં હોય છે જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
3 ) અખરોટના નિયમિત સેવનથી અર્થરાઈટિસના વિકાસના જોખમને ઘટાડી શકાય છે.
4 ) અખરોટમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે, જે ઓસ્ટીયોઅર્થરાઈટિસ અને રૂમેટોઈડ અર્થરાઈટિસના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
5 ) અખરોટમાં રહેલ ઓમેગા 3 ફૈટી એસિડ અને એન્ટીઓક્સિડેન્ટ ગોઠણના દુખાવામાં રાહત અપાવવામાં મદદ કરે છે.

ઘૂંટણમાં દુખાવાના લક્ષણ : જયારે તમને ગોઠણનો દુખાવા થાય છે તમારા શરીરમાં અમુક ફેરફાર થાય છે. જેમ કે ગોઠણમાં સોજો, દુખાવો, અકડાઈ જવું અને ચાલવામાં તકલીફ થવી એ ઘૂંટણમાં દુખાવાના લક્ષણો હોય શકે છે. આ સ્થિતિમાં પીડિત વ્યક્તિએ એકસરસાઈઝ કરવા, સીડી ચડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગોઠણમાં દુખાવાનું કારણ : સામાન્ય રીતે ગોઠણના દુખાવા માટે અનેક કારણો જવાબદાર હોય છે. વધતી ઉંમરમાં ગોઠણનો દુખાવો સામાન્ય રીતે પરેશાન કરે છે. તે શરીરમાં પોષકતત્વોની ઉણપને કારણે થઈ શકે છે. જેથી ગોઠણમાં દુખાવો અને સોજો થઈ શકે છે. જો શરીરમાં પોષકતત્વોની ઉણપના કારણે ગોઠણનો દુખાવો થતો હોય તો, અખરોટ ખુબ જ ફાયદાકારક છે. તેમ જ જો ઓસ્ટીઅર્થરાઈટિસના કારણે ગોઠણનો દુખાવો થતો હોય તો પણ અખરોટનું સેવન કરી શકાય છે. પરંતુ અર્થરાઈટિસની સ્થિતિમાં ડોક્ટરની સલાહ પર દવાઓનું સેવન પણ કરવામાં આવે છે.

અખરોટમાં રહેલા તત્વો ગોઠણના હાડકાંને મજબૂત બનાવે છે, ગોઠણના દુખાવામાં આરામ આપે છે. આખરોટનું તેલ પણ લ્યુબ્રીકેશનમાં મદદ કરે છે. ઘૂંટણના દુખાવાથી જલ્દી રાહત મેળવવા માટે રેગ્યુલર એકસરસાઈઝ પણ જરૂરી છે. જો તમને લાંબા સમયથી ગોઠણમાં દુખાવો હોય તો ડોકટરનો સંપર્ક કરો. આમ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમને નાની ઉંમરે ગોઠણનો દુખાવો ન થાય એ માટે અત્યારથી પોતાના શરીરને જરૂરી પોષક તત્વો પુરા પાડવા જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment