સવારે ખાલી પેટ પિય લ્યો આ પાણી, શરદી, ઉધરસ તાવ મટાડી, શરીરનો કચરો કાઢી નાખશે બહાર… વજન ઘટાડી કરી દેશે એકદમ ફિટ…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ગોળ એક એવો ખાદ્ય પદાર્થ છે જેને આપણા આયુર્વેદમાં એક અનોખું સ્થાન મળ્યું છે. જેના અઢળક ફાયદા આપણા સ્વાસ્થ્યને થાય છે. ગોળ નેચરલ સ્વીટનર છે, જે રંગની સાથે અલગ અલગ સ્વાદમાં આવે છે. ગોળ ગરમ પ્રકૃતિનો હોવાના કારણે તેને શિયાળામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ચા, ગોળ ની મીઠાઈ, ખીર કે રોટલી સાથે વધારે ખાવામાં આવે છે. ગોળ પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, ફોસ્ફરસ અને તાંબા જેવા વિટામિન અને ખનીજોથી ભરેલો હોય છે. એવામાં જો તમે દિલ્હી જેવા પ્રદૂષિત શહેરમાં રહેતા હોવ તો તમારે તમારા ડાયટમાં ગોળને અવશ્ય સામેલ કરવો જોઈએ.

આયુર્વેદ પ્રમાણે ગરમ પાણી અને ગોળ મેળવીને પીવાથી તમારા સ્વાસ્થ્ય માટે એક સારું એન્ટીડોટ એટલે કે વિષેલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. આ કુદરતી પાચન ઉત્સેચકોને વધારે છે, પાચનને ઝડપી બનાવે છે અને કિડની સંબંધિત બિમારીઓ માટે પણ મદદરૂપ થાય છે. યોગા કોચ પણ દરરોજ સવારમાં ખાલી પેટે ગોળના પાણીનું સેવન કરે છે. તેઓ સલાહ આપે છે કે આ આઇસ ટી અને લીંબુ પાણી નો એક સ્વસ્થ વિકલ્પ છે. તબીબી પુસ્તકોમાં પણ આ ઉપાય ના ફાયદા અને ઉલ્લેખ મળે છે.એક્સપર્ટ થી જાણો ગોળના પાણીના ફાયદા:- 

1) શરદી ના લક્ષણો દૂર કરે:- ગોળ તેના પોષક તત્વોથી ભરપૂર લાભોની સાથે શરદી, ઉધરસ, ફ્લુ જેવા લક્ષણોને દૂર કરે છે. તેમાં અનેક પ્રકારના ફેનોલીક યોગીક હોય છે, જે ઓક્સિડેટીવ તણાવ થી લડે છે, શરીરને આરામ આપે છે અને અસરકારક રીતે તમારા સ્વાસ્થ્ય નું સંચાલન કરે છે.

2) બોડી ડિટોક્ષ કરે:- શરીરમાંથી વિષેલા પદાર્થો કાઢવા માટે ગોળનું પાણી તમારા માટે ફાયદાકારક બની શકે છે. ગોળમાં સારા પ્રમાણમાં ફાઇબર હાજર હોય છે, જે તમારા પાચનતંત્રને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે. સ્વસનતંત્ર, ફેફસા, અન્નનળી, પેટ અને આંતરડાને પણ સાફ કરે છે.3) ઈમ્યુનિટી બુસ્ટ કરે:- ગોળનું પાણી સંક્રમણની વિરુદ્ધમાં પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. વળી ગોળ મેગ્નેશિયમ, વિટામીન b1, b6 અને સી નો એક સારો સ્ત્રોત છે. તેની સાથે જ ગોળ એન્ટિઓક્સિડન્ટ અને ખનીજોથી ભરપૂર છે જે શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.

4) વજન ઘટાડવામાં ફાયદાકારક:- શરીરમાં જમા વધુ પડતી ચરબીને ઓછી કરવા માટે ગોળનું પાણી તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે. તેમાં હાજર પોટેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અને ખનીજના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. ચયાપચનને વધારે છે અને ચરબીને ઘટાડે છે.

ગોળનું પાણી કેવી રીતે તૈયાર કરવું:- સામગ્રી:- ગોળ, ચીયા બીજ, લીંબુ, ફુદીનાના પાન રીત:- ગોળના પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે ઓગળી ન જાય. તેને 10 થી 15 મિનિટ માટે ઠંડુ કરો. ગોળના ઉકાળેલા પાણીમાં ત્રણથી ચાર લીંબુ નીચવી લો. તેને હજુ વધારે અડધા કલાક માટે ઠંડુ થવા દો. સર્વ કરતાં પહેલાં તેને સરસ રીતે હલાવવું. સારો સ્વાદ લાવવા માટે તેમાં ચીયા સીડ્સ અને ફુદીનાના પાન નાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment