આ સામાન્ય તેલની શીશીમાં છે અદ્દભુત તાકાત, તમારી સ્કીન અને શરીરની અનેક સમસ્યાઓને કરી દેશે દુર…

આ સામાન્ય તેલની શીશીમાં છે અદ્દભુત તાકાત, તમારી સ્કીન અને શરીરની અનેક સમસ્યાઓને કરી દેશે દુર…

દરેક લોકો ઈચ્છે છે કે, તેની તંદુરસ્તી સારી રહે. આ માટે તેઓ ઘણા ઘરેલું ઉપચાર કરતા હોય છે. આવા ઉપચાર કરવાથી તેમને કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. તેમજ ઘરેલું ઉપચાર હોવાથી દરેક વસ્તુઓ પણ ઘરે જ મળી જાય છે. આવા જ એક ઉપચાર રૂપ છે ચમેલીનું તેલ. જેના ઉપયોગથી તમારી તંદુરસ્તી તો સારી રહેશે જ, પણ સાથે સાથે વાળમાં પણ ચમક આવશે. ચાલો તો તેના ગજબ ફાયદા અંગે જાણી લઈએ.

હેલ્થ અને સ્કીન માટે ઘણા પ્રકારના તેલ ફાયદાકારક હોય છે, તેમાંથી એક ચમેલીનું તેલ પણ ખુબ જ ફાયદાકારક છે. ચમેલીના તેલના પણ અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેને જાસ્મિનના નામથી પણ ઓળખવામાં આવે છે. ચમેલીનું ફૂલ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. તેવી જ રીતે તેના ફાયદા પણ ઓછા નથી. સ્કીન અને વાળોમાં થતી કેટલીક સમસ્યાઑ માટે આ તેલ ખૂબ ફાયદાકારક છે. તેમજ પ્રેગનેન્સી સમયે મહિલાના પેટ પર થતા સ્ટ્રેચ માર્કસને પણ દૂર કરે છે. કેટલીક વખત તેનો ઉપયોગ બોડી મસાજ માટે પણ કરવામાં આવે છે. તેનાથી ખૂબ આરામ પણ મળે છે. આ સિવાય કેટલાક બીજા ફાયદા પણ પહોંચાડે છે, તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે…

ઝખ્મો રૂઝાય : ચમેલીનું તેલ એન્ટીસેપ્ટિકના રૂપમાં પણ કામ કરે છે. આ જ કારણ છે કે, ઘણી વાર લોકો લાગેલા ઘાવ પર ચમેલીનું તેલ લગાવે છે. તેનું એક ટીપું પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે.

સુકી સ્કીનને ચમકદાર બનાવે છે : સ્કિનને ચમકદાર બનાવી રાખવા ચમેલીનું તેલ ખુબ મદદ કરે છે. તે સુકી અને બેજાન સ્કીનમાં નિખાર લાવે છે. આ જ કારણ છે કે, સ્કીનને  ચમકદાર બનાવી રાખવામાં તે ખુબ ઉપયોગી થાય છે.

દુર્ગંધ દૂર કરે છે : ચમેલીનું તેલ સ્કૈલ્પને શાંત રાખવા મદદ કરે છે. આ તેલથી માલિશ કરવામાં આવે તો વાળનો પણ ગ્રોથ વધે છે. આ સિવાય ચમેલીનું તેલ દુર્ગંધ દૂર કરવામાં પણ ઉપયોગી છે. તેના માટે ચમેલીના તેલના થોડા ટીપા પાણીમાં નાખીને દુર્ગંધ વાળી સ્કીન પર ઉપયોગ કરો.

સ્ટ્રેમાર્કસ દૂર કરે છે : કેટલીક વાર મહિલાઓને પ્રેગનેન્સી સમયે અથવા કેટલીક વાર કોઈ અન્ય કારણે પણ મહિલાના પેટ પર અથવા કોઈ અન્ય ભાગ પર સ્ટ્રેચ માર્કસ થઈ જતા હોય છે. જે દેખાવમાં ખરાબ લાગે છે. તેવામાં ચમેલીનું તેલ આ સ્ટ્રેચ માર્કસને દૂર કરવામાં મદદ કરે છે. ચમેલીના તેલથી નિયમીત માલિશ કરવાથી ધીરે-ધીરે એ નિશાન ઓછા થવા લાગે છે.

ચમેલીનું તેલ જ્યારે ઉધરસ અથવા શરદીથી પીડિત હોય ત્યારે, અથવા શ્વસન તંત્રમાં કફના સંચયને સાફ કરવામાં મદદ કરે છે અને ઉધરસમાં રાહત પ્રદાન કરે છે. ચમેલીના તેલનો ઉપયોગ એક સારી ઊંઘ લેવા માટે પણ થાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!