પ્રેગ્નેન્સીમાં રોજ કરો આ 5 દાણાનું સેવન, 9 મહિના સુધી નહિ થાય કબજિયાત, કેલ્શિયમ અને લોહીની કમી… માતા અને બાળક બંને માટે છે વરદાન સમાન…

મહિલાઓ ગર્ભાવસ્થામાં પોતાની ડાયટનું વિશેષ ધ્યાન રાખતી હોય છે. તેઓ એવો ખોરાક લેવાનું પસંદ કરતી હોય છે જેનાથી માતા અને બાળકને પુરતું પોષણ મળી રહે. જો કે ગર્ભાવસ્થામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે કબજિયાત, એનીમિયા જેવી સમસ્યાઓ મહિલાઓને થતી હોય છે. જો તમને પણ ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવાથી ફાયદો થાય છે તે જાણવા માંગતા હો તો આ લેખમાં આજે અમે તમને કિશમિશ ખાવાથી ગર્ભાવસ્થામાં શું ફાયદો થાય છે જેના વિશે જાણીશું.

પ્રેગ્નેન્સીમાં હેલ્થી ડાયટ લેવી ખુબ જરૂરી હોય છે. જેથી 9 મહિના સુધી પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં દરેક પ્રકારના પૌષ્ટિક તત્વો જોવા મળે. જેનાથી ગર્ભમાં રહેલ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સરખી રીતે થઈ શકે. પ્રેગ્નેન્સીમાં ખાણીપીણીની વાત કરીએ તો, ફળ, શાકભાજી, અનાજ, માંસ-માછલી, નટ્સ, સાલ, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ડ્રાય ફ્રૂટ્સ વગેરે દરેક વસ્તુઓનું સેવન ભરપૂર માત્રામાં કરવું જોઈએ.

વાત કરીએ ગર્ભાવસ્થામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાની તો, પ્રેગ્નેન્ટ મહિલાઓએ કિશમિશનું સેવન જરૂરથી કરવું જોઈએ. તો શરીરમાં આયરનની ઉણપ થતી નથી. કારણ કે કિશમિશમાં આયરનની ભરપૂર માત્રા જોવા મળે છે. જાણો ગર્ભાવસ્થામાં કિશમિશ ખાવાના અન્ય ફાયદાઓ. જો તમારા શરીરમાં આયરનની કમી આવશે તો લોહીનું પ્રમાણ ઘટી જાય છે. આથી કિશમિશ તમારા શરીરમાં લોહીનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે.

પ્રેગ્નેન્સીમાં કિશમિશ ખાવાના ફાયદા : જો તમે ચાહતા હોય કે, તમારા બાળકના હાડકાં મજબૂત થાય, તો તમે કિશમિશ ખાઓ, તેમાં કેલ્શિયમ હોવાને કારણે હાડકાંને મજબૂતી મળે છે. કિશમિશમાં નેચરલ શુગર, માઈક્રોન્યુટ્રિઅંટસ, બાયોએક્ટિવ કમ્પાઉંડ્સ હોય છે. કિશમિશ સરળતાથી પછી જાય છે. શરીરને ઉર્જા આપે છે. કેલ્શિયમ સિવાય, તેમાં ફૉસ્ફરસ, પોટેશિયમ પણ હોય છે, જે ભ્રૂણના વિકાસ માટે જરૂરી છે. તમારા બાળકને કેલ્શિયમ મળવાથી તેના હાડકા મજબુત બને છે.

એનીમિયાથી બચાવે : મોમજંકશન ડોટ કોમમાં સંતાયેલી એક રિપોર્ટ મુજબ, પ્રેગ્નેન્સીમાં સામાન્ય રીતે મહિલાઓને એનીમિયાની સમસ્યા થતી હોય છે. આયરન ડેફિસિયન્સી એનીમિયા ગર્ભાવસ્થામાં ખુબ જ કોમન છે. તેવામાં આયરનથી ભરપૂર કિશમિશનું સેવન કરવાથી એનીમિયા થવાનું જોખમ મટે છે. ગર્ભાવસ્થામાં લોહીની કમી થવાથી જોખમ વધી શકે છે.

કબજિયાત : પેટને સ્વસ્થ રાખવા માટે કિશમિશ તમારી મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓને કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓ થતી હોય છે. કિશમિશના સેવનથી આ સમસ્યાઓથી બચી શકાય છે. કારણ કે તેમાં ફાઈબર હોય છે. જે મળ ત્યાગને સરળ બનાવે છે.

દાંત : દાંતની મજબૂતી માટે કિશમિશનું સેવન ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન પેઢામાં સોજાની સમસ્યા પણ પ્રેગ્નેન્ટ મહિલાઓને પરેશાન કરી શકે છે. કિશમિશ ઓલિનોલીક એસિડ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે તમારા દાંત અને પેઢાની રક્ષા કરે છે.

શારીરિક ઉર્જા : શરીરને ઉર્જાવાન બનાવે છે. કિશમિશ ગ્લુકોઝ અને ફ્રૂટ શુગરનો સારો સ્ત્રોત છે. એક મુઠ્ઠી જેટલી કિશમિશ ખાવાથી તમને તરત જ ઉર્જા મળે છે. તેવામાં જ્યારે પણ તમને સુસ્તી, આળસ અથવા લો એનર્જી અનુભવાય ત્યારે તમે કિશમિશ ખાઈ શકો છો.

હાર્ટ ડિસીઝ, કેન્સરનું જોખમ : કિશમિશમાં શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે. જે ઘણા પ્રકારના કેન્સર, હાર્ટ એટેક અને અન્ય હૃદય સંબંધી સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આમ ગર્ભાવસ્થામાં કિશમિશનું સેવન તમારું સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે.

કંઈ રીતે ખાવી કિશમિશ : રાત્રે સૂતા પહેલા તમે દૂધ સાથે કિશમિશ ખાઈ શકો છો, 5-10 દાણા એમ જ કિશમિશના ખાઈ શકો છો, મીઠી વસ્તુઓ જેવી કે, ખીર, હલવો, સેવઈ, મીઠાઈમાં કિશમિશ નાખી સેવન કરી શકો છો. પાણીમાં કિશમિશ પલાળીને સવારે તેનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment