કોરોના અને ઓમિક્રોનથી બચવા માટે પીવા લાગો આ પાવરફુલ દૂધ, વાયરલ ઇન્ફેકશનને કરી દેશે ચપટીમાં જ ગાયબ…

છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ઘણા બધા દેશોમાં કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રોને આતંક મચાવવાનું શરુ કરી દીધું છે. ભારતમાં પણ ઓમિક્રોનના ઘણા બધા કેસ જોવા મળ્યા છે. મુંબઈ અને દિલ્હીમાં અત્યારે ખુબ જ ખરાબ હાલત છે. રાજ્યમાં ઘણા બધા લોકો આ સમયે કોરોના અને ઓમિક્રોનથી પીડિત છે. ઘણા લોકો હોમ આઈસોલેશનમાં છે, તો ઘણા લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. એવા લોકોને જરૂર વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.

ઉત્તર ભારતમાં વધતી ઠંડી અને વરસાદને કારણે પણ લોકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે. ઘણા લોકો આ સમયે તાવ શરદી ખાંસી જેવી તકલીફથી ગ્રસ્ત છે, તેવામાં લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કહેવામાં આવે છે. જેથી આ વાયરલ બીમારીથી બચી શકાય તમને જણાવી દઈએ કે, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે લોકો વધુ માત્રામાં વિટામિન સીનું સેવન કરે છે. તેની સાથે જ આયુર્વેદની મદદ પણ લઈ રહ્યા છે જ્યાં અમુક લોકો શરદીની ઋતુમાં ઉકાળો પીવે છે, ત્યાં જ અમુક લોકો આયુર્વેદિક દૂધનું સેવન કરી રહ્યા છે.

આયુર્વેદમાં એક ખાસ દૂધ વિશે જણાવવામાં આવ્યું છે જેનું સેવન સવારે કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને લોકો ઘણા બધા પ્રકારના વાયરસ અને રોગોથી પોતાની જાતને બચાવી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી શરીરમાંથી થાક દૂર થઈ જાય છે, ત્યાં જ આ દૂધ પીવાથી શરીરમાં એનર્જી આવે છે. આવો તમને આ દૂધ પીવાના ફાયદા અને તેને બનાવવાની આસાન રીત વિશે જણાવશું. આ ખાસ દૂધ લોકોના ચહેરાની ચમકને વધારે છે. જાણો આ ખાસ દૂધના ફાયદા વિશે.

આયુર્વેદિક દૂધ બનાવવાની રીત અને સામગ્રી : 10 નંગ બદામ, 3 નંગ ખજૂર, 1 ગ્લાસ ગાયનું દૂધ, 4 ચપટી હળદર, 2 ચપટી તજ, 1 ચપટી એલચી પાવડર, 1 ટીસ્પૂન દેશી ઘી, 1 ચમચી મધ.

આ રીતે બનાવો આયુર્વેદિક દૂધ : તેને બનાવવા માટે રાત્રે દસ બદામ અને ત્રણ ખજૂર પાણીમાં પલાળીને મૂકો. જો લીલું ખજૂર છે તો પાણીમાં પલાળો નહીં, તેનો ડાયરેક્ટ જ ઉપયોગ કરી શકો છો. સવારે બદામને છોલો અને ખજૂરના બીજ કાઢીને બંનેને પીસો, ત્યારબાદ આ પેસ્ટને ગરમ દૂધમાં ઉમેરીને તેમાં હળદર, તજ અને ઈલાયચી પાવડર નાખો. હવે તેમાં એક ચમચી ઘી નાખો અને સારી રીતે મિક્સ કરીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

આર્યુવેદિક દૂધ પીવાના ફાયદા : 1 ) શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
2 ) યાદશક્તિ વધારે છે અને શીખવાની ક્ષમતા પણ વધારે છે.
3 ) તે શરીરના બ્લડસુગર, બ્લડપ્રેશર અને લોહીના ph વૅલ્યુ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. જેનાથી ડાયાબિટીસ,હાઇબ્લડપ્રેશર, હાર્ટ સ્ટ્રોક અને લોહી ની બીમારી તથા પેટની સમસ્યા કિડનીની સમસ્યા અને લિવરની સમસ્યાને દૂર રાખે છે.

4 ) તે પુરુષોની ક્ષમતાને વધારે છે તેની સાથે જ સ્પર્મ કાઉન્ટ પણ વધારે છે, જેનાથી ઇન્ફર્ટિલિટી દૂર થાય છે.
5 ) મહિલાઓના હાડકામાં થતી કમજોરી અને પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓને દૂર કરે છે.
6 ) ત્વચાની ચમક અને નિખાર વધારવા માટે મદદરૂપ થાય છે.
7 ) તે ત્વચાને ટાઈટ બનાવે છે જેનાથી વૃદ્ધત્વ ના લક્ષણો જલ્દીથી દેખાતા નથી.

આ વાતનું જરૂર ધ્યાન રાખો : આ દૂધનું સેવન તમારે સવારે ખાલી પેટ કરવાનું છે. જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલાં પણ તેને પિય શકો છો. પરંતુ રાત્રે તમારે ભોજન બાદ બે કલાકનું અંતર રાખવું પડશે. સવારે દૂધ પીધા બાદ 40 મિનીટ સુધી કંઈ પણ ખાવું નહીં. તજની તાસીર ગરમ હોય છે તેથી બે ચપટી તજથી વધુ ન નાખો. તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરવું જોઈએ. બાકી દરેક વ્યક્તિ માટે આ દૂધ ખુબ જ લાભદાયક સુરક્ષિત અને ફાયદાકારક છે તેને દરેક ઉંમરના લોકો પિય શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment