ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

મિત્રો હવે ઉનાળો આવી ગયો છે એટલે સ્વાભાવિક છે કે, હવે ઘરે ઘરે અથાણાઓ બનવા લાગશે. જેમ કે કેરીનું અથાણું, ગાજરનું અથાણું, કેરીનો મુરબ્બો, લીંબુનું અથાણું, ગુંદાનું અથાણું, ચણા મેથીનું અથાણું વગેરે. જો કે દરેક અથાણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે આથી તેનું થોડો ઘણો આપાવવા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આજે અમે તમને લીંબુના અથાણા વિશે જણાવીશું. જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

જો ભારતીય ભોજનની કરવામાં આવે તો તેનો સ્વાદ લાજવાબ હોય છે. દરેક વ્યંજનની મહેક તેના મસાલાઓના તાલમેલને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આપણે ભારતીય ભોજન જો સાદું હોય તો તેનો ભોજનનો સ્વાદ વધારવા માટે અથાણાને સામેલ કરીએ છીએ. પોતાના ચટપટા અને તીખા સ્વાદને કારણે અથાણું ખાવું મોટાભાગના લોકો પસંદ કરે છે. ઘણા લોકો એવા હોય છે જે અથાણામાં વધુ મસાલા અને તેલને કારણે ખાવાનું પસંદ નથી કરતા.

જો કે આપણા દેશમાં અથાણાની ઘણી રેસીપી ઉપલબ્ધ છે. આ બધા અથાણામાં એક લીંબુનું અથાણું છે. જે પોષણથી ભરપુર છે. જો કે દરેક રાજ્યની તેને બનાવવાની રીત અલગ અલગ છે. પણ જો ઘરે બનાવવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક છે. લીંબુનું અથાણું સેંકડો વર્ષોથી ભારતીય ખાનપાનનો ભાગ રહ્યો છે. વાસ્તવમાં ફર્મેન્ટેડ ફૂડના સેવનથી ઇન્સ્યુલિન સંતુલિત રહે છે અને શરીરમાં સોજો બહુ ઓછો આવે છે. એટલું જ નહિ માંસપેશીઓમાં એઠન, વજન ઓછું કરવું તેમજ મધુમેહમાં આરામ માટે પણ અથાણાનું સેવન લાભકારી છે. જો તમે પણ પોતાના ભોજનમાં લીંબુનું અથાણું સામેલ કરશો તો તમને તેનાથી ઘણા ફાયદા થશે.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે : હેલ્દી લાઈફ માટે સારું બ્લડ સર્ક્યુલેશન થવું ખુબ જ જરૂરી છે. બ્લડ સર્ક્યુલેશનમાં વધારો ઘટાડો થતો રહે છે. જે ક્યારેક વધુ તો ક્યારેક નિમ્ન હોય છે. જે દરેક રીતે ખતરનાક છે. જો તમે પોતાના ભોજનમાં લીંબુનું અથાણાની થોડી માત્રા સામેલ કરો છો, તો તમારું બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં મદદ મળે છે. લીંબુના અથાણામાં તાંબુ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમની ભરપુર માત્રા છે. જે શરીર માટે ખુબ જ સારી છે અને શરીરની દરેક જરૂરત પૂરી કરે છે.

હાડકાઓને મજબુત કરે છે : લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ હાડકાઓની તંદુરસ્તી પર પણ અસર થાય છે. અથવા એમ કહી શકાય કે, આપણા હાડકાઓ પણ ઘણા અંશે અસ્વસ્થ થઈ જાય છે. આ પરેશાની ખાસ કરીને મહિલાઓમાં વધુ હોય છે. વિશેષજ્ઞની માનવામાં આવે તો આવું આયર્ન અને કેલ્શિયમ ઈ કમીને કારણે થાય છે. જે હાડકાઓ પર ખુબ ખરાબ પ્રભાવ નાખે છે. હાડકાઓને સ્વસ્થ અને મજબુત રાખવા માટે વિટામીન સી, વિટામિન એ, પોટેશિયમ, અને કેલ્શિયમ ભરપુર માત્રામાં લેવું જોઈએ. આ બધી વસ્તુઓ તમને લીંબુના અથાણા માંથી એક સાથે મળી જાય છે. જો તમે પણ પોતાના હાડકાઓને મજબુત કરવા માંગો છો તો ભોજનની સાથે થોડું લીંબુનું અથાણું જરૂર ખાવ.

ઈમ્યુનિટી વધારે છે : મહામારીથી બચવા માટે ઈમ્યુનિટીને મજબુત કરવી ખુબ જરૂરી છે. જો આપણી ઈમ્યુનિટી મજબુત રહેશે તો આપણે પોતાના શરીરને સંક્રમણથી બચાવી શકીશું. આ સાથે જ આપણે પોતાની ઈમ્યુનિટી કેવી રીતે મજબુત રાખી શકીએ તે પણ આપણા પર નિર્ભર છે. આપણે શું ખાઈએ છીએ અને પોતાના આહારમાં કંઈ વસ્તુઓ સામેલ કરીએ છીએ તેનું પણ ખુબ મહત્વ છે. પોતાની ઈમ્યુનિટી મજબુત કરવા માટે સૌથી સારી રીત છે આપણે હેલ્દી ખોરાક લેવો જોઈએ. એવા ખાદ્ય ખોરાક લેવા જોઈએ જેનાથી આપણી ઈમ્યુનિટી મજબુત બની શકે. જેમ કે લીંબુનું અથાણું. તેમાં વિટામીન બી કોમ્પ્લેક્સ છે જેનાથી આપણી ઈમ્યુનિટી વધે છે.હૃદયને સ્વસ્થ રાખે છે : કહેવાય છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહારનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આપણું હૃદય ત્યારે જ મજબુત રહેશે જ્યારે આપણે ફેટ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકીએ. લીંબુના અથાણામાં એક સારો અને સ્વાદિષ્ટ ફ્લેવરની સાથે જીરો ફેટ અને જીરો કોલેસ્ટ્રોલ હોય છે. જે ખાવાનો સ્વાદ વધારે છે સાથે હૃદયનું પણ ધ્યાન રાખે છે.

સારા પાચનમાં ફાયદાકારક : જે લોકો કેટોજેનિક ડાયેટ લે છે તે પણ લીંબુનું અથાણું અથવા તેનો રસ ડાયેટમાં સામેલ કરવાનું પસંદ કરે છે. કારણ કે ઇલેક્ટ્રોલાઈટ સંતુલનને મેનેજ કરવા માટે વધુ સોડીયમની આવશ્યકતા હોય છે. ઘણા લોકો જેને ડાયજેશન સંબંધિત ફરિયાદ હોય છે, જે ક્યારેક દવાઓથી ઠીક નથી થતું. જ્યારે લીંબુના અથાણામાં રહેલ એન્જાઈમ શરીરના ડીટોકસ ફિકેશનમાં સહાયક છે. એક હેલ્દી ડાયજેશનથી ખીલ અને સ્કીનની સમસ્યા ઓછી થાય છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!