મફતમાં મળતા આ બીજને ફેકતા પહેલા આવી રીતે કરો ઉપયોગ, શરીરમાં થશે આવા અનોખા ફાયદા.

તરબૂચ ખાલી ખાવામાં સ્વાદિષ્ટ નથી હોતા પણ ગરમીમાં શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે. તરબૂચ ખાવાના ફાયદા વિશે તો બધા લોકો જાણે છે પણ તમે ક્યારેય તેના બીજ થી થતા ફાયદા વિશે જાણ્યું છે. હેલ્થ એક્સપર્ટ ના કહેવા પ્રમાણે તરબૂચ ખાતા સમયે આપણે જે બીજને કાઢીને ફેકી દઈએ છીએ તે બીજ શરીર માટે ખુબજ ફાયદાકારક વસ્તુ છે. આ બીજ પણ ફળ જેટલા પૌષ્ટિક છે હોય છે. આવો અમે તમને જણાવીએ આ લેખમાં તરબૂચ ના બીજના ફાયદા અને ખાવાની સાચી રીત વિશે. 

તરબૂચ ના બીજમાં ન્યૂટ્રીશનલ વેલ્યુ:- તરબૂચ નાં બીજમાં આર્યન, મેગ્નેશ્યમ, ઝીંક અને સ્વસ્થ ચરબીનો ખૂબ સારો સ્ત્રોત હોય છે. આના 4 ગ્રામ બીજમાં લગભગ 0.29 મીલીગ્રામ આર્યન, 21 મીલીગ્રામ, બહુઅસંતૃપ્ત અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે. આ બધા પોષકતત્વો શરીરને ઘણા બધા ફાયદા આપે છે.વજન ઘટાડવામાં:- તરબૂચ ના બીજમાં ન્યુટ્રિશન વેલ્યુ આનાથી એક જબરદસ્ત સુપર ફૂડ બંને છે. આમાં ખુબ જ ઓછી ક્લેરી મળે છે. હાલ તો આનો ઉપયોગ લગભગ 4 ગ્રામ (મુઠ્ઠીભર બીજ) ખાવા જોઈએ. લો કેલેરી ફળ હોવાના કારણે વજન ઘટાડવા વાળા માટે ખુબ જરૂરરી છે. ફટાફટ વજન કંટ્રોલ કરી તમને ઘણી બધી ગંભીર બીમારીઓથી બચાવે છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ:- તરબૂચ નાં બીજ ને બ્લડ શુગર લેવલ અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવા સાથે જોડીને જોવામાં આવે છે. એક સ્ટડી પ્રમાણે તરબૂચનાં બીજ માં હાજર મેગ્નેશ્યમ આના માટે જવાબ દ્વાર હોય છે. તે મેટાબોલાઇઝિંગ કાર્બોહાઇડ્રેટ્સને અસરકારક રીતે નિયંત્રિત કરી ટાઈપ-2 ડાયાબિટીસ માં મદદ કરે છે.ચમકતી ત્વચા:- મેગ્નેશ્યમ, એન્ટિઓક્સિડન્ટ્સ અને ઝિંક જેવા પોષકતત્વો થી ભરપુર આ તરબૂચના બીજ આપણી ત્વચા માટે ખુબ સારા હોય છે. આ ત્વચાના ટોન સુધારે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને પણ ધીમી કરે છે. તરબૂચના બીજ માંથી નીકળતા તેલનું ઘણી બધી સ્કીન કેર પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે. 

તરબૂચ નાં બીજ ખાવાની સાચી રીત:- તરબુચના બીજને બહાર કાઢીને પછી એક નોન સ્ટીકમાં સારી રીતે શેકી લો. ત્યાર બાદ તેને એક ડબ્બા માં સંભાળી રાખી દો. આ બીજ નો ઉપયોગ તમે સવારે આહારમાં સામેલ કરી દો. આને તમે સલાડ, ઓટ્સ, ટોસ્ટ અથવા અન્ય બીજ અને બદામ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. આવી રીતે તમે આ બીજનું સેવન કરી શકો છો અને ઘણા બધા ફાયદા પણ થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment