આનું સેવન શરદી, ઉધરસ, સંધિવા, માથાના દુખાવા સહિત કેન્સર અને હૃદય રોગમાં છે 100% અસરદાર, એકવાર અજમાવો, ભયંકરમાં ભયંકર બીમારીઓ પણ રહેશે દુર…

આપણે મધ તેમજ કેસરનું સેવન જરૂર કરીએ છીએ. તેનાથી શરીરને અનેક પોષક તત્વોની આપૂર્તિ થાય છે. જો કે મધ અને કેસરનું સેવન શિયાળામાં કરવું વધુ ફાયદાકારક સાબિત થાય છે. ચાલો તો આપણે જાણી લઈએ મધ અને કેસર ખાવાથી થતા ફાયદાઓ વિશે.

મધ અને કેસર બંનેનું સેવન શરીર માટે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. મધ અને કેસરના ફાયદા પણ શરીર માટે અનેક છે. લોકો મધનું સેવન શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારની સમસ્યાઓથી બચવા માટે કરે છે. પરંતુ, શું તમને ખબર છે કે મધ અને કેસરનું એકસાથે સેવન શરીર માટે કેટલું ફાયદાકારક થઈ શકે છે ? વાસ્તવમાં મધ અને કેસરને સાથે ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓથી ફાયદો મળે છે.

કેસર દુનિયાના સૌથી મોંઘા મસાલામાંથી એક છે અને તેનો મોટા ભાગે ઉપયોગ દૂધ અને દૂધથી બનેલી મીઠાઈઓના નિર્માણ માટે કરવામાં આવે છે. કેસરમાં સેંકડો ઔષધિય ગુણ જોવા મળે છે જે શરીરને તાકાત આપવાની સાથે નીરોગી રાખવાનું કામ પણ કરે છે. ઠંડીની ઋતુમાં કેસરની સાથે મધનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. મધમાં એન્ટીઓક્સિડેંટ, એન્ટી ઈમ્ફ્લેમેટરી જેવા તમામ ગુણો રહેલા હોય છે જે શરીરની બીમારીઓથી રક્ષા કરે છે. મધ ખાવાથી શરીરની ઇમ્યુનિટીને પણ ફાયદો મળે છે. મધ અને કેસરના ફાયદાઓ આ પ્રમાણેના છે.

મધ અને કેસરના ફાયદા : મધમાં શરીર માટે ઉપયોગી તમામ એવા ગુણ જોવા મળે છે જે શરીરને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. મધમાં શરીર માટે ઉપયોગી કાર્બોહાઈડ્રેડ, શુગર, કેલ્શિયમ, પોટેશિયમ, સેલેનિયમ, વિટામિન, ફોલેટ વગેરે જોવા મળે છે. તેનું સેવન શરીરને સંક્રમણ વગેરેથી બચાવવાનું કામ કરે છે. તેમ જ કેસરમાં શરીર માટે ઉપયોગી તમામ એવા ગુણ જોવા મળે છે જે ઘણી સમસ્યાઓમાં ખુબ ઉપયોગી બની રહે છે. કેસર અને મધનું એકસાથે સેવન કરવાથી તમારા શરીરને ઘણા ફાયદાઓ મળી રહે છે.

1 ) શરદી – ઉધરસની સમસ્યામાં ફાયદાકારક : શરદી, ઉધરસની સમસ્યામાં મધ અને કેસરનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ઋતુમાં બદલાવ અને વાઈરસના સંપર્કમાં આવવાથી લોકોને મોટા ભાગે શરદી, ઉધરસની સમસ્યા થઈ જતી હોય છે. ઘણી વખત આ શરદી, ઉધરસ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લે છે. શરદી, ઉધરસથી તરત જ રાહત મેળવવા માટે તમે ગરમ દૂધમાં એક ચપટી કેસર અને એક ચમચી મધ મિક્સ કરીને તેને પીઓ. આવું બે ત્રણ વખત કરવાથી તમને ફાયદો થશે. તેનાથી શરીરની ઇમ્યુનિટી પણ વધે છે.

2 ) માથાના દુખાવા : માથાના દુખાવાની સમસ્યામાં કેસર અને મધનું સેવન કરવાથી ફાયદો મળે છે. તમને માથાના દુખાવાની સમસ્યા ઘણા કારણોથી થઈ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે મધ અને કેસરનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ માટે તમે દરરોજ એક ચપટી કેસરને એક ચમચી મધમાં મિક્સ કરીને તેનું સેવન કરો.

3 ) પાચનતંત્ર : પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે કેસરનું સેવન ખુબ જ ઉપયોગી અને ફાયદાકારક ગણવામાં આવે છે. કેસરમાં એન્ટીઓક્સિડેંટ અને એન્ટીઇમ્ફ્લેમેટ્રી ગુણ રહેલા હોય છે જે પાચનતંત્ર માટે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. કેસર અને મધનું સેવન કરવાથી તમને પાચનથી જોડાયેલી ઘણી સમસ્યાઓમાં ફાયદો મળે છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે.

4 ) કેન્સર માટે : કેન્સર જેવી ગંભીર સમસ્યામાં કેસર ખાવાથી ફાયદો મળે છે. કેસરમાં ક્રોસીન, કોલોરેકટલ વગેરે ગુણ જોવા મળે છે જે શરીરમાં કેન્સરની કોશિકાઓને વધવાથી રોકવાનું કામ કરે છે. આ સિવાય મધમાં ઘણા એવા ગુણ રહેલા હોય છે જે કેન્સરની કોશીકાઓને વધતી રોકવાનું કામ કરે છે. કેન્સરથી બચવા માટે મધ અને કેસરનું સેવન ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે.

5 ) નિંદરથી જોડાયેલી સમસ્યાઓમાં ઉપયોગી : અનિંદ્રા કે ઊંઘથી જોડાયેલી અન્ય સમસ્યાઓ માટે મધ અને કેસરનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. એક રિસર્ચ મુજબ કેસરમાં રહેલ ક્રોસીન નામનું તત્વ ઊંઘને વધારવા અને સારી ઊંઘ માટે ખુબ જ ઉપયોગી હોય છે. અનિંદ્રાની સમસ્યામાં રોજ એક ગ્લાસ દૂધમાં કેસર નાખીને તેમાં થોડું મધ મિક્સ કરીને પીવાથી ફાયદો મળે છે.

6 ) સંધિવાની સમસ્યામાં : અર્થરાઇટીસ અથવા સંધિવાની સમસ્યામાં કેસર ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે. કેસરમાં રહેલા ગુણ શરીર અને સાંધાના સોજાને ઘટાડવામાં ખુબ જ ઉપયોગી બની રહે છે. કેસરના પાંદડા પણ સાંધાની તકલીફમાં ખુબ ઉપયોગી બની રહે છે. અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની પારંપારિક ચીકીત્સા માટે કરવામાં આવે છે. કેસર અને મધનું સેવન કરવાથી તમને સંધિવાની સમસ્યામાં ઘણો ફાયદો મળે છે.

7 ) હાર્ટ માટે : હાર્ટથી જોડાયેલી સમસ્યાઓના દર્દી આજના સમયે વધી રહ્યા છે. દુનિયા આખીમાં લાખોની સંખ્યામાં લોકો હૃદયથી જોડાયેલી ગંભીર બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. તેની પાછળ સૌથી પ્રમુખ કારણ ખાણીપીણી અને જીવનશૈલીને ગણવામાં આવે છે. હાર્ટથી જોડાયેલી સમસ્યાઓમાં મધ અને કેસરનું સેવન ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે.

8 ) સ્કીન માટે : સ્કીન પર મધ અને કેસર લગાડવાથી ઘણો ફાયદો મળે છે. સ્કીન પર રહેલા ડાઘ દૂર કરવા માટે મધ અને કેસરને મિક્સ કરીને સ્કીન પર લગાડી શકાય છે. તેનાથી થોડા દિવસોમાં ફાયદો મળે છે અને સ્કિનથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

કેસરનું દરરોજ 0.5 થી 1 ગ્રામની માત્રામાં સેવન કરી શકાય છે તેનું વધારે સેવન શરીર માટે નુકશાનકારક પણ થઈ શકે છે. માટે તેનું સેવન કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment