ગુણોથી ભરપુર આ મીઠાને ઘરે જ બનાવી કરો સેવન, વજન, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સહિત હૃદય સંબંધિત બીમારીઓને કરી દેશે ગાયબ… જાણો આ મીઠું બનાવવાની રીત…

આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુ હોય છે જેનાથી આપણા ભોજનનો સ્વાદ વધી જાય છે અને તેનાથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે અને તેમાંથી જ એક છે લસણ અને મીઠું. તેનો ઉપયોગ લગભગ દરેક વાનગીમાં કરવામાં આવે છે અને સ્વસ્થ રહેવા માટે આ બંને સામગ્રી ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય લસણવાળું મીઠું ખાધું છે કે જો તમે તેનું સેવન નથી કર્યું તો અમે તમને જણાવીશું તેના ગુણ વિશે અને તેને બનાવવાની રીત વિશે. તેને દરરોજ તમારા ભોજનમાં સામેલ કરવાથી તમને ઘણા બધા ફાયદા મળી શકે છે અને તે બીજી અન્ય શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે તથા તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખુબ જ હેલ્ધી પણ છે.

લસણવાળા મીઠાના ફાયદા : જો તમે તમારું વજન ઉતારવા માંગો છો તો લસણવાળા મીઠાનું સેવન કરી શકો છો, કારણ કે તેમાં ડાયટરી ફાઇબર જોવા મળે છે. તે પાચનમા ખુબ જ મદદરૂપ થાય છે વજન ઓછું કરવા માટે તમારા ડાયટમાં તેને કોઇપણ રૂપે તમે સામેલ કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર કન્ટ્રોલ કરવું ખૂબ જ કઠિન કામ હોય છે ત્યારે તેમને કોઈ પણ વસ્તુનું સીમિત માત્રામાં સેવન કરવાની સલાહ આપે છે, ત્યાં જ લસણવાળું મીઠું બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, કારણ કે તે ઇન્સુલિનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. લસણમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે જે હૃદય સંબંધિત બીમારીને દુર કરવા માટે કારગર સાબિત થાય છે, ત્યારે તમે તમારા કોલેસ્ટ્રોલ સ્તરને બેલેન્સ રાખવા માટે લસણવાળા મીઠાનું સેવન કરી શકો છો.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે લસણ ફાયદાકારક છે, તમે લસણના મીઠાનું સેવન કરો છો ત્યારે તમારો રક્ત પ્રવાહ સારી રીતે ચાલે છે અને તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ સારું માનવામાં આવ્યું છે. ઘણા લોકો લસણની કળીનું સવાર સવારમાં સેવન કરે છે જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય. ત્યારે તમે લસણવાળા મીઠાનું સેવન કરી શકો છો.

કેવી રીતે બનાવશો લસણવાળું મીઠું : તેની માટે સૌપ્રથમ લસણની કળીને છોલીને તેને થોડું સુકવી લો, ત્યારબાદ તેને પીસો. જેટલી માત્રામાં તમે મિશ્રણ તૈયાર કરવા માંગો છો તે સાથે લસણ અને મીઠાની સારી રીતે મિક્સ કરો. જો તમે લસણનું મીઠું પાવડરની જેમ ઇચ્છો છો તો તેને ફૂડ પ્રોસેસરમાં નાખીને એક મિનિટ સુધી ફેરવો. તેનાથી લસણ અને મીઠાનો પાવડર બનીને તૈયાર થઇ જશે. હવે આ મિશ્રણને ઓવનમાં એક કલાક માટે મૂકી ને રાખો. જ્યારે મીઠું તૈયાર થઈ જાય ત્યારે તેને એરટાઇટ બોટલમાં ભરીને સ્ટોર કરો. હવે તમે તેને સલાડ, દાળ જેવી વસ્તુઓમાં ઉપર નાખીને તેનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment