રસોડામાં રહેલા આ એક પ્રવાહીના 2 ટીપાં નાખી દો તમારા નાકમાં, મગજ, તણાવ, માથાનો દુખાવો, યાદશક્તિની ઉણપ સહિત અનેક રોગોને રહેશે આજીવન દુર…

મિત્રો આપણી જૂની રહેણીકરણી ખુબ જ સારી છે. તેમજ તે સમયના દરેક ખોરાક આપણા માટે હેલ્દી હતા. આવું જ એક દેશી વસ્તુ છે ઘી. જેને ખાવાથી તમારા શરીરને અનેક ફાયદાઓ મળે છે. સાથે તમારા શરીરની અનેક નાની મોટી સમસ્યાઓ હલ થાય છે.

જેમ કે, આપણે એક હેલ્થી લાઈફસ્ટાઈલને અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણે પ્રામાણિક અને શુદ્ધ સામગ્રીના લાભોનો અનુભવ કરી રહ્યા છીએ. એવું જ એક ઘટક ઘી છે, જેને ‘સ્વર્ણ તેલ’ પણ કહેવામાં આવે છે. ભારતીય રસોઈમાં આ વિશેષ રત્નના અસંખ્ય લાભ છે અને તેને પોતાના દૈનિક આહારમાં સમાવિષ્ટ કરવું મુશ્કેલ પણ નથી. તમારી ઉંમર ગમે તેટલી હોય, એક દિવસમાં એક ચમચી દેશી ઘી તમારા જીવનને ઘણું જ સારું બનાવશે અને તેનાથી તમારા સ્વાસ્થયનું પણ ધ્યાન રાખી શકાય છે.

તમારા વર્કઆઉટ વિકલ્પો છતાં પણ, દેશી ઘી એક અભૂતપૂર્વ સામગ્રી છે. જેનો ઉપયોગ વિભિન્ન ઘરેલું ઉપચારોમાં કરવામાં આવે છે. જેમ કે આપણે ઘરેલું ઉપચારો વિશે જણાવી રહ્યા છીએ, એક એવો ઉપાય છે જેમાં તમારે તમારા નાકમાં ગાયના દેશી ઘીના માત્ર બે ટીપાં નાખવાના છે. આ થોડું અજીબ લાગી શકે છે પરંતુ તેનાથી ઘણા બધા લાભ મળી શકે છે.

ભારતીય રસોઈમાં ઘીનો ઉપયોગ વ્યાપક રૂપથી કરવામાં આવે છે. જો કે, આપણને અંદરથી હેલ્થી બનાવવા માટે ભોજનનો હિસ્સો હોવા સિવાય ઘીના અન્ય પણ ઘણા ઉપયોગો છે. આયુર્વેદનો સુજાવ છે કે, શુદ્ધ દેશી ગાયના ઘીનો ઉપયોગ માલિશ અને નાકમાં નાખીને પણ કરી શકાય છે.

ગાયના ઘીને નેઝલ ડ્રોપના રૂપમાં ઉપયોગ કરવાના ઘણા લાભ છે. જેમ કે, માઈગ્રેન, તણાવ, માથાનો દુખાવો, યાદશક્તિ અને એકાગ્રતાની ઉણપનો ઈલાજ થઈ શકે છે.

આયુર્વેદમાં માનવ શરીરની તુલના એક ઉંધા વૃક્ષ સાથે કરવામાં આવે છે. જ્યાં બ્રેઈન મૂળનું પ્રતિક છે અને બાકીનું શરીર શાખાઓનું પ્રતિક છે. ‘મૂળને પાણી’ અથવા મગજને પોષણ આપવાની સૌથી સારી રીત નાસિકા માર્ગ છે. કોઈ પણ દવા જો તમે નાસિકા માર્ગથી લો છો, સીધા જ તમારા મગજના ઉચ્ચ કેન્દ્રો પર કામ કરે છે. જે તંત્રિકા સંબંધી, અંતઃસ્ત્રાવી અને સંચાર કાર્યોને કંટ્રોલ કરે છે. માટે જ જ્યારે તમે શુદ્ધ ઘી નાકમાં નાખો છો, ત્યારે તે મગજ, આંખ, કાન અને ગળાને પોષણ આપે છે.

નાકમાં ઘી જ શા માટે ? : ઘી તમારા બ્રેઈન માટે ટોનિકની જેમ કાર્ય કરે છે. કારણ કે માનવ મગજ 60% ફૈટ છે અને ઘીમાં બધા જ આવશ્યક ફૈટી એસિડ રહેલા હોય છે, જે પોષણ આપવા માટે જરૂરી હોય છે. આવું કરવાથી તમે તંત્રિકા તંત્રમાં નવી જીવન ઉર્જાનો સંચાર કરી રહ્યા છો, જે તમારી એકાગ્રતાના સ્તર, મગજના કાર્યને વધારવામાં મદદ કરે છે અને તે તમારી શીખવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

શુદ્ધ ઘી એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાઈરલ પણ હોય છે. ઘીનો આ ગુણ તમારી ગરદનની ઉપરના બધા જ આંતરિક અંગોને ડિટોક્સિફાઈડ કરવામાં તમારી મદદ કરે છે. શું સાચે જ નાકમાં ઘી નાખવું આપણાં માટે ફાયદાકારક હોય શકે છે ? આ વિષે આપણું આયુર્વેદ શું કહે છે એ જાણીએ.

એક્સપર્ટના મત મુજબ : નાકમાં ઘી નાખવાને આયુર્વેદની પ્રક્રિયામાં ‘નસ્ય’ નામથી ઓળખવામાં આવે છે. નસ્ય મહત્વપૂર્ણ પંચકર્મો માંથી એક છે. જેનો ઉદ્દેશ્ય નાકની અંદર રહેલા ઝેરી પદાર્થોને ઓછા કરવાનો છે. તે નેઝલ મેમ્બ્રેનમાં લુબ્રિકેશન ઉત્પન્ન કરે છે. આ પ્રકારે તે, નાકથી જોડાયેલા ભાગથી લઈને ગળા સુધી ઇમ્યુનિટીને મજબૂત કરે છે.

બહાર ઘણું જ ડસ્ટ અને પ્રદૂષણ હોય છે અને જ્યારે આપણે નાકમાં ઘી નાખીએ છીએ તો ઘણી જ વસ્તુઓ અહીં જ ત્રેપ થઈ જાય છે અને તે ગળા અને શ્વસન તંત્ર સુધી જતી નથી. તમારા નાકની અંદરની બાજુએ ઘીની એક પાતળી પરત લગાડવાથી તમારા શ્વાસમાં લેવાતી હવામાં રહેલા પ્રદૂષકોના પ્રવેશને રોકી શકાય છે. નસ્ય કર્મમાં કહેવામાં આવે છે કે, આ અભ્યાસ, નાકના માર્ગને પણ સાફ કરે છે.

નાકને મગજ સુધી પહોંચવાનો રસ્તો માનવામાં આવે છે. આયુર્વેદમાં તેને મસ્તિષ્કનો દરવાજો કહેવામાં આવે છે. જ્યારે આપણે નાકમાં ઘી નાખીએ છીએ તો, તે આપણાં મગજના કાર્યો માટે પણ સારું ગણાય છે. એવું એ માટે કારણ કે ઘી આપણા બ્લડ બ્રેઈન બૈરિયરને ક્રોસ કરીને બ્રેઈન સુધી જાય છે. બે ટીપાં તમારા મુડને સરખો કરવામાં તમારી મદદ કરી શકે છે અને તમને તણાવથી પણ છુટકારો અપાવી શકે છે.

નાકમાં ઘી કેટલું નાખવું જોઈએ ? : 1 ) નાના બાળકોના નાકમાં 1-1 ટીપું નાખવું. જો બાળકો ઘી ન નાખવા દે તો, તમારી આંગળી પર લઈને ઘી તેના નાકની અંદરની બાજુએ લગાડી દેવું.
2 ) મોટા લોકોએ 2-2 ટીપાં ઘી નાખવું જોઈએ. પરંતુ ખાલી પેટ તેને નાખવું સારું ગણાય છે. સવારના નાસ્તાના એક કલાક પહેલા, સાંજના સમયે કે રાત્રે સૂતા પહેલા લગાડવું જોઈએ.
3 ) નાકમાં નાખતા પહેલા થોડું ગરમ કરી લેવામાં આવે તો સારું ગણાય છે. કારણ કે, તેનાથી નાકનો રસ્તો ખૂલી જાય છે.
4 ) તમે તેને દરરોજ રાત્રે સૂતા પહેલા નાકમાં નાખી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment