આ મામુલી પાનને પાણીમાં ઉકાળી પીવો, શરીરમાં થશે અણધાર્યા ચમત્કાર… ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને પેટના તમામ રોગોમાં છે 100% રામબાણ… જાણો ઉકાળવાની રીત…

મિત્રો તમે કદાચ નાગરવેલ ના પાનને ખાધું હશે. તેને ખાવાથી અનેક ફાયદાઓ મળે છે. ખાસ કરીને તમારા મોઢામાં દુર્ગંધની સમસ્યાને દુર કરવામાં તે ખુબ જ મહત્વના છે. જો કે નાગરવેલના પાનનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. પણ જો તેનો ઉકાળો પીવામાં આવે તો તેનાથી ઘણા ફાયદાઓ મળે છે.

નાગરવેલના પાન ચાવવાથી સ્વસ્થ્યને ઘણો ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો માત્ર તેના પાંદડા જ નહીં, જો તમે તેના પાનનો ઉકાળો બનાવીને પીઓ તો તે પણ ગંભીર રોગોથી તમને દૂર રાખવામા મદદ કરે છે. નાગરવેલના પાનમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. સાથે જ તેમાં એલ્કેલાઈડ, ફિનાઇલ, પ્રોપેન અને ટેનિન જેવા યૌગિક હોય છે. સાથે જ તેનો સ્વાદ કસીલો હોય છે. સ્વાસ્થ્ય માટે તેના પાંદડાનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં સોજો મટાડીને દુખાવાથી છુટકારો અપાવવાની સાથે સાથે અન્ય લાભ પણ પ્રદાન કરે છે. આ લેખમાં અમે તમને પાનના પાંદડાનો ઉકાળો પીવાના 6 ફાયદા જણાવી રહ્યા છીએ.નાગરવેલના પાનના પાંદડાનો ઉકાળો પીવાના ફાયદા:- 

1) બ્લડ શુગર કંટ્રોલમાં રાખવામા લાભદાયી:- જો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી તો તેના માટે નાગરવેલના પાનનો ઉકાળો ખુબ જ ફાયદો આપે છે. એંટીઓક્સિડેંટથી ભરપૂર પાનના પાંદડા ફ્રી રેડિકલ્સથી લડવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે સાથે ડાયાબિટીસ મેનેજ કરવામાં પણ મદદ કરે છે.2) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે:- આ પાનનો ઉકાળો પીવાથી તમારા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નાગરવેલના પાન યુજેનોલ હાઇ લિપિડ લેવલને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. આમ તે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોના જોખમને ઘટાડવા માટે પણ લાભદાયી છે. 

3) શ્વાસ સંબંધી સમસ્યાઓમાં લાભદાયી છે:- જો તમે શ્વાસ સંબંધી કોઈ તકલીફ છે તો તેના માટે નાગરવેલના પાનનો ઉકાળો ખુબ જ ફાયદાકારક છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવીકે, અસ્થમા સોજાથી જોડાયેલી સ્થિતિઓ છે. પાનના પાંદડામાં રહેલ એંટીઓક્સિડેંટ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ સોજાથી લડવામાં અને અસ્થમાને મેનેજ કરવામાં મદદ કરે છે. તે શ્વાસના માર્ગના સોજાને ઘટાડવામાં અને ખોલવામાં મદદ કરે છે જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.4) માનસિક રોગોને દૂર કરે છે:- જો તમને માનસિક રીતે કોઈ તકલીફ છે તો તેના માટે નાગરવેલના પાનનો ઉકાળો પીવાથી તમને તેનાથી છુટકારો મળી શકે છે. તણાવ, ચિંતા અને અવસાદ જેવા રોગોથી રાહત મેળવવા માટે પાનના પાંદડાનો ઉકાળો ખૂબ જ લાભદાયી છે. પાનના પાંદડા ઉકાળો પીવાથી આનંદની ભાવનાને વધારો મળે છે. તે શરીરમાં કેટેકોલ માઈનને રીલીઝ કરવામાં પણ લાભદાયી છે, જેનું ઓછું સ્તર અવસાદ જેવી સ્થિતિઓનું કારણ બને છે. 

5) પેટ માટે ફાયદાકારક છે:- પેટની બીમારીઓ માટે નાગરવેલના પાનનો ઉકાળો એક રામબાણ ઈલાજ કહી શકાય છે. પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં અને પાચનને મજબૂત બનાવવામાં પણ પાનના પાંદડાનો ઉકાળો ખૂબ જ લાભદાયી છે. તે ગેસ્ટ્રીક અલ્સરને ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે જ તેમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ ટોક્સીંસથી લડવામાં મદદ કરે છે.6) મોંને સ્વસ્થ રાખે છે:- શ્વાસની દુર્ગંધ, દાંતોની કેવિટી, પેઢામાંથી લોહી કે સોજાની સમસ્યામાં પાનના ઉકાળાના કોગળા કરવાથી ઘણો લાભ મળે છે. તે સોજાને ઘટાડે છે અને મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. 

નાગરવેલના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો:- નાગરવેલના પાનનો ઉકાળો બનાવવા માટે તમારે એક વાસણમાં પાણી અને 4-5 નાગરવેલના પાન નાખીને સરખી રીતે ઉકાળવાના રહેશે. જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તમે જો ચાહો તો તેમાં તુલસીના પાન, તજ વગેરે પણ મિક્સ કરી શકો છો. તેને થોડું ઠંડુ કરી લો અને લીંબુ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment