ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

ભારતના ઘરોમાં સૌથી વધુ વપરાશમાં લેવાયેલ ડેરી ઉત્પાદનોમાં દૂધ પ્રથમ નંબર પર આવે છે. એક ગ્લાસ દૂધ દરેક બાળક માટે સંપૂર્ણ દિવસનો રૂટિન ભાગ હોય છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ડી અને પોટેશિયમથી ભરપૂર દૂધ પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. જ્યાં ઘણા લોકો તેને ગરમ ગરમ પીવાનું પસંદ કરે છે. ત્યાં જ અમુક લોકો ઠંડુ દૂધ પીવાનું પણ પસંદ કરે છે ઠંડું દૂધ હોય અથવા તો ગરમ દૂધ આ બંનેના પોતાના અલગ-અલગ ફાયદા છે, અહીં ગરમ અને ઠંડા દૂધના અમુક સ્વાસ્થ્યના લાભો જણાવવામાં આવ્યા છે, અને તમારે તેનું સેવન ક્યારે કરવું જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ ગરમ દૂધ પીવાના ફાયદા.

1 ) સારી ઊંઘ : રાત્રે સૂતા પહેલા ગરમ દૂધનું સેવન કરવાથી બહુ જ મોટો ફાયદો થાય છે અને તે છે સારી ઊંઘ. દૂધમાં એમીનો એસિડ હોય છે, જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે દૂધ ગરમ હોવાથી તે એસિડ સક્રિય થઈ જાય છે.

2 ) શરદી માટે સારવાર : શરદી અને તાવને ઠીક કરવા માટે ગરમ દૂધ અને મધ પીવું ખૂબ જ ઘરેલુ અને બહેતરીન ઉપાય છે. કહેવામાં આવે છે કે, આ પીણામાં એન્ટીબેક્ટેરિયલ પ્રભાવ જોવા મળે છે જે તમને આ પ્રકારની બિમારીઓમાંથી રાહત આપવાનું કામ કરે છે.

3 ) પીએમએસ રાહત : જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન તકલીફ થાય છે તેમની માટે ગરમ દૂધ અને હળદર તેનો જવાબ છે, દૂધમાં પોટેશિયમની ઉપસ્થિતિ ખેંચાણને શાંત કરવામાં મદદ કરે છે. જ્યારે ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવાથી શરીરના ઝેરી પદાર્થ બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

ઠંડું દૂધ પીવાના ફાયદા – 1 ) ત્વચા માટે : ઠંડું દૂધ ઇલેક્ટ્રોલાઇટથી ભરેલું હોય છે. જે તમારા શરીરને ડીહાઈડ્રેશન સામે લડવા માટે મદદ કરી શકે છે, જે તમારા શરીરને હાઈડ્રેટ રાકશે અને ત્વચાને ચમકદાર બનાવી રાખશે. ઠંડુ દૂધ પીવાનો સૌથી સારો સમય સવારનો છે.

2 ) વજન : તમે માનો કે ન માનો ઠંડુ દૂધ વાસ્તવમાં વજન ઓછું કરવા માટે મદદ કરે છે. ઠંડા દૂધમાં કેલ્શિયમ જોવા મળે છે જે તમારા શરીરના ચયાપચયનેમાં સુધારો કરે છે, અને આ રીતે તેનાથી વધુ કેલેરી બર્ન થાય છે. એક ગ્લાસ દૂધ પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, અને તેની સાથે જ તમને વધારાના નાસ્તો કરવાથી પણ દૂર રાખે છે.

3 ) પેટના ચાંદા : જો તમે લગભગ પેટના ચાંદા અને એસિડિટીથી ઘેરાયેલા રહો છો, તો ઠંડુ દૂધ એક જાદુઈ ઉપાયની જેમ કામ કરી શકે છે. જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે તો તમે એક ગ્લાસ ઠંડા દૂધમાં એક મોટી ચમચી ઇસબગુલ ઉમેરી શકો છો. કારણ કે તે એસિડ રિફ્લેક્સના ઉપાય રૂપે કાર્ય કરે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે શિયાળામાં ઠંડુ દૂધ પીવાથી દૂર રહ, કારણ કે તેનાથી શરદી અને ખાંસી થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment