અળસી છે અનેક સમસ્યામાં ઉપયોગી… દરરોજ આ મુખવાસ નું સેવન શરીરના અનેક રોગો માં સર્વશ્રેષ્ઠ

મિત્રો આજે અમે તમને આ લેખમાં એક ખાસ વસ્તુના ગુણો અને તેની વિશેષતા વિશે જણાવશું. જેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો. કેમ કે તેના અઢળક ફાયદા થાય છે. તો આજે આ લેખને અવશ્ય વાંચો. કેમ કે આ લેખમાં ઘણી બધી શારીરિક સમસ્યાનું સમાધાન મળી રહેશે. તો ચાલો જાણીએ શું છે એ ખાસ વસ્તુ.

મિત્રો આજે આ લેખમાં અમે તમને અળસીના ફાયદાઓ વિશે જણાવશું. જે આપણા શરીરની તંદુરસ્તી માટે ખુબ જ કારગર સાબિત થાય છે. જો આપણે આપણા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવી રાખવું હોય તો રોજ બે ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. જો આપણે નિયમિત બે ચમચી અળસીનું સેવન કરીએ તો તેની સારી અસરો આપણા શરીર પર અવશ્ય જોવા મળે છે. અળસીમાં ઓમેગા-3 ની સાથે ફાયબર, પ્રોટીન, વિટામીન-B કોમ્પલેક્સ, મેગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ ફોસ્ફરસ, સેલેનીયમ અને ફાઈટોઓસ્ટ્રેજન જેવા તત્વ જોવા મળે છે.

મિત્રો માત્ર 100 ગ્રામ અળસીની અંદર ભરપુર માત્રામાં પોષકતત્વ રહેલા હોય છે. જેમાં 534 કેલરીઝ, ફેટ 42 ગ્રામ, સેચ્યુરેટેડ ફેટ3.7 ગ્રામ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટ 29 ગ્રામ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ 8 ગ્રામ, કોલેસ્ટેરોલ 0 મીલીગ્રામ,  પોટેશિયમ 813 મીલીગ્રામ, ડાયેટરી ફાયબર 27 ગ્રામ, સોડિયમ 30 મીલીગ્રામ, ટોટલ કાર્બોહાઇડ્રેટ 29 ગ્રામ, ડાયેટરી ફાયબર 27 ગ્રામ, શર્કરા 1.6 ગ્રામ, વિટામિન એ 0 %, પ્રોટિન 18 ગ્રામ, વિટામિન સી 1%, કેલ્શિયમ 25%, આયર્ન 31%, વિટામિન બી-6 25%, વિટામિન બી-12 0%, વિટામિન ડી 0%, વિટામિન ડી 0%. તો બધા જ તત્વો અળસી અંદર રહેલા હોય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : અળસીમાં લિગ્નિન અને ઓમેગા-3 જેવા તત્વ આપણા શરીરમાં ચરબીને જમા થતા અટકાવે છે. ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે પોતાના માટે કસરત કરવાનો પણ સમય ન મળતો હોય. તો તેવા લોકોએ સવારે ઉઠીને અળસીનું સેવન કરવું જોઈએ. આ ઉઅપાય દ્વારા તમે તમારા વજનને કંટ્રોલમાં કરી શકશો. ત્યાર બાદ જમવાના એક કલાક પહેલા દોઢ ચમચી અળસીનું સેવન કરવું જોઈએ અને બરાબર ચાવીને તેનું સેવન કરવાનું છે. ત્યાર બાદ એક ગગ્લાસ પાણી પીય લેવું. તેનાથી તમારું પેટ થોડું ભરેલું લાગશે અને તેના કારણે જમવાનું ઓછું ચાલશે.

પાચનતંત્રમાં સુધારો આવે : પાચન શક્તિ જો નબળી હોય તો મોટાભાગે કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. પરંતુ જો ઉપર જણાવવામાં આવ્યું તે અનુસાર અળસીનું સેવન કરવામાં આવે પાચન શક્તિમાં પણ સુધારો આવે છે. પરંતુ પાણી પીવાનું વધારે રાખવું જોઈએ.અસ્થમાના ઈલાજ માટે : અસ્થમા હોય તો તેમાં પણ અળસી આપણને રાહત આપે છે. તેના માટે તમારે અળસીના બીજને વાટી લેવાના અને તેમાં પાણી મિક્સ કરી દેવાનું. પરંતુ અળસીના બીજ વાળું મિક્સ કરેલું પાણી 10 કલાક મૂકી રાખવાનું. આ પાણીનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાનું. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે નિયમિત સેવન કરવાથી અસ્થમાની તકલીફ માંથી રાહત મળે છે. સાથે સાથે આ પાણી પીવાથી ઉધરસમાં પણ રાહત મળે છે.

મહિલાના હોર્મોન્સ પણ મેનેજ કરે : અળસીમાં ફાઇટોએસ્ટ્રોજન રહેલા હોય છે. જેના કારણે સ્ત્રીઓને વિશેષ લાભ થાય છે. સ્ત્રીઓને માસિકના સમયે હોર્મોનલમાં ફેરફાર થતા હોય છે. જેના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. માસિકમાં અકળામણ, અનિયમિત રક્તસ્ત્રાવ, કમરનો દુઃખાવો, યોની શુષ્ક થઇ જવી જેવી સમસ્યામાં સ્ત્રીને ખુબ જ રાહત આપે છે.

સ્કીન અને વાળને સ્વસ્થ અને સુંદર બનાવે : ત્વચામાં ચમક, વાળની સુંદરતા બંને માટે અળસીનું સેવન ઉપયોગી બને છે. તેના માટે પણ રોજ બે ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. અળસીમાં કોલેજન પ્રોડક્શન અને ત્વચાના નવા સેલ્સ બનાવવામાં મદદરૂપ થાય છે. ઉમર વધે તો પણ આપણી ત્વચામાં ચમક રહે છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે : અળસીમાં ફાયબરનું પ્રમાણ હોય છે, જે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ હોય તેને ઓછું કરે છે. સાથે સાથે જો હાઈ બ્લડપ્રેશરમાં પણ રાહત આપે છે.ડાયાબિટીસમાં પણ રાહત : અળસીમાં બ્લડ શુગરને ઓછી કરવામાં ખુબ જ ઉપયોગી હોય છે. ડાયાબિટીસ હોય તો 25 ગ્રામ અળસીનું સેવન કરવું જોઈએ. પરંતુ તમે અળસીનું સેવન આખો દિવસ દરમિયાન કોઈ પણ સમયે કરી શકો છો.

સાંધાના દુઃખાવામાં રાહત મળે : જો સાંધાના દુઃખાવામાં પણ રાહત હોય મેળવવી હોય તો પણ અળસી ખુબ જ અસરકારક રહે છે. અળસીનું સેવન કરવામાં આવે તો લોહી પાતળું બને છે. સાંધાના દુઃખાવામાં અળસીના પાવડરને સરસિયાના તેલમાં ગરમ કરીને તેને ઠંડુ કરી નાખવાનું. ત્યાર બાદ સાંધાના દુઃખાવામાં લગાવી દેવાનું.

અળસીમાં રહેલું ફાયબર પેટને સાફ કરી નાખે, શરીરને ઉર્જા અને સ્ફૂર્તિ પણ અળસી આપે છે, અળસીના બીજના તેલથી આપણો ચહેરો ચમકદાર બને છે, ત્યાર બાદ શરીરમાં કોઈ ભાગમાં દાઝી ગયા હોઈએ તો ત્યાં પણ અળસીનુના તેલથી માલીશ કરવું જોઈએ, અળસીના સેવનથી સ્ત્રીઓને માસિકના સમયમાં પણ રાહત આપે છે, ત્યાર બાદ જો કફની સમસ્યા હોય તો પણ રોજ અળસીનું સેવન કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment