મહિલાઓ શરીર માટે આનું સેવન છે ગુણોનો ભંડાર, પીરિયડ્સ, ત્વચા અને વાળ જેવી અનેક સમસ્યાઓમાં છે રામબાણ ઈલાજ

મધનું સેવન સ્વાસ્થ્ય માટે છે અત્યંત ફાયદાકારક. આ ન માત્ર અત્યંત સ્વાદિષ્ટ હોય છે પરંતુ આ અનેક સ્વાથ્ય સંબંધી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. મધમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી6, સી, કાર્બોહાયડ્રેટ, એમિનો એસિડ, જેવા જરૂરી પોષક તત્વો હાજર હોય છે. ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે અને શરદી, ઉધરસ અને વાયરલ સંક્રમણ જેવી સમસ્યાઓને દૂર રાખે છે. આ તમારી ત્વચા અને વાળ માટે પણ અત્યંત લાભદાયક છે. આમ તો બધા માટે ફાયદાકારક છે પરંતુ મહિલાઓ માટે અનેક સમસ્યાઓથી લડવા માટે મધ એક અત્યંત અસરકારક ઉપચાર છે. મહિલાઓ માટે મધના ફાયદા જાણવા માટે આગળ વાંચો સંપૂર્ણ માહિતી

1) ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી:- ડાયટિશીયનના જણાવ્યા પ્રમાણે મધનું સેવન સ્ત્રી રોગ સંબંધી સ્વાસ્થ્ય અને પ્રેગનેન્સીમાં અત્યંત ફાયદાકારક છે. મધને સોજાથી લડવા માટે ઓળખાય છે. મધનું સેવન કરવાથી ટેમ્પોન બનાવવાની પ્રક્રિયામાં કે સંક્રમણ અને સોજાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત પ્રભાવકારી અને શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર છે. આ ઇમ્યૂનિટીને મજબૂત કરે છે અને સામાન્ય શરદી, ગેસ્ટ્રીક સમસ્યાઓ, અપચો, ઝાડા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. ગર્ભવતી મહિલાઓને વધારે દવાઓના સેવનથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, એવામાં મધનું સેવન તેમના માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. તમે તમારા ડોકટરની પાસેથી મધની યોગ્ય માત્રા અને સેવન કરવાની રીત જાણીને સેવન કરવું.2) અનિયમિત પીરિયડ્સ અને કળતરથી છુટકારો અપાવે:- વર્તમાન સમયમાં મોટાભાગની મહિલાઓ અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી પરેશાન છે. સાથે જ પીરિયડ્સ દરમિયાન ખતરનાક કળતરનો સામનો લગભગ બધી મહિલાઓને કરવો પડે છે. આ સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે મધ એક અસરકારક ઉપાય છે. પીરિયડ્સ દરમિયાન કળતરને દૂર કરવા માટે મધનું સેવન અત્યંત સહાયક માનવામાં આવ્યું છે. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કોઈ મહિલા પીરિયડ્સ દરમિયાન બે અઠવાડિયા દરરોજ એક ચમચી મધનું સેવન કરે છે તો આનું સેવન એન્ટિ ઇન્ફ્લેમેટરી દવાઓની જેમ અસર કરે છે અને પીરિયડ્સમાં થતા કળતરના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ કેટલાક અઠવાડિયા સતત દિવસમાં બે થી ત્રણ વાર મધની સાથે એક ચમચી સૂકા ફુદીનાનું સેવન કરવાથી અનિયમિત પીરિયડ્સથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

3) પીસીઓએસ થી લડવામાં મદદ કરે:- પીસીઓએસ કે પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ હોર્મોનથી જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ દિવસો મહિલાઓમાં અત્યંત સામાન્ય છે. આ સ્થિતિમાં મહિલાઓમાં એન્ડ્રોજન એટલે કે પુરુષ હોર્મોન્સનું ઉત્પાદન વધારે હોય છે. સાથે જ ઇન્સુલિનના સ્તર માં વૃદ્ધિ થાય છે. જેનાથી અનિયમિત પીરિયડ્સ જેવી સમસ્યા થાય છે. તેના સિવાય આ શરીરમાં બ્લડ શુગરને પ્રભાવિત કરે છે અને હાઈ બીપીનું પણ કારણ બને છે. આ સ્થિતિ થી લડવા માટે  મધનું સેવન અત્યંત ફાયદાકારક છે. મધ સોજાથી લડવામાં મદદ કરે છે અને પીરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરમાં હોર્મોન્સના સંતુલનને બનાવી રાખવામાં મદદ કરે છે. જેનાથી આ પીસીઓએસ થી પીડિત મહિલાઓ માટે એક શ્રેષ્ઠ ફૂડ કહેવાય છે.4) ત્વચા માટે ફાયદાકારક:- ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓથી લડવા માટે મધ એક અસરકારક ઉપચાર છે. એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ત્વચાની અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘરેલુ નુસખા રૂપે કરી શકાય છે. મધનું સેવન કરવાથી અને ત્વચા પર લગાવવાથી ખીલ અને ફોડલીઓની સમસ્યામાંથી છુટકારો મળે છે. ત્વચાની બારીક રેખાઓ અને કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. ડાઘ ધબ્બાથી છુટકારો મળે છે. મધના સેવનથી સાફ અને ચમકતી ત્વચા મેળવી શકાય છે.

5) વાળ માટે ફાયદાકારક:- મધનું સેવન કરવાથી વાળ માટે અત્યંત ફાયદાકારક છે. સાથે જ આને સ્કેલ્પ પર લગાવી શકાય છે. મધમાં હાજર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ વાળના છિદ્રોમાં પોષણ પ્રદાન કરીને ડેન્દ્રફથી છુટકારો આપવામાં મદદ કરે છે. સાથે જ સોરયાસીસ અને એક્ઝિમા જેવી સ્થિતિથી લડવામાં મદદ કરે છે સાથે જ વાળના વિકાસમાં વધારો કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment