શિયાળાની ઋતુમાં કરો આ 1 ચમત્કારી ઔષધિની સેવન, ઠંડીમાં પણ શરીરને રાખશે એકદમ સ્વસ્થ…જાણો સેવનની રીત અને અઢળક ફાયદા વિશે…

મિત્રો દરેક લોકો વધતી જતી ઠંડીથી બચવા માટે અનેક ઉપાયો કરે છે. તેમજ ગરમ વસ્તુઓનું સેવન કરે છે. તેનાથી તેને અંદરથી એક પ્રકારનો ગરમાહો મળી રહે. આવી જ વસ્તુઓમાં એક વસ્તુ છે લેમન ગ્રાસ. જેના સેવનથી તમને શિયાળાની કડકડતી ઠંડી સામે સારું એવું રક્ષણ મળી રહે છે. પણ આ લેમન ગ્રાસના ઉપયોગની રીત વિશે જાણવું પણ જરૂરી છે. આથી જ આજે અમે તમને આ લેખમાં લેમન ગ્રાસના ઉપયોગ કરવાની રીત વિશે વિસ્તારથી માહિતી આપીશું. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી નીવડી શકશે. 

શિયાળામાં આદું અને મધના ફાયદાઓ વિશેતો તમે સાંભળ્યુ જ હશે. પરંતુ શિયાળાની સમસ્યાઓથી બચવા માટે તમે લેમન ગ્રાસનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિઇમ્ફ્લેમેટરી, એન્ટિ ઓક્સિડેંટ, વિટામિન સી અને વગેરે જેવા ઘણા ગુણો જોવા મળે છે. તે એક ચમત્કારી ઔષધિ છે જે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. સાથે જ તમને શિયાળામાં વારંવાર બીમાર પડવાથી બચાવવામાં પણ સહાયક બને છે. તેની તમે ચા બનાવીને પણ પી શકો છો. આગળ જાણીએ લેમન ગ્રાસથી શિયાળામાં મળતા ફાયદાઓ વિશે. 1) શરદી-તાવથી રાહત આપે છે:- જો તમને શિયાળામાં વારંવાર શરદી કે તવાની તકલીફ રહેતી હોય તો તમે લેમન ગ્રાસનું સેવન કરી શકો છો. લેમન ગ્રાસમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમને શરદી થવાની સંભાવના ઘટાડે છે. આ લેમન ગ્રાસને તમે સવારની ચા સાથે ઉકાળીને પણ પી શકો છો. તેના એન્ટિ ઇમ્ફ્લેમેટરી અને એન્ટિ ઓક્સિડેંટ તત્વો તમારી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. જેનાથી તમે સંક્રમણ રોગોની ઝપેટમાં આવતા નથી. તેની સાથે જ ઉધરસ અને તાવ આવવાની ક્ષમતા પણ ઘટી જાય છે. 

2) કબજિયાતને પણ દૂર કરે છે:- શિયાળામાં અનિયમિત ખાણીપીણીના કારણે પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે. સાથે જ આ ઋતુમાં ઘણી વખત ઓછું પાણી પીવું પણ કબજિયાતનું મોટું કારણ બની શકે છે. એવામાં લેમન ગ્રાસ તમને શિયાળામાં થતી કબજિયાતથી રાહત અપાવવાનું કામ કરે છે. સાથે જ તમે પેટની અન્ય બીમારીઓ જેમકે પેટમાં દુખાવાથી પણ સુરક્ષિત રહો છો.3) લોહીની ઉણપથી બચાવ કરે છે:- લેમન ગ્રાસમાં વિટામિન એ અને આયરન જોવા મળે છે. તેની સાથે જ તમે લેમન ગ્રાસથી કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરી શકો છો. લોહીની ઉણપ થાય ત્યારે આયરન અને વિટામિન એની મદદથી તમે શરીરમાં લોહીનું સ્તર સરખી માત્રાએ લાવી શકો છો. 

4) શિયાળામાં વધતાં વજનને કરે કંટ્રોલ:- શિયાળામાં લેમન ગ્રાસનું સેવન કરીને તમે તમારા શરીરને સ્વસ્થ બનાવી શકો છો. તેનાથી શરીરને ડિટોક્સ કરવાનું કામ પણ થઈ શકે છે. તેનાથી પેશાબ વાતે તમે ઝેરીલા પદાર્થોને શરીર માંથી બહાર કાઢી શકો છો. તેનાથી શિયાળામાં વધતાં વજનને ઘટાડી શકાય છે.5) મગજની શક્તિ વધારે છે:- લેમન ગ્રાસમાં મગજની શક્તિને વધારનારા તત્વો જોવા મળે છે. તેના નિયમિત સેવનથી તમારું મગજ ઉંમર વધ્યા પછી પણ સરખી રીતે કાર્ય કરે છે. સાથે જ તેના સેવનથી તમે મેમોરી લોસ જેવી સમસ્યાથી પણ બચી શકો છો. 

6) લેમન ગ્રાસનું સેવન કઈ રીતે કરવું:- લેમન ગ્રાસને તમે ઉકાળા તરીકે લઈ શકો છો. તે માટે તમે પાણીમાં સીધું જ લેમન ગ્રાસ નાખો, થોડી વાર ઉકાળ્યા પછી તેને બંધ કરી લો. જ્યારે પાણી નવશેકું થાય તો તેને ચાની જેમ પી લેવું. 

તે સિવાય તમે તમારી દૂધ વગરની ચા બનાવટી વખતે તેને પોતાની ચામાં નાખીને તેના ગુણોથી શરીરને સ્વસ્થ બનાવી શકો છો. આમ તમે લેમન ગ્રાસનું અનેક રીતે સેવન કરી શકો છો. તેમાં રહેલ કુદરતી તત્વો તમને ઠંડી સામે રાહત આપવાનું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment