આ બે વસ્તુનું સેવન ઘટાડી દેશે કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેકનું જોખમ, ઇમ્યુનિટી વધારી શરીરને બનાવી દેશે એકદમ નિરોગી…

ભારતીય ઔષધિઓમાં ઘણા બધા મેડિકલ ગુણ જોવા મળે છે. જે આપણને ઘણી બધી શારીરિક સ્થિતિઓથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે. અમુક હર્બસ એટલા માટે ખૂબ જ ચર્ચામાં રહે છે કારણ કે તે આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકે છે અને તેમાંથી જ એક છે લસણ.

લસણ ભારતીય રસોઈનો મુખ્ય ભાગ છે અને આપણા સ્વાસ્થ્યવર્ધક ગુણો માટે પણ ખૂબ જ જાણીતું છે લસણનો પ્રયોગ આપણે આજ સુધી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માટે કર્યું હશે. જેમ કે ચટણી બનાવી શાકભાજીમાં વઘાર કરવો વગેરે પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે લસણ તમારા કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરી શકે છે.

ઘણી બધી શોધમાં એ સાબિત કરવામાં આવ્યું છે કે લસણમાં રહેલું એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને  એચ.ડી.એલ કોલેસ્ટરોલને યોગ્ય કરે છે એટલું જ નહીં જો તમે દરરોજ અડધાથી એક કાચા લસણનું સેવન કરો છો તો તમારો કોલેસ્ટ્રોલનું લેવલ ૮થી ૯ ટકા ઓછું થઈ જાય છે 

કેવી રીતે કરવું લસણનું સેવન : જો તમે લસણ અને લીંબુને એક સાથે મેળવીને તેનું સેવન કરો છો તો તેનાથી તમારા કોલેસ્ટ્રોલમાં ખૂબ જ લાભ મળી શકે છે. તેનાથી તમારા લિપિડ લેવલમાં પણ ખૂબ જ વધારો આવે છે. જો તમે બ્લડપ્રેશરના દર્દી છો તો તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં તમને મદદ મળી શકે છે.

જેવી રીતે લસણ તેલમાં ઓગળી જાય છે તે જ રીતે તમારા મોઢામાં પણ માખણની જેમ પીગળી જશે. જો તમે દરરોજ સવારે ઊઠીને કાચા લસણનું સેવન કરો છો તો તમને અમુક જ દિવસમાં ઘણા બધા શારીરીક બદલાવ જોવા મળશે અને તે ખૂબ જ સ્વાસ્થ્ય માટે લાભકારી પણ થશે. લસણમાંથી ખૂબ જ તીવ્ર સુગંધ આવે છે તેનું કારણ એલિસિન જ હોય છે આ તત્વો આપણને હેલ્ધી બનાવે છે.

લસણના બીજા અન્ય ફાયદા : 1) તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે : કોરોનાના સમયગાળામાં તમે ઘણા બધા એવા કાઢા અને હર્બલ ડ્રિંક પીધા હશે જેમાં લસણને પણ સામેલ કર્યું હશે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. લસણનું સેવન તમારી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે અને કેન્સરનું જોખમ ૩૫ ટકા સુધી ઓછું કરી શકે છે.

2) એન્ટી-ઇનફ્લામેટરી ગુણ : જો તમારા કોઈ સાંધા અથવા મસલ્સમાં સોજો આવી ગયો છે તો લસણના તેલથી માલિશ કરવાથી સોજો ઉતરી જાય છે તે એક એન્ટિ ઇન્ફ્લેમેટરીનું કામ કરે છે.

3) ત્વચા અને વાળ માટે લાભદાયક છે : લસણમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ જ લાભકારક હોય છે એવું માનવામાં આવે છે. કાચા લસણને આપણી ત્વચા ઉપર લગાવવાથી તેનાથી પિમ્પલ સારા થઈ જાય છે અને પિમ્પલ્સના બેક્ટેરિયાને મારવા માટે પણ લસણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આપણા વાળ માટે પણ લાભદાયક છે તેનાથી તમારા વાળ લાંબા અને જાડા થવા માટે મદદ મળે છે.

4) તમારા ભોજનને સુરક્ષિત રાખે છે : તમે લગભગ એવું જોયું હશે કે દરેક ડીશમાં લસણનો પ્રયોગ કરવામાં આવે છે તેની પાછળ એક કારણ હોય છે અને તે કારણ છે આ લસણ ખરેખર તમારા ભોજનને ખરાબ કરતા બેક્ટેરિયાથી ભોજનને સુરક્ષિત રાખે છે.

લસણનું સેવન કરવાથી આપણને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે તેથી જ જો તમે કાચા લસણનું સેવન નથી કરી શકતા તો શાકભાજી વગેરેમાં તેનો પ્રયોગ જરૂરથી કરો જેથી તમને સંપૂર્ણ નહીં પરંતુ અમુક સ્વાસ્થ્ય લાભ તો મળી જ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment