ફક્ત 1 ગ્લાસ આનું સેવન જૂની બીમારીઓ અને કબજિયાતથી આપશે છુટકારો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરી વધારી દેશે માનસિક શક્તિઓ…

ફક્ત 1 ગ્લાસ આનું સેવન જૂની બીમારીઓ અને કબજિયાતથી આપશે છુટકારો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરી વધારી દેશે માનસિક શક્તિઓ…

જમરૂખ એ અનેક પોષક તત્વોથી ભરપુર ફળ છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આ સિવાય જમરૂખએ જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તેના માટે એક અસરકારક ફળ માનવામાં આવે છે. તેના સેવનથી તમારું પેટ એકદમ સાફ આવે છે. આ સિવાય તમે જમરૂખનું જ્યુસ પણ પિય શકો છો. તો ચાલો જમરૂખના જ્યુસના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.

જમરૂખ ખાવાના ફાયદા ઘણા છે. તે પેટ માટે તો ફાયદાકારક છે જ, સાથે સાથે તે શરીરને ઘણી સંક્રમિત બીમારોથી પણ બચાવે છે. પરંતુ આજે અમે જમરૂખના નહિ, પરંતુ તેનું જ્યુસ પીવાના ફાયદાઓ વિશે જણાવશું. જમરૂખનું જ્યુસ ઘણા પોષકતત્વોથી ભરપૂર છે. તે શરીરને હાઈડ્રેડ કરવાની સાથે સાથે ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ કરવામાં પણ મદદગાર છે. તે સિવાય તેના ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી અને વિટામિન એ પણ શરીર માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે. સાથે જ વેઈટ લોસ માટે પણ તે ખુબ જ ફાયદાકારક છે. આવો વિસ્તારથી જાણીએ જમરૂખનું જ્યુસ પીવાના ફાયદા.

પેટ : જો તમારું પેટ સાફ નથી આવતું અને તમને કબજિયાતની તકલીફ રહે છે તો તેના માટે જમરૂખનું જ્યુસનું સેવન કરી શકો છો. જમરૂખનું જ્યુસ પેટ સાફ કરવામાં મદદગાર છે. તેમાં એક ખાસ પ્રકારનો રેચક ગુણ હોય છે, જે પેટ સાફ કરે છે અને પાચનતંત્રને પણ સારું કરે છે. તે મેટાબોલીઝ્મને ઝડપી કરે છે અને આંતરડાના ફંકશનમા ઝડપ લાવે છે. જેનાથી બોવેલ મુવમેંટ ઝડપી થઈ જાય છે અને મળ ત્યાગમાં સરળતા રહે છે. આ રીતે તે પેટ સાફ કરવામાં મદદગાર છે. તમે તેને સાંજે બનાવીને પિય શકો છો અથવા સવારે ખાલી પેટ લઈ શકો છો.

પોષકતત્વો : જામફળનું જ્યુસ લાઈકોપીન અને ફાઇટોન્યુટ્રિએંટ્સથી સમૃદ્ધ હોય છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ શરીરના મુક્ત કણોને અસરરહિત કરે છે અને ડીએનએને તેનાથી અસરકારક થતાં બચાવે છે. તે સિવાય તે સમયે સમયે સ્કીન ડિટોક્સ કરે છે અને હાનિકારક વસ્તુઓના અસરથી બચાવે છે.

બ્રેઈન હેલ્થ માટે : જામફળ મસ્તિષ્કના કાર્યને વધારી શકે છે. કારણ કે તે, તમારા શરીરમાં પરિસંચરણને વધારે છે. તેમાં પોટેશિયમની માત્રા ઉચ્ચ હોય છે જે બ્રેઈનમાં બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજનના સર્ક્યુલેશનને સરખું કરે છે. તે સિવાય તેના જ્યુસમાં રહેલ ખનીજ શરીરમાં બિનજરૂરી સોડિયમની અસરને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ : જામફળનો રસ પીવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થઈ શકે છે. વાસ્તવમાં, ડાયાબિટીસના રોગીઓને અનિયમિત બ્લડ શુગરના સ્તરને કારણે હૃદય અથવા તાંત્રિકા ક્ષતિ થવાની સંભાવના રહેલી છે. જામફળના જ્યુસમાં ઉચ્ચ સ્તરના આહાર ફાઈબર હોય છે જે, શરીરમાં લો બ્લડ શુગરના સ્તરને સક્ષમ બનાવે છે. આમ તે એક સ્વસ્થ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ચહેરાની ચમક : તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન અને બીટા-કેરોટિન ચહેરાની ચમક વધારે છે. તે ચહેરામાં અંદરથી ચમક લાવે છે અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા તત્વો મુક્ત કણોથી લડે છે અને ત્વચાની લચક વધારે છે. આમ તે તમારા ચહેરાને અંદરથી સુંદર બનાવે છે.

આ સિવાય જામફળનું જ્યુસ ગર્ભવતી મહિલાઓ માટે પણ ઉપયોગી બની રહે છે. તે બાળકના તાંત્રિકા તંત્રના વિકાસમાં મદદ કરે છે. જો કે આ જ્યુસને તમારા આહારમાં સમાવિષ્ટ કરતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. કારણ કે, તેનાથી ગર્ભવતી મહિલાઓને પેટમાં દુખાવો, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!