આ સામાન્ય દાણાને દુધમાં પલાળી ખાઈ લ્યો, પેટ, પાચન, હૃદય, વજન, હાડકાની સમસ્યા દુર થશે અને કરી દેશે મજબુત… વાળ અને ચહેરો થઈ જશે સુંદર…

કઠોળ આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે, આવા જ કઠોળમાં એક ચણા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ચણામાં એટલા પોષક તત્વો હોય છે કે નિયમિત રૂપે જો તમારા ડાયટમાં સામેલ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. ચણાને પલાળીને ખાવામાં આવે છે તો આ પચવામાં સરળ થઈ જાય છે અને તેનાથી પોષક તત્વોનું અવશોષણ પણ સારી રીતે થાય છે. 

મોટાભાગના લોકો ફીટ રહેવા માટે સવારમાં ખાલી પેટે આખી રાત પાણીમાં પલાળેલા ચણાનું સેવન કરે છે, અને તેમાંય વિશેષ રૂપે કાળા ચણા. ફિટનેસ લવર્સ માટે આ સવારનું સૌથી પસંદગીનું ભોજન છે. પાણીમાં પલાળેલા ચણા ખાવાના ફાયદા તો આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ, પરંતુ શું તમે ક્યારેય દૂધમાં ચણા પલાળીને ખાધા છે? શું તમે જાણો છો જો તમે કાળા ચણાને રાત્રે દૂધમાં પલાળીને રાખી દો છો અને સવારમાં ખાલી પેટે આનુ સેવન કરો છો તો તેનાથી સ્વાસ્થ્યને જબરજસ્ત ફાયદા મળે છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું.સવારમાં દૂધમાં પલાળેલા ચણા ખાવાના કયા ફાયદા મળે છે તેના વિશે વધુ જાણકારી આપતાં ન્યુટ્રીસીયનીસ્ટ અને ડાયટીશિયન જણાવે છે કે દૂધ અને કાળા ચણા બંને પ્રોટીન અને કેલ્શિયમનો એક સારો સ્ત્રોત છે. સાથે જ આ કોમ્બિનેશન ફાઇબર, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ સાથે જ વિટામીન બી સી ડી થી ભરપુર હોય છે. જેનાથી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને દૂધમાં પલાળીને કાળા ચણા ખાવાના આઠ ફાયદા જણાવીશું.

1) ઉર્જાવાન બનાવે:- જો તમે તમારા દિવસની શરૂઆત રાતભર દુધમાં પલાળેલા ચણાની સાથે કરો છો તો તેનાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. આ તમને સંપૂર્ણ દિવસ દરમિયાન ઉર્જાવાન હોવાનો અહેસાસ કરાવે છે. તેની અસર તમને વર્કઆઉટ કે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જોવા મળે છે.2) પાચન મજબૂત બનાવે:- ફાઇબર જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે આ તમારા પાચનને સારું બનાવે છે અને મેટાબોલિઝ્મ વધારવામાં પણ મદદ કરે છે. તેના સિવાય ભોજનમાંથી પોષક તત્વોનું અવશોષણ પણ સારી રીતે બનાવે છે.

3) હાડકા મજબૂત બનાવે:- હાડકા અને દાંત માટે આ કોમ્બિનેશન ખૂબ જ લાભદાયક છે. પ્રોટીન- કેલ્શિયમ થી ભરપૂર હોવાને કારણે આ હાડકાને મજબૂત બનાવે છે. આ દાંત ખરવા અને હાડકામાં ફ્રેક્ચર ના જોખમને પણ ઘટાડે છે. આ હાડકા અને સાંધાના દુખાવામાંથી પણ રાહત પ્રદાન કરે છે.4) શરીરની તાકાત વધારે:- જો તમે નિયમિત દૂધમાં પલાળેલા ચણા ખાવ છો તો આ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ તમારી માસ પેશીઓમાં કસાવ લાવે, લીન માંસ પેશીઓના નિર્માણ અને તેમને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આ તમારી શારીરિક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. 

5) બીપીને નિયંત્રિત કરવામાં મદદરૂપ:- ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં આ કોમ્બિનેશન ખૂબ જ લાભદાયક છે. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમથી ભરપૂર હોવાના કારણે આ હાઈ બીપીને ઘટાડવામાં અને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.6) હૃદય રોગના જોખમને દૂર કરે:- ખરાબ કોલેસ્ટ્રોલ માં વધારો અને અનિયંત્રિત બ્લડ પ્રેશર હૃદય રોગના મોટા જોખમોનું પરિબળ માંથી એક છે. દૂધમાં પલાળેલા ચણા ખાવાથી હૃદયનો હુમલો અને સ્ટ્રોક સાથે જ હાર્ટ ફેલિયર જેવા રોગોના જોખમને ઘટાડે છે.

7) વજન વધારવા અને ઘટાડવામાં મદદરૂપ:- દૂધમાં પલાળેલા ચણા ખાવાથી તમારા વજન ના પ્રબંધનમાં મદદ મળે છે. આ ન માત્ર વજન વધારવામાં લાભદાયક છે પરંતુ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે અને જંકફૂડના ક્રેવિંગથી નિયંત્રિત કરે છે. 8) ચહેરા પર નિખાર લાવે, વાળ બનાવે મજબૂત:- આ કોમ્બિનેશન લોહીની કમીને દૂર કરે છે અને રક્તની શુદ્ધિ કરવામાં મદદ કરે છે. સાથે જ આ પ્રોટીન અને આયર્ન થી ભરપૂર હોય છે, જેનાથી આ ત્વચા અને વાળને સ્વાસ્થ્યવર્ધક રાખવામાં મદદરૂપ થાય છે.

કેવી રીતે કરવું સેવન:- તેના માટે માત્ર દૂધમાં ચણા નાખીને આખી રાત માટે છોડી દો. ત્યારબાદ સવારમાં દૂધને ગાળીને પી લો અને સાથે જ ચણા પણ ખાઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment