રાત્રે સુતા પહેલા ફક્ત 1 ચમચી આનું સેવન, સુકી ઉધરસ અને છાતીમાં જામેલા કફને કરી દેશે દુર. વાળ, વજન અને ખીલની સમસ્યામાં અકસીર…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે મધ આદિકાળથી આયુર્વેદનો એક મહત્વનો ભાગ છે. મધમાં વિટામિન c, વિટામિન B 6, કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ જેવા પોષણ તત્વો મધમાં ભરપૂર પ્રમાણમાં હોય છે. નિયમિતપણે મધનું સેવન આપણા શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે.

પરંતુ શું તમે જાણો છો કે, રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીવામાં આવે તો આપણા શરીરની ઘણી બીમારીઓ દુર થઈ જાય છે. મધને રાત્રે સૂતા પહેલા નવશેકું દૂધ અથવા પાણી સાથે પાવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, રાત્રે સૂતા પહેલા મધનું સેવન કરવાથી આપણા શરીરને શું શું ફાયદા થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ઉધરસ : રાત્રે એક ચમચી મધનું સેવન કરવાથી ઉધરસથી છુટકારો આપે છે, જેમ અગાઉ જણાવ્યું એ પ્રમાણે, મધની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે કફને પાતળો કરે છે બહાર કાઢે છે. તો ઉધરસ કે કફની સમસ્યા હોય તો સુતા પહેલા પાણીમાં એક ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવું જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ : મધમાં એન્ટી-ઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તેમજ ઇન્ફેકશનથી પણ શરીરને છુટકારો અપાવે છે. તો તેના માટે તમારે રાત્રે સૂતા પહેલા હૂંફાળા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

ત્વચા : જો ચહેરા પર મધનો ઉપયોગ કરવામાં આવે તો આપણા ચહેરા પરની નમી જળવાય રહે છે. ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે રાત્રે સુતા પહેલા મધનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી સુંદરતા ઓર ખીલી ઉઠશે.

વાળ : મધ માત્ર વાળના ગ્રોથમાં વધારો જ નથી કરતું, તે વાળને ડેમેજ થતા પણ બચાવે છે. મધમાં એવા ઘણા પોષકતત્વો હોય છે જે વાળ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમારા વાળની ​​ઘણી સમસ્યાઓને દુર કરે છે. વાળ માટે તમારે રાત્રે સૂતા પહેલા એક ચમચી મધનું સેવન કરવું જોઈએ. તેમજ તમે મધમાં, દહીં, એલોવેરા વગેરેને મિક્સ કરીને વાળમાં લગાવી શકો છે. તેનાથી પણ વાળને ઘણા લાભ થશે.

ખીલની સમસ્યા : ચહેરા પરના ખીલને દુર કરવા માટે રાત્રે મધનું સેવન કરવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક નીવડે છે. મધમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ ખીલની સમસ્યાથી છુટકારો મેળવવામાં ખુબ જ મદદરૂપ થાય છે. ખીલને દુર કરવા માટે રાત્રે તમે મધનું સેવન પણ કરી શકો અને રાત્રે ખીલ પર મધ લગાવીને સુઈ જવાથી પણ અસર કરે છે. માટે મધ ખીલને દુર કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે.

વજન : મધ વજન ઘટાડવા માટે અકસીર માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે રાત્રે સુતા પહેલા એક ચમચી મધનું સેવન નવશેકા પાણી સાથે કરો. આ રીતે સેવન કરવાથી શરીરમાં સંગ્રહિત વધારાની બધી ચરબી ફટાફટ ઓગળી જશે. તેમજ વજન ઘટાડવા માટે તમે રાત્રે સુતા પહેલા લીંબુના થોડા ટીપા મધમાં મિક્સ કરીને તેનું સેવન પણ કરી શકો છો. પરંતુ આ ઉપાય રાત્રિભોજનના 3 થી 4 કલાક પછી જ કરવા જોઈએ.

ગળાની ખરાશ : ગાળામાં પડી જતી ખરેડીથી છુટકારો મેળવવા માટે મધ ખુબ જ કારગર માનવામાં આવે છે. ખરેડી દુર કરવા માટે રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ લો અને તેમાં આદુનો રસ ઉમેરી તેનું સેવન કરો. આ ઉપાયથી ગળાની ખરેડી, ગળાનો દુઃખાવા અને ગળાની તમામ સમસ્યા દુર થઈ જશે.

(નોંધ – ઉપર જણાવેલ મુદ્દાઓ દર્શાવે છે કે, રાત્રે સૂતા પહેલા મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ રાત્રિભોજનના લગભગ 2 કે 3 કલાક પછી મધનું સેવન કરો. તેમજ કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment