આ સસ્તા ફળના બીજ શરીર માટે છે ખુબ જ કિંમતી… કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હાર્ટએટેકથી બચાવી શરીરને રાખજે આજીવન નિરોગી…. જાણો ખાવાની રીત…

આપણા શરીરની અંદર બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને  બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. જયારે શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે હૃદય સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. કોલેસ્ટ્રોલ એ શરીરમાં મીણ જેવો પદાર્થ હોય છે. જે વધી જવાથી તમારી હૃદય સુધી પહોંચતી નસમાં તે જામવા લાગે છે. આથી તમારે સમય રહેતા તેનો ઈલાજ કરાવવો જરૂરી બની જાય છે. જેકફ્રુટ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવવા માં તમારી મદદ કરી શકે છે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ નિયમિત ગતિમાં રહે છે. 

જેકફ્રુટ માત્ર સારા સ્વાદ જ નહીં પરંતુ ઔષધીય ગુણોને કારણે પણ ઓળખવામાં આવે છે. તેના દેખાવના કારણે ઘણા લોકો તેને ખાવાની ના પડતાં હોય છે પરંતુ જેકફ્રુટ એકમાત્ર એવું ફળ છે જેમાં એંટીઓક્સિડેંટ, એન્ટિ-ડાયાબિટીક, એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ જેવા બધા જ મહત્વપૂર્ણ પોષકતત્વો જોવા મળે છે. તે ઘણી બીમારીઓમાં મદદરૂપ સાબિત થાય છે.જેકફ્રુટની સાથે જેકફ્રુટના બીજ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. જે લોકો તેના બીજનું નિયમિત રીતે સેવન કરે છે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેકફ્રુટ ડાયઝેસ્ટિવ સિસ્ટમ માટે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ જેકફ્રૂટના બીજ દ્વારા કેવી રીતે ક્લેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. 

1) ઇમ્પ્રૂવ કોલેસ્ટ્રોલ લેવલ:- જેકફ્રુટમાં રહેલ પોષક તત્વો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછુ કરે છે. તેમજ હૃદય સુધી યોગ્ય પ્રવાહમાં બ્લડને પહોચાડે છે. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. જેકફ્રુટના બીજમાં ઘણા પોષકતત્વો જોવા મળે છે જેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ ઇમ્પ્રૂવ થઈ શકે છે. હેલ્થલાઇન મુજબ, તેમાં વધારે માત્રામાં હાઇ ફાઈબર અને એન્ટીઓક્સિડેંટ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ડાયાબિટીસ અને હાર્ટ ડીસીઝના જોખમને પણ ઘટાડી શકે છે. 2) હાર્ટ પ્રોબ્લેમને ઘટાડે છે:- હાર્ટને લગતી કોઈ તકલીફ દુર કરવામાં જેકફ્રુટ સરળતાથી દુર કરી શકે છે. જેકફ્રુટના બીજમાં જોવા મળતા રીબોફ્લેવિન અને મેગ્નેશિયમમાં હાર્ટને હેલ્થી રાખવાની પ્રોપર્ટીઝ હોય છે. તે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે જેનાથી હાર્ટ પ્રોબ્લેમ્સ અને હાઇ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે. શરીરમાં સારું કોલેસ્ટ્રોલ વધવાથી તમારી હૃદયને લગતી તકલીફ દુર થાય છે.  

3) ડાયઝેસ્ટિવ સિસ્ટમને સુધારે છે:- જો તમને ડાયે ઝેસ્ટીવની સમસ્યા હોય તો તેના માટે જેક ફ્રુટ અસરકારક રીતે કામ કરે છે. તમારું પેટ સાફ લાવવામાં તે મદદ કરે છે. પેટની ગડબડને દુર કરે છે. જેકફ્રુટના બીજ પેટ સંબધી વિકારોને દૂર કરવામાં પણ સહાયક ભૂમિકા ભજવે છે. જેકફ્રુટના બીજમાં હાઇ ડાયેટરી ફાઈબર હોય છે જે ભોજનને ડાયઝેસ્ટ કરવામાં મદદ કરે છે. ડાયઝેસ્ટિવ સિસ્ટમને સરખી કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.4) એન્ટિકેન્સર પ્રોપર્ટીઝ:- શરીરમાં વધતા જતા કેન્સરના જોખમને દુર કરવામાં કે ઓછુ કરવામાં જેકફ્રુટ ખુબ જ ગુણકારી છે. તેનાથી શરીરમાં કેન્સર વિરોધી એન્ટી કેન્સરના ગુણો રહેલા છે. જે શરીરને કેન્સરના જોખમથી બચાવે છે. ઘણા અધ્યયનો પરથી ખબર પડે છે કે, જેકફ્રુટના બીજમાં ઘણી એન્ટિકેન્સર પ્રોપર્ટીઝ હોય છે. તેમાં એંટીઓક્સિડેંટ જેવા ફ્લેવેનોઇડ્સ, સૈપોનીન અને ફેનોલિક્સ વધારે માત્રામાં હોય છે જે કેન્સરથી લડવામાં મદદ કરી શકે છે. જેકફ્રુટના બીજ ફૂડ પોઇઝનિંગના લક્ષણોને પણ ઘટાડી શકે છે. 

આમ, જેકફ્રુટના બીજ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તો તમારી મદદ કરશે જ પરંતુ સાથે સાથે તે અન્ય રીતે પણ આપણી હેલ્થને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. માટે જેકફ્રુટના બીજનું સેવન કરીને તમે પણ જરૂરથી લાભ લો તેના ફાયદાઓનો. 

શાકભાજી:- તમે જેકફ્રૂટના બીજમાંથી શાકભાજી બનાવીને ખાઈ શકો છો. તમારે આ માટે કંઈ કરવાની જરૂર નથી, તેને ઉકાળીને તેની છાલ કાઢીને રાખો. ત્યાર બાદ નોર્મલ વેજીટેબલ ગ્રેવી તૈયાર કરો અને તેમાં ઉમેરો. તેને ઉકાળીને કોથમીર નાખીને ખાઓ.

જેકફ્રૂટના બીજને ઉકાળીને ખાઓ:- તમે જેકફ્રૂટના બીજને ઉકાળીને અને મીઠું ઉમેરીને ખાઈ શકો છો. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને ગમે ત્યારે અને ગમે ત્યાં ખાઈ શકો છો.

જેકફ્રૂટના બીજને શેકીને ખાઓ:- જેકફ્રૂટના બીજ સાંજે 4 વાગ્યાના નાસ્તા તરીકે ખાઈ શકાય છે (જેકફ્રૂટના બીજ રેસીપી શેકેલા). આ માટે તમારે તેને તળીને તેનું સેવન કરવું પડશે. આ માટે એક કડાઈમાં 2 ચમચી ઘી નાખો અને પછી જેકફ્રૂટના દાણા નાખીને ફ્રાય કરો. હવે આ બીજને ચા સાથે હેલ્ધી નાસ્તા તરીકે ખાઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment