પેટની ચરબી અને વજનને તાત્કાલિક ઘટાડવા ખાવા લાગો આ રોટલી, ફક્ત 1 અઠવાડિયામાં જ દેખાશે તફાવત… જાણો બનાવવાની રેસિપી અને ફાયદા… 

આજના સમયમાં દરેક લોકો વજન વધારા અને પેટની ચરબીને લઈને ખુબ જ પરેશાન રહેતા હોય છે. તેઓ શરીરની વધારાની ચરબી ઘટાડવા માટે અનેક ઉપાયો અપનાવે છે. એટલે સુધી કે ચરબી ઓછી કરવા માટે ખોરાક પણ ઓછો લે છે. પરંતુ તેનાથી ચરબી ઓછી નથી થતી. પરંતુ આજે અમે તમને એક એવા લોટની રોટલી વિશે જણાવી રહ્યા છીએ જેના સેવનથી તમને એક અઠવાડિયામાં જ વધારાની ચરબી ઓછી થવા લાગશે.

રોટલી આપણાં દૈનિક આહારનું એક અભિન્ન અંગ છે. દાળ અને સબ્જીથી લઈને કઢી, રાયતા રોટલીને કોઈ પણ ડીશ સાથે જોડી શકાય છે. તે બધી જ ડિશ સાથે પરફેક્ટ કોમ્બીનેશન બનાવે છે. તે આપણા આહારનું મુખ્ય ભોજન છે અને ભોજનને વધારે પૌષ્ટિક બનાવે છે. તેની વગર કોઈ પણ ભોજન અધૂરું હોય છે. આપણે દરરોજ જે ઘઉંની રોટલી ખાઈએ છીએ, તે માત્ર કાર્બોહાઈડ્રેડથી જ ભરપૂર નથી હોતી. પરંતુ તેમાં કેલેરીની માત્રા પણ સારી એવી જોવા મળે છે.

પરંતુ જો તમે ઘઉંની રોટલી ખાઈને કંટાળી ગયા હોય અને તેની જગ્યાએ એટલો જ હેલ્થી વિકલ્પ પસંદ કરવા માંગતા હોય તો, એક પ્રકારની રોટલી છે. જેને તમે સરળતાથી તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. તે છે લો કેલેરી વાળી ઓટ્સ રોટલી. ઓટ્સની રોટલી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે. સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ ઓટ્સની રોટલી વિશે. પરંતુ તે પહેલા જાણીએ ઘઉંની રોટલીના ફાયદા- જો કે તમે ઓટ્સને પોતાના ડાયટમાં સમાવેશ કરીએ જ છીએ. પરંતુ તેની રોટલી પણ એટલી જ હેલ્દી માનવામાં આવે છે.

ઘઉંની રોટલીમાં કેટલી કેલેરી હોય છે : ઘઉંની રોટલીમાં લગભગ 100 કેલરી હોય છે. જ્યારે એક નાની ઘઉંની રોટલીમાં 90 કેલેરી હોય શકે છે અને મોટી રોટલીમાં 110 કેલેરી હોય છે. જો આપણે 2 થી 3 રોટલી ખાઈએ છીએ તો સરળતાથી 200 થી 300 કેલેરીનું સેવન કરી લઈએ છીએ.

કંઈ વસ્તુની બનેલી છે લો કેલરી રોટલી : લો કેલેરી રોટલી માટે રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઓટ્સ રોટલીમાં લગભગ 70 કેલેરી હોય છે. એક નાની સાઈઝની ઓટ્સ રોટલી ખાવાથી 60 કેલોરી મળે છે. જ્યારે મોટી રોટલી ખાવાથી 80 કેલેરી મળે છે. જો આપણે 2 ઓટ્સની રોટલી પણ ખાઈએ તો લગભગ 120 થી 140 કેલોરી જ ખાઈએ છીએ. જે લોકો ડાયટિંગ કરી રહ્યા હોય અથવા લો કેલેરી વાળી વસ્તુઓ ખાવાનું વિચારી રહ્યા હોય તેઓ સરળતાથી ઘઉંની રોટલીની જગ્યાએ આ રોટલી ખાઈ શકે છે.

કેવી રીતે બનાવવી ઓટ્સ રોટલી અને સામગ્રી : 1 કપ – ઓટ્સ, 1 કપ – પાણી, 2 ચપટી – મીઠું, અડધી નાની ચમચી – ઘી.

ઓટ્સ રોટલી બનાવવાની રીત : એક બ્લેન્ડર જારમાં ઓટ્સ લો, મોટા ઓટ્સનો પાવડર બનાવવા માટે બ્લેન્ડ કરો, હવે ઓટ્સના લોટને ચાયણીની મદદથી ચાળી લો, એક વાસણમાં પાણી લઈ તેમાં ઊભરો આવા દો, હવે તેમાં બે ચપટી મીઠું ઘી સાથે મિક્સ કરી લો. ઓટ્સનો લોટ લો અને મિક્સ કરવા માટે ચમચીનો ઉપયોગ કરો. જો તમને લાગે કે ઓટ્સનો લોટ ખુબ જ ચીકણો છે, તો ઘભરાવું નહીં, તેને એક ધારો શેકતા રહો. તમને એક ચીકણો અને મુલાયમ લોટ મળે છે.

તેને વાટકામાં કાઢી લો અને ઠંડુ થાય એટલે હાથથી મસળી લો, હવે આ લોટનો ઉપયોગ દરરોજ રોટલી બનાવવા માટે કરો. અને આ ઓટ્સની રોટલીને તમારી પસંદગીની ડિશ સાથે પીરસો.

જણાવી દઈએ કે ઓટ્સમાં બીટા ગ્લુકન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. ઓટ્સની રોટલી ખાવાથી ગુડ કોલેસ્ટ્રોલનું ઉત્પાદન થાય છે. આમ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ઓટ્સની રોટલી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment