મોં ના ચાંદા, તણાવ, કોલેસ્ટ્રોલ, ખરતા વાળ અટકાવી હૃદય રોગનું જોખમ ઘટાડવામાં 100% અસરકારક, ફેંકતા પહેલા જાણી લો તેના ફાયદા અને ઉપયોગની રીત…

મોં ના ચાંદા, તણાવ, કોલેસ્ટ્રોલ, ખરતા વાળ અટકાવી હૃદય રોગનું જોખમ ઘટાડવામાં 100% અસરકારક, ફેંકતા પહેલા જાણી લો તેના ફાયદા અને ઉપયોગની રીત…

દાડમ તેના અદ્ભુત સ્વાદ અને અનેક સ્વાસ્થ્ય લાભ માટે ખુબ જ પ્રખ્યાત છે. જ્યારે આપણાં માના ઘણા લોકો તેના લાભ મેળવવા માટે લાલ નાના બીજનું સેવન કરે છે અને ઘણી વખત તેની કઠણ છાલને ડસ્ટબિનમાં ફેકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે, દાડમના દાણાની જેમ તેની છાલ પણ આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જેવી રીતે સંતરાની છાલ તમારી સુંદરતાને વધારે છે, બસ તેવી જ રીતે દાડમના છોતરાં ગાલ અને વાળના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

દાડમના છોતરાં તમારી ત્વચામાં કોલેજનને નષ્ટ થવાથી રોકે છે અને બદલામાં સેલ્સ વિકાસને વધારે છે, જે ઉંમર વધવા અને કરચલીઓના સંકેતોને ઓછા કરે છે. કરચલી અને ઉમર વધવાના લક્ષણોને રોકવા માટે અહી 10 ટીપ્સો જણાવવામાં આવી છે. આનાથી સ્કીન સંબંધી સમસ્યાને દૂર કરી શકાય છે, જેમકે, ખીલ, પિંપલ વગેરે.

કંઈ રીતે કરાય છે આનો ઉપયોગ : 2 ચમચી તડકામાં સુકાયેલ અને પીસેલ દાડમની છાલને લો અને તેમાં થોડું દૂધ ઉમેરો. જો તમારી સ્કીન ઓઇલી છે તો દૂધના સ્થાને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમે તમારા ચહેરા પર લગાવો અને સુકાય જાય ત્યાં સુધી તેને રહેવા દો. તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો અને સારા પરિણામ માટે અઠવાડીયામાં ઓછામાં ઓછું 2 વાર તમારા ચહેરા પર લગાવો.

નેચરલ મોઈશ્ચરાઈજર માટે : દાડમની છાલ તમારી સ્કીન માટે ખુબ જ લાભકારી છે. આ તમારી ત્વચાને પોલ્યુશન અને અન્ય પર્યાવરણીય ઝેરી પદાર્થોથી બચાવે છે. સાથે જ ત્વચા માટે પીએચને પણ સંતુલનમાં રાખે છે. છોતરાંમાં રહેલ એલાજિક એસિડ ત્વચામાં નરમાસને ઓછું કરે છે અને આવામાં સ્કીન સોફ્ટ રહે છે.

ઉપયોગની રીત : તડકામાં સુકાયેલ દાડમના છોતરાંને મિકચરમાં પીસી લો અને પાવડરને એક સાફ વાસણની અંદર કાઢી લો. એટલો પાવડર બનાવો કે, તે એક અઠવાડીયા સુધી ચાલે અને તેને કોઈ પણ એયર ટાઈપ કન્ટેનરમાં ભરીને રાખી દો. 2 ચમચી આ ચૂર્ણ લો અને તેમાં થોડું દહી નાખીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમે તમારા ચહેરા અને ગળા પર લગાવો અને 10 મિનિટ સુધી લગાવેલું રાખો. આ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ઓરલ હેલ્થ માટે : દાડમના છોતરાં ઘણી દાંતની સમસ્યાને દૂર કરે છે, જેમ કે, ખરાબ શ્વાસ જિંજવાઈટિસ અને મોં ના ચાંદાને રોકવા માટે મદદ કરે છે. આનાથી મોં ના ચાંદાનો પણ ઈલાજ કરી શકાય છે. અહી જાણવામાં આવ્યું છે કે, ખરાબ દંત સ્વચ્છતા મોં ના કેન્સરનું કારણ બની શકે છે.

ઉપયોગની રીત : તડકામાં સુકાયેલ દાડમની છાલનો એક ચમચી પાવડર લો અને તેને એક ગ્લાસ પાણીની અંદર નાખીને સારી રીતે મેળવી લો. આ પછી આ મિશ્રણથી કોગળા કરો.

હદયના સ્વાસ્થ્ય માટે : નિષ્ણાંતોનું કહેવું છે કે, દાડમની છાલમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે ખતરનાક અને મૃત્યુનાશક હૃદય રોગોથી લડવામાં મદદ કરે છે. આ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે, તણાવને ઓછું કરે અને હૃદય સ્વાસ્થ્યને સારું કરે છે. સાથે જ, ઓક્સિડેટિવ તણાવને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે.

ઉપયોગની રીત : 1 ગ્લાસ ગરમ પાણીની અંદર 1 ચમચી દાડમના છોતરાંનો પાવડર ઉમેરો અને આ મિશ્રણને દરરોજ પીવાથી હ્રદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જો કે, દર બીજા દિવસે પીણું પીવાથી તમને યોગ્ય આહાર અને નિયમિત કસરત સાથે તમારા હૃદયની તંદુરસ્તી પુનઃ સ્થાપિત કરવામાં મદદ કરે છે.

દાડમના છોતરાંનો પાવડર : દાડમના છોતરાંમાં સન-બ્લોકિંગ એજેન્ટ પણ હોય છે, જે તમારી સ્કીનને હાનિકારક યુવીએ અને યુવીબી કિરણોથી બચાવે છે અને ત્વચાના કેન્સરને પણ રોકે છે. કુદરતી રીતે સનટેન મુક્તિ મેળવવા માટે ઘણા ઘરેલુ ઉપચાર પણ બતાવ્યા છે.

ઉપયોગ રીત : તડકામાં સુકાવેલ દાડમના છોતરાંનો પાવડર બનાવો અને એક એર ટાઈપ કન્ટેનરમાં તેને સ્ટોર કરી લો. ઘરમાંથી બહાર જતાં પહેલા લગભગ 20 મિનિટ અગાઉ આ પાવડરએ લોશન અથવા ક્રીમની સાથે મિક્સ કરો. વૈકલ્પિત રીતે, જો તમે કુદરતી સનસ્ક્રીમનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તમે આ પાવડરને ઘણા આવશક્ય તેલ સાથે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવી શકો છો.

વાળ માટે : દાડમની છાલ પણ તમને વાળ ખરવા સામે લડવામાં મદદ કરી શકે છે અને ખોડાના જોખમને અટકાવી શકે છે. ખોડાને રોકવા માટે અહી 7 ઘરેલુ ઉપાયો છે.

ઉપયોગની રીત : સુકાયેલ દાડમના છોતરાંના પાવડરને વાળમાં નાખવાના તેલ સાથે મિક્સ કરો. આ પછી તેને વાળના મૂળમાં લગાવો અને સારી રીતે મસાજ કરો. તમારા વાળમાં લગાવ્યા પછી  2 કલાક પછી કોઈ પણ શેમ્પૂથી ધોઈ શકો છો અથવા તમારી સુવિધા મુજબ રાતભર પણ લગાવેલું રાખી શકો છો. આ રીતે દાડમના છોતરાં આપણાં સંપૂર્ણ સ્વાસ્થ્ય ને સુધારવામાં મદદ કરે છે.

દાડમના છોતરાં : જો નાના બાળકો યોગ્ય રીતે ખોરાક જમતા નથી, તો દાડમના છોતરાંનો પાવડર ઘૂટીમાં ભેળવીને ખવડાવવાથી તેની ભૂખ વધે છે. ઘણા લોકો હજી પણ દાડમની છાલના પાવડરથી બનેલી ઘૂટીનો ઉપયોગ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!