નાની એવી ઔષધી ડાયાબિટીસ માટે છે કાળ સમાન, મોંઘી દવાઓ કરતા પણ છે 10 ગણી અસરકારક… બ્લડ શુગર ચપટીમાં થી જશે કંટ્રોલ…

વિશ્વભરમાં ડાયાબિટીસની બીમારી હવે સામાન્ય બની ગઈ છે. જો ભારતની વાત કરીએ તો આ ડાયાબિટીસની રાજધાની કહેવાય છે. કારણ કે અહીંયા આ બીમારી સૌથી વધારે ઝડપથી ફેલાઈ રહી છે. જીવનશૈલીથી જોડાયેલી આ બીમારીમાં દર્દી નું બ્લડ શુગર વધવા લાગે છે, જેનાથી તરસ વધુ લાગવી, વારંવાર પેશાબ આવવો, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ થવી, પેટમાં દુખાવો અને મોઢા પર શુષ્કતા જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ હોય છે.

ડાયાબિટીસના રોગીઓનું અગ્નાશય ઇન્સ્યુલિન હોર્મોનને બનાવવાનું બંધ કરી દે છે કે ખૂબ જ ઓછું બનાવે છે. ઇન્સ્યુલિન લોહીમાં શુગર ને કંટ્રોલ કરવા વાળું હોર્મોન છે. દેખીતું છે કે જ્યારે આનુ લેવલ વધે છે તો અનેક ગંભીર બીમારીઓનું પણ જોખમ વધે છે.

ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ રાખવો જરૂરી છે તેના માટે એક્સરસાઇઝ અને હેલ્દી ડાયટની સલાહ આપવામાં આવે છે. બ્લડ શુગર કન્ટ્રોલ કરવા માટે અનેક ખાદ્ય પદાર્થ છે જેમાં શેતુર પણ છે. એક રિપોર્ટ પ્રમાણે શેતુર માં ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. આવો જાણીએ શેતુર ડાયાબિટીસ માં કેવી રીતે અસરકારક છે.

શું છે શેતુર?:- સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે શેતુર શું છે આ એક પ્રકારનું ફળ છે જે ગ્રામીણ વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ થાય છે. આનુ મોટું ઝાડ હોય છે અને તેના પર લાલ અને સફેદ રંગના શેતુર આવે છે. આ ફળ સ્વાદમાં ખાટું મીઠું અને રસીલુ હોય છે. એવું માનવામાં આવે છે કે શેતુર ખાવાથી ડાયાબિટીસ સહિત અનેક પ્રકારની બીમારીઓથી બચવામાં મદદ મળે છે.

શેતુરના પોષક તત્વો:- સફેદ શેતુર નું ફળ ફાઇબર, વિટામિન સી અને આયર્ન સહિત અનેક મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપુર હોય છે તેમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ જેવા તત્વ પણ ભારે માત્રામાં હાજર હોય છે.

બ્લડશુગરને નિયંત્રિત કરવામાં અસરકારક:-કેટલાક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સફેદ શેતુર અનેક સ્વાસ્થ્ય લાભ થી જોડાયેલું છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું કે આ કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવવા ની સાથે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને લેવલ પણ ઓછું કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ કરે છે?:- ટાઈપ-2 ડાયાબિટીસવાળા ચોવીસ લોકોમાં એક નાના અધ્યયનમાં જાણવા મળ્યું કે 1000 મિલીગ્રામ શેતૂરના પાન નો અર્ક ત્રણ મહીના સુધી દરરોજ ત્રણવાર સેવન કરવાથી જમ્યા બાદ બ્લડ શુગર લેવલ ઘણું ઓછું થઈ જાય છે. આમા હિમોગ્લોબીન A1C ના લેવલમાં પણ સુધારો થાય છે જે બ્લડ શુગરને વધવાનું મોટું કારણ છે. 

એકબીજા અધ્યયન પ્રમાણે જે લોકોને 12 અઠવાડિયા સુધી શેતુર ના પાન નો રસ આપવામાં આવ્યો હતો તેમના બ્લડ શુગરના લેવલ માં પણ ઘણો સુધારો જોવા મળ્યો હતો. એક પશુ અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે ઉંદરને શેતુર પાન આપવાથી તેમના અગ્નાશય માં બીટા કોશિકાઓ નું કાર્ય સારી રીતે થવા લાગ્યું જે ઇન્સ્યુલિન ઉત્પાદન માટે જવાબદાર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment