શિયાળામાં આ બે વસ્તુને મિક્સ કરી ખાઈ લો, તરત જ મટી જશે શરદી-ઉધરસ, ગળા સાંધા અને માથાના દુખાવા…

ગોળ અને કાળા મરી બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ બંનેને એક સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો તેના બમણા ફાયદાઓ મળે છે. તમને જણાવી દઈએ કે ગોળ અને કાળા મરી બંનેની તાસીર ગરમ હોય છે. સીમિત માત્રામાં તેનું સેવન શિયાળાની ઋતુમાં લગભગ દરરોજ કરી શકાય છે. શિયાળાની ઋતુમાં ગોળ અને કાળા મરી મિક્સ કરીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ મળે છે. તેમજ ઘણી તકલીફોને પણ દૂર કરી શકાય છે. આવો તેના વિશે જાણીએ. કાળા મરી અને ગોળ તમને શિયાળાની ઋતુમાં ગરમીનો અનુભવ કરાવે છે.

1) તાવ, શરદી અને ઉધરસમા રાહત આપે છે : શિયાળામાં શરદી અને તાવ લગભગ દરેકને રહેતી હોય છે. આથી જ શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ થવી એ સામાન્ય વાત છે. આ તકલીફને દૂર કરવા માટે તમે ગોળ અને કાળા મરી મિક્સ કરીને ખાઈ શકો છો. આ માટે તમારે થોડો ગોળ લઈને તેની સાથે 4-5 કાળા મરીના દાણા મિક્સ કરીને 2-3 વખત ખાઈ લેવા.

2) ગળાના દુખાવામાં રાહત આપે છે : જો તમને શિયાળામાં ગળામાં દુખાવાની તકલીફ રહેતી હોય તો તમે આ સમયે ગોળ અને કાળા મરીનું સેવન કરી શકો છો. ગોળ અને કાળા મરી ગાળામાં થતાં દુખાવામાં રાહત આપવામાં પણ મદદ કરે છે. આ માટે તમે લગભગ 80 ગ્રામ ગોળ લઈ તેને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં 20 ગ્રામ કાળા મરીનો પાવડર મિક્સ કરો અને 10 ગ્રામ જવનો પાવડર પણ મિક્સ કરવો. હવે તેમાં 20 ગ્રામ પીપરીમૂળ અને 40 ગ્રામ દાડમની છાલને વાટીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણની નાની નાની ગોળીઓ વાળીને ગરમ પાણી સાથે દિવસમાં 2-3 વખત ખાવી.  

3) માથાનો દુખાવો દૂર કરે છે : જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો તમે ગોળ અને કાળા મરીનું સેવન કરી શકો છો. માથાના દુખાવાની તકલીફને દૂર કરવા માટે તમે ગોળ અને કાળા મરીને મિક્સ કરીને ખાઈ શકો છો. આ માટે તમે દહીમાં થોડો ગોળ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી નસકોરી ફૂટે ત્યારે નાકમાંથી નીકળતું લોહી પણ બંધ થઈ જાય છે અને સાથે જ માથાનો દુખાવો પણ ઓછો થાય છે.

4) સાંધાનો દુખાવો દૂર કરે છે : સાંધાનો દુખાવો દૂર કરવામાં પણ ગોળ અને કાળા મરી સારી એવી ભૂમિકા ભજવે છે. તે માટે તમે થોડા ગોળમાં કાળા મરીનો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરો. કાળા મરીમાં પૈપરીન નામનું તત્વ જોવા મળે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

આમ તમે ઉપર આપેલ કોઈપણ તકલીફથી પીડિત છો તમે ગોળ અને કાળા મરીનું સેવન કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ગોળ અને કાળા મરી મિક્સ કરીને ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઢગલો ફાયદાઓ થઈ શકે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં બંને મિક્સ કરીને દરરોજ તેનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થઈ શકે છે. છતા પણ આ મિશ્રણનું સેવન કરતાં પહેલા એક વખત વિશેષજ્ઞનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ. આમ શિયાળામાં બને ત્યાં સુધી જે વસ્તુની તાસીર ગરમ છે તે વસ્તુનું સેવન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment