હાઈ બીપીને તરત જ કંટ્રોલ કરવા ખાઈ લ્યો આ ટુકડા, દવાઓ કરતા પણ આપશે ઝડપી પરિણામ… ધમનીઓ સાફ કરી લોહીનો સંચાર કરી દેશે સારો…

ચોકલેટ તો કોને ન પસંદ હોય? દરેક લોકોને ચોકલેટ ખાવી ગમે છે. પણ ચોકલેટનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. પણ ડાર્ક ચોકલેટનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં અવે છે. ખાસ કરીને જે લોકો હાઈ બીપીની સમસ્યાથી લડી રહ્યા છે તેમના માટે ડાર્ક ચોકલેટનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં રહેલ પોષક તત્વો તમારા હાઈ બીપી લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. આથી ડાર્ક ચોકલેટનું સેવન હાઈ બીપીના દર્દીએ જરૂરથી કરવું જોઈએ. 

આજના સમયમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગયી છે. જો તમારું બ્લડ પ્રેશર હંમેશા વધેલું રહેતું હોય તો, હાર્ટ ડીસીઝ, કિડની ડીસીઝ, સ્ટ્રોક અને બીજી પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે પરંતુ તમે ડાર્ક ચોકલેટની મદદથી હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. ડાર્ક ચોકલેટમાં એવા તત્વો જોવા મળે છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટમાં જોવા મળતા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ ચહેરા માટે ખૂબ સારા ગણવામાં આવે છે.ડાર્ક ચોકલેટમાં જોવા મળતા ફ્લેવનોલ્સ, તડકાથી ત્વચાની રક્ષા કરે છે. એટલું જ નહીં, ત્વચામાં રક્ત પ્રવાહમાં સુધાર કરવા અને તેને હાઈડ્રેડ બનાવી રાખવામા પણ ડાર્ક ચોકલેટ સહાયક ગણવામાં આવે છે. ડાર્ક ચોકલેટમાં રહેલ તત્વ તણાવ, ચિંતા અને ડિપ્રેશન ઘટાડે છે. તે સિવાય તમને રીલેક્સ કરવામાં પણ મદદ કરે છે. જાણો ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા.

ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા:- લાઈફ એનચીરિંગ મુજબ, જો તમે દિવસમાં 30-60 ગ્રામ ચોકલેટ ખાઓ છો તો  તમારું બીપી કંટ્રોલમાં રહે છે. ડાર્ક ચોકલેટમાં વ્હાઇટ ચોકલેટની સરખામણીએ ઓછું દૂધ અને ખાંડ રહેલી હોય છે. માટે જ તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે જે આપણું શરીર સરળતાથી પચાવી શકે છે. પરંતુ ખૂબ વધારે ચોકલેટનું સેવન તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. 

ડાર્ક ચોકલેટમાં ફ્લેવનોલ્સ જોવા મળે છે જે, શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડના ઉત્પાદનને વધારવા માટે ધમનીઓની દીવાલને ઉત્તેજિત કરે છે. નાઈટ્રિક ઓકસાઈડ ધમનીઓને આરામ આપવાનું અને રક્ત પ્રવાહના પ્રતિરોધને ઘટાડવામાં મદદરૂપ હોય છે. જેના કારણે બ્લડ પ્રેશરના જોખમને ઘટાડી શકાય છે.ડાર્ક ચોકલેટમાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે જે સ્કીન માટે ફાયદાકારક હોય છે. સાથે જ તે ઉંમર વધવાના લક્ષણો પણ ઘટાડવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટમાં થિયોબ્રોમીન હોય છે જે આપણા દાંતના ઇનેમલને મજબૂત બનાવે છે. જેનાથી કેવિટીનું જોખમ પણ ઓછું થાય છે.

આ પ્રકારે ડાર્ક ચોકલેટ તમને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. પરંતુ તેનું વધારે પડતું સેવન પણ ન કરવું જોઈએ. તેના વધારે સેવનથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. આમ ડાર્ક ચોકલેટનું સીમિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેનાથી તમારું હાઈ બીપી કંટ્રોલમાં આવી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment