દરરોજ ગરમ પાણી સાથે આ દાણાનું સેવન શરીર માટે છે અમૃત સમાન, લિવર, લોહીની કમી, નબળાઈ જેવી સમસ્યા દુર કરી ઝડપથી વધારી દેશે તમારી ઇમ્યુનિટી…

આખો દિવસ કામકાજ કરવાના કારણે થાકી જવું તે ખુબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે, અને આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ. પરંતુ ખુબ જ થાક લાગવાના કારણે આપણું શરીર પણ આપણને સાથ આપતું નથી, અને શરીરમાં ખુબ જ કમજોરી થઈ જાય છે. સંપૂર્ણ દિવસ કામકાજ કરવાથી આપણા શરીરને આરામ મળતો નથી, તેથી જ દરરોજ સવારે ગરમ પાણી સાથે દ્રાક્ષનું સેવન કરવાથી શારીરિક કમજોરી અને થાક દૂર થાય છે અને તમારા શરીરને આરામ મળે છે.

1 ) એનિમિયામાં : જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમના માટે આ કામ ખુબ જ ફાયદાકારક છે, જેમાં ઉપસ્થિત આયર્ન અને કોપર શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને દ્રાક્ષ પર પણ આ લાગુ થાય છે. લોહતત્વ સિવાય તેમાં બી કોમ્પ્લેક્ષ પણ હોવાના કારણે શરીર તેને યોગ્ય રીતે આવશોષિત કરી શકે છે. આ રીતે એનિમિયાની ઠીક કરવા માટે આ પાણી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

2 ) હાડકા : દેખાવમાં એકદમ મુલાયમ દેખાતી દ્રાક્ષ હાડકાને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. એવામાં જો તમે સાંધાનો દુખાવો ઘૂંટણના દુખાવાથી પરેશાન રહો છો તો તમારી માટે દ્રાક્ષનું સેવન કરવું ખુબ જ લાભદાયક સાબિત થશે.

3 ) લીવર : દ્રાક્ષ હાડકાને જ મજબૂત નથી કરતી પરંતુ તેમાં ઉપસ્થિત વિટામીન એ વિટામીન બી કોમ્પ્લેક્ષ અને સેલેનિયમ શરીરમાં થતા ગુપ્તરોગો, કમજોર લીવર અને  રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેથી જો તમે દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણીનું સેવન કરો છો, તો તેનાથી તમને ખુબ જ લાભ દેખાશે.

4 ) પાચનતંત્ર : જો તમને પાચનતંત્રની સમસ્યા છે તો તેની માટે સવારે ખાલી પેટ ચારથી પાંચ પલાળેલી દ્રાક્ષનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે, તેમાં ફાઈબરની માત્રા હોવાના કારણે તે પાચનને તંદુરસ્ત રાખે છે.

5 ) રોગ પ્રતિકારક શક્તિ : દ્રાક્ષને પલાળીને તેનું સેવન કરવાથી અને તેનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે જે આપણી ઇમ્યૂનિટીને વધારવાનું કામ કરે છે અને તેમાં વિટામિન સીનો ખુબ જ સારો સ્ત્રોત હોય છે.

6 ) હાઈ બ્લડ પ્રેશર : દ્રાક્ષમાં ફાયબરની સાથે બીજા ઘણા બધા તત્વો હોય છે. જે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવાનું કામ કરે છે. તથા હૃદયની બીમારીથી પણ તમને બચાવે છે. હાઈ બ્લડપ્રેશર માટે પણ તે ખુબ જ ફાયદાકારક હોય છે તે બ્લડપ્રેશરને નિયંત્રીત કરવાનું કામ કરે છે, અને તેમાં જોવા મળતું પોટેશિયમ હાઈપર ટેન્શનથી બચાવે છે.

7 ) શારીરિક કમજોરી : જો તમે ખુબ જ પાતળા છો તો કદાચ તમારા માટે આ રીત ખુબ જ કારગર સાબિત થઇ શકે છે. અને કદાચ તમને જાણકારી નહીં હોય કે તમારા શરીરની પાચનક્રિયાને નિયમિત કરે છે, જેનાથી તમારા ભોજનના દરેક પોષણ તમને તેમાંથી મળે છે, જેનાથી શારીરિક કમજોરી દૂર થાય છે. તેની માટે તમારે સવારે નાસ્તામાં કેળા અને દૂધનું સેવન કર્યા બાદ દ્રાક્ષ ખાવી જોઈએ. આમ કરવાથી થોડા જ દિવસોમાં બદલાવ દેખાશે.

8 ) આંખોની રોશની : દ્રાક્ષનું તમે બે રીતે સેવન કરી શકો છો પહેલું કે તમે દ્રાક્ષને પાણીમાંથી બહાર કાઢીને યોગ્ય રીતે ચાવો અને ગ્લાસના પાણીને સામાન્ય ગરમ કરીને તેનું સેવન કરો, તે સિવાય બીજી રીતે પલાળેલી દ્રાક્ષને તે જ પાણીમાં ચમચીથી સારી રીતે સ્મેશ કરીને દ્રાક્ષ સહિત તે પાણીને પીવો. વિટામીન એની ઊણપ પૂરી કરવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે અને તેના જ કારણે તે આંખની રોશની પણ વધારે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment