આ એક દેશી વસ્તુ તમારા બાળક રાખશે આજીવન તંદુરસ્ત, ક્યારેય નહિ થાય, આંખ, પાચન, હાડકા જેવી બીમારીઓ…. જાણો સેવનની રીત અને ફાયદા….

મિત્રો આજકાલ દરેક માતા-પિતા પોતાના બાળકોના ખોરાકને લઈને ખુબ જ ચિંતિત હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, બાળકોને એવી વસ્તુઓ આપવી જોઈએ જેનાથી તનો શારીરિક અને માનસિક બંને રીતે વિકાસ થઈ શકે છે. આ માટે બાળકો માટે સૌથી બેસ્ટ એવો ખોરાક સરગવો છે.

આજકાલ તૈયાર ખાનપાનના વાતાવરણમાં માતા-પિતા પોતાના બાળકના સ્વાસ્થ્યને લઈને ખુબ જ ચિંતા કરે છે. ઘણી વખત ખુબ જ હેલ્દી ખોરાક આપવા છતાં તમારા બાળકો જલ્દી બીમાર પડી જતા હોય છે અથવા નબળા દેખાય છે. સાથે જ તે મિત્રો વચ્ચે પણ સુસ્ત રહે છે, આ સમયે તમારે બાળકોના ખોરાકમાં ખાસ વસ્તુને જોડવાની જરૂર છે. તેમજ આ ખોરાકથી બાળકોની ભોજનમાં પણ રસ વધવો જોઈએ.

તમે બાળકોને દરરોજના ખોરાકમાં સરગવો અથવા તેનું જ્યુસ પિય શકો છો. તેનાથી તેની ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. સાથે તેના સેવનથી બાળક પણ આખો દિવસ ઉર્જાવાન રહે છે. આ સિવાય તેનાથી બાળકોની ઈજા પણ જલ્દી ભરાઈ જાય છે. પાચનતંત્ર પણ મજબુત બને છે. વાસ્તવમાં સરગવામાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, કોપર અને ઘણા વિટામિન્સ મળે છે, જેનાથી બાળકના સંપૂર્ણ વિકાસમાં મદદ મળે છે. તો ચાલો જાણીએ બાળકો માટે સરગવાના ફાયદાઓ.

એનર્જી : ઘણી વખત બાળકો આખો દિવસ સુસ્ત દેખાય છે, કોઈ પણ કામ કરવાથી તે ભાગે છે. આવું તેમાં વિટામીન અને પોષક તત્વોની કમીને કારણે થાય છે. સરગવામાં ભરપુર માત્રામાં વિટામીન એ, સી અને ડી હોય છે. સાથે જ અન્ય પોષક તત્વોની મદદથી બાળકોને ભરપુર એનર્જી મળે છે, જેનાથી તેનો વિકાસ જલ્દી થાય છે.

ઈમ્યુન સીસ્ટમ : સરગવાના સેવનથી તમારા બાળકની ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. તેનાથી તેનામાં રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. તેમજ વાયરલ ઇન્ફેકશનથી બાળકો દુર રહે છે. તેમાં વિટામીન સી અને બી મળે છે, જે બાળકો માટે ખુબ જ જરૂરી હોય છે.

પાચનતંત્ર : ઘણી વખત બાળકો પેટ ખરાબ થવાની ફરિયાદ કરે છે અને પેટમાં દુખાવાના કારણે તેઓ બરાબર ભોજન પણ નથી કરી શકતા. પણ સરગવાના સેવનથી બાળકોનું પાચનતંત્ર મજબુત બને છે. બાળકોને ભૂખ પણ સમયે લાગે છે અને તેનાથી પેટની સમસ્યા પણ નથી થતી.

આંખ : જો તમારું બાળક સતત ટીવી અથવા તો વિડીયો ગેમ રમે છે અથવા મોબાઈલ જોવે છે, તો તેની અસર તેની આંખ પર થઈ શકે છે. પરંતુ સરગવાના સેવનથી બાળકોની આંખની સમસ્યાઓ દુર કરવામાં મદદ મળે છે. સરગવામાં વિટામીન એ ની ભરપુર માત્રા હોય છે.

હાડકા : બાળકોના વિકાસ માટે હાડકાઓનું મજબુત હોવું ખુબ જ જરૂરી માનવામાં આવે છે. સરગવામાં વિટામીન ડી અને કેલ્શિયમની ભરપુર માત્રા મળે છે. તેની મદદથી બાળકોના હાડકાઓ મજબુત બને છે. તેનાથી બોન્સ ડેન્સીટી પણ વધે છે.

ઘાવ અને ઈજા : રમતી વખતે ઘણી વખત બાળકોને ઈજા થાય છે. પરંતુ તેના ઘાવ જલ્દી રુજાતા નથી. ત્યારે બાળકને ખુબ જ તકલીફ થાય છે. સરગવાના સેવનથી બાળકોના ઘાવ અને ઈજા જલ્દી રૂઝાય જાય છે. આથી તમે બાળકોની ઈજા પર સરગવાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.

બાળકોની ડાયેટમાં આ રીતે સામેલ કરો સરગવો :  1 ) બાળકોને તમે સરગવાની સબ્જી બનાવીને ખવડાવી શકો છો. તેને તમે ઘણી રીતે સ્વાદિષ્ટ બનાવી શકો છો.
2 ) જો તમારું બાળક સરગવાની સબ્જી ખાવાનું પસંદ નથી કરતું તો તમે તેને સરગવાનું સૂપ બનાવીને આપી શકો છો.
3 ) આ સિવાય તમે સરગવાના ફૂલનું સૂપ અથવા સબ્જી પણ બનાવીને આપી શકો છો.
4 ) તમે બાળકોને સરગવાના પાનનું સાગ પણ ખવડાવી શકો છો.
5 ) તેના ફૂલને તેલમાં તળીને પણ ખવડાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment