રોજ સવારે પિય લ્યો આ પાણી, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એકપણ બીમારીની દવા… પગથી માથા સુધી નખમાં પણ નહિ થાય રોગ…

આમ જોઈએ તો આપણે સૂકામેવાના ફાયદાઓ વિશે જાણીએ છીએ. તેમજ અખરોટના ફાયદાઓ વિશે પણ આપણે જાણીએ છીએ. પણ આજે આપણે આ લેખમાં અખરોટનું પાણી પીવાથી મળતા કેટલાક ફાયદાઓ વિશે જાણવાનું છે. તેનાથી તમારા શરીરને ઘણા પોષક તત્વો મળે છે. 

અખરોટ ખાવાના ફાયદાતો તમે ઘણા સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે, અખરોટનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ મળે છે. હા, તમે સાચું જ વાંચ્યું! અખરોટ, જે જોવામાં મસ્તિષ્ક જેવા હોય છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. નાના હોય કે મોટા આપણને બધાને અખરોટ ખાવા ખૂબ જ પસંદ હોય છે.અખરોટ હેલ્થી ફૈટ જેમકે, ઓમેગા-3, ઓમગા-6 ફૈટી એસિડ સાથે જ કેલ્શિયમ, આયરન, પ્રોટીન, પોટેશિયમ, ફોલેટ, મેગ્નેશિયમ અને ડાયેટ્રી ફાઈબર જેવા જરૂરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. અમુક લોકો સીધું જ ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરે છે, તો અમુક લોકો અખરોટને આખી રાત પાણીમાં પલાળીને રાખે છે અને સવારે તેનું સેવન કરે છે. પરંતુ આ દરમિયાન એક ભૂલ કરે છે, તે એ કે લોકો અખરોટ તો ખાઈ લે છે, પરંતુ વધેલું પાણી ફેંકી દે છે. જ્યારે તેમાં ઘણું પોષણ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. 

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન જણાવે છે કે, જ્યારે તમે કોઈપણ ડ્રાઈ ફ્રૂટ કે નટને પાણીમાં પલાળો છો તો તેનું અમુક પોષણ પાણીમાં અવશોષિત થઈ જાય છે. માટે તેને ફીંકવું જોઈએ નહીં. અને ડ્રાઈ ફ્રૂટ ખાવાની સાથે સાથે પાણી પણ પી લેવું જોઈએ. જો તમે અખરોટની સાથે જ તેના પાણીનું પણ સેવન કરો છો તો તેનાથી તમને અખરોટના પૂર્ણ લાભ પ્રદાન કરવામાં મદદ મળશે. આ લેખમાં અમે તમને અખરોટનું પાણી પીવાના 8 ફાયદાઓ જણાવી રહ્યા છીએ.અખરોટનું પાણી પીવાના ફાયદા:- 

1) મસ્તિષ્ક સ્વસ્થ રહે છે:- મગજ માટે અખરોટ ખૂબ જ લાભદાયી હોય છે, તેના આકારને જોઈને લોકો તેને બ્રેન ફૂડ પણ કહે છે. તે યાદશક્તિને મજબૂત બનાવવા અને સંજ્ઞાત્મક કાર્યોમાં સુધારો કરે છે. અખરોટનું પાણી પીવાથી મગજને તેજ કરવામાં મદદ મળે છે. 

2) થાઈરૉઈડ ફંક્શનમાં સુધારો થાય છે:- અખરોટ હેલ્થી ફેટ્સથી ભરપૂર હોય છે. જેનાથી તે હાર્મોન્સ સંતુલનને જાળવી રાખવામા મદદ કરે છે. તે મેટાબોલીજ્મમાં સુધાર કરવામાં મદદ કરે છે, જે શરીરમાં જરૂરી હોર્મોન્સના ઉત્પાદન માટે જવાબદાર હોય છે. થાઈરૉઈડ ફંક્શનમાં સુધારો કરવામાં પણ લાભદાયી છે. 3) શરીરને એનર્જેટિક બનાવે છે:- શારીરિક નબળાઈ, થાક જેવી સમસ્યાઓ દૂર કરવામાં અખરોટનું પાણી પીવાથી તમને મદદ મળે છે. તેમાં રહેલ પોષણ તમને ઉર્જાવાન બનાવે છે. 

4) પિરિયડ્સમાં સરળતા રહે છે:- મહિલાઓ જો પિરિયડ્સના અમુક દિવસ પહેલા અખરોટ અને તેનું પાણી પીવાનું શરૂ કરે તો તેનાથી પિરિયડ્સ દરમિયાન થતાં દુખાવાથી રાહત અને પિરિયડ્સને નિયમિત કરવામાં મદદ મળે છે. 

5) બ્લડ શુગર કંટ્રોલમાં લાભદાયી છે:- તે સ્વાદમાં થોડું કસીલું હોય છે, તે હાર્મોન્સની સાથે જ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે. 

6) સ્તનપાન કરાવતી માતાઓ માટે ફાયદાકારક:- જો માતાઓ અખરોટના પાણીનું સેવન કરે તો, તેનાથી તેમને સારું પોષણ મળે છે, તેનાથી સ્તનમાં દૂધની ગુણવત્તા સારી થાય છે અને તમારા બાળકને પણ દૂધ દ્વારા પર્યાપ્ત અને સારું પોષણ મળે છે.7) સારી ઊંઘ આવે છે:- જે લોકોને રાત્રે ઊંઘ ન આવવાની જે ઊંઘ દરમિયાન વારંવાર જાગવાની સમસ્યા પરેશાન કરતી હોય. તે લોકોની સમસ્યા અખરોટ અને તેનું પાણી પીવાથી દૂર થાય છે. 

8) હ્રદય માટે હેલ્થી છે:- તે કોલેસ્ટ્રોલ ઘટાડીને, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં અને હ્રદય રોગોના જોખમને ઘટાડવામાં પણ લાભદાયી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment