સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ, જેને તમે કચરામાં ફેંકી દો છો. જાણો શું છે આ વસ્તુ  ? અને તેના ફાયદા..

સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ, જેને તમે કચરામાં ફેંકી દો છો. જાણો શું છે આ વસ્તુ  ? અને તેના ફાયદા..

દૂધીનું શાક બનાવતી વખતે આપણે તેની છાલને સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ જો તમને કહેવામાં આવે કે, આ દૂધીની છાલનું સેવન કરવામાં આવે તો તમારી ચહેરાની ખોવાયેલી સુંદરતા તો મળે જ છે, સાથે જ શરીરમાં બ્લડ શુગરને પણ મેન્ટેન કરે છે.

દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન-બી1, બી2, બી3, બી5 અને બી6, કેલ્શિયમ, આયરન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ જેવા તત્વ હોય છે. એટલા માટે શાકભાજીની સાથે જ તેની છાલ પણ મહત્વપૂર્ણ છે. તો આજે અમે તમને આ લેખમાં દુધીની છાલના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

વજન માટે : વધતાં જતાં વજનમાં પણ દૂધીનું જ્યુસ ફાયદાકારક છે. દૂધીનું જ્યુસ પીવાથી તમે તમારું વજન ઓછું કરી શકો છો, અને તેનાથી ત્વચા પણ સુંદર થાય છે. માટે જો તમારું વજન વધી રહ્યું હોય તો દૂધીનું જ્યુઝ જરૂર પીવું જોઈએ. ચાલો જાણીએ દુધીની છાલના કેટલાક અન્ય ફાયદાઓ વિશે.

પગના તળિયામાં થતી બળતરા : જો તમે દૂધીનું શાક નથી ખાતા તો તમે તેનું જ્યુસ પણ કરીને પી શકો છો. ગરમીના દિવસોમાં લગભગ પગના તળિયામાં બળતરા થાય છે. દૂધીની તાસીર ઠંડી હોય છે.  આ માટે કહેવામાં આવ્યું છે કે, દૂધીની છાલને પગના તળિયામાં ઘસવાથી બળતરા દૂર થાય છે. તેની સાથે જ શરીરની ત્વચા પર થવા વાળી બળતરાને પણ દૂર કરવા માટે દૂધીની છાલ ફાયદાકારક છે.

સનબર્ન અને ટેનિંગની સમસ્યા : સનબર્ન અને ટેનિંગની સમસ્યા દૂર કરવામાં પણ દૂધી ખુબ જ ઉપયોગી છે. દૂધીની છાલની પેસ્ટ બનાવીને લગાડવાથી પણ આ સમસ્યામાંથી મુક્ત થવાય છે. થોડી વાર સુધી દૂધીની છાલની પેસ્ટ ત્વચા પર લગાવેલી રાખો, આ પછી થોડી વાર પછી સારા પાણીથી ધોઈ લો. તેનાથી તમને આ સમસ્યાથી મુક્તિ મળશે.

બવાસીર અને પાઈલ્સની સમસ્યા : બવાસીર અને પાઈલ્સની સમસ્યામાં દૂધીની છાલનો પાવડર ફાયદાકારક છે. તમે દૂધીની છાલને સૂકવીને તેનો પાવડર બનાવીને તેને પાણીમાં નાખી, તેનું દરરોજ દિવસમાં બે વાર સેવન કરવાથી તરત જ આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.ખરતા વાળ : જો તમને વાળ ઉતરવાની સમસ્યા છે તો તેના સોલ્યુશન માટે તમે દૂધીની છાલનો ઉપયોગ કરી શકો છો. તેને તલના તેલ સાથે મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવવાથી તમે વાળ ઉતરવાની અને ટાલ પડવાની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!